________________
૬૭૮
तत्त्वन्यायविभाकरे परानुग्रहबुद्ध्याऽऽत्मीयवस्त्वतिसर्जनं दानम् । संज्वलनकषायसहवर्तिनः पुरुषस्य प्राणिवधायुपरतिस्सरागसंयमः, आदिना संयमासंयमाकामनिर्जराबालतपोयोगा ग्राह्याः । अनात्यन्तिकीविरतिस्संयमासंयमः । विषयनिवृत्तिञ्चात्माभिप्रायेणाकुर्वतः पारतन्त्र्याद्भोगनिरोधोऽकामनिर्जरा । यथार्थप्रतिपत्त्यभावादज्ञानिनस्तपो बालतपः । लोकाभिमतनिरवद्यक्रियानुष्ठानं योगः । मनोवाक्कायैर्धर्मप्रणिधानात्क्रोधनिवृत्तिः शान्तिः । लोभतृष्णादिभिरुपरमश्शौचमित्येवं कारणैस्सद्वेद्यं भवतीति ॥
વેદનીયનું લક્ષણભાવાર્થ - સુખ-દુઃખના અનુભવમાં પ્રયોજક કર્મ, એ “વેદનીય છે. વિવેચન - સુખેત્તિ. જો કે વેદનીયત્વ એટલે અનુભવયોગ્યપણું અને તે સર્વ કર્મોનું છે, તો પણ પંકજ આદિ શબ્દની માફક આ વેદનીય શબ્દ, રૂઢિવિષયવાળો રૂઢ (વ્યુત્પત્તિ-એક જાતિની શબ્દશક્તિથી રહિત પરાવૃત્તિ અસહયોગરૂઢ=પરાવર્તન-પર્યાયનો અસહિષ્ણુ) હોઈ, સાતા-અસાતારૂપ જ કર્મ “વેદનીય કહેવાય છે. કેમ કે-શાસ્ત્રનો વ્યવહાર છે. એથી જ અનુભવપ્રયોજક એમ નહીં કહીને સુખ-દુઃખના અનુભવપ્રયોજક એમ કહ્યું છે.
અસાતવેદનીયના વિશેષ હેતુઓ-દુઃખ એટલે વિરોધી દ્રવ્યના સમાગમથી, ઇષ્ટના વિયોગથી, અનિષ્ટના સાંભળવાથી અને કઠોર સાંભળવાથી આત્માનો પીડારૂપ પરિણામ, એ દુઃખ છે. શોક એટલે ઉપકારી-બાંધવ આદિના સંબંધવિચ્છેદમાં વિશિષ્ટ વ્યાકુળતા-ગભરાટ, એ “શોક.'
તાપ એટલે નિંદા-તિરસ્કાર-કઠોર વચન આદિના શ્રવણના નિમિત્તથી જન્ય મલિન અંત:કરણવાળાનો તીવ્ર પશ્ચાત્તાપરૂપ પરિણામ, એ “તાપ.”
આકંદન એટલે પશ્ચાત્તાપથી જન્ય અગ્રુપાત-પ્રચુર વિલાપ, અંગવિકાર આદિથી અભિવ્યક્ત, એ આકંદન.' વધ એટલે પ્રાણીઓના પ્રાણોનો વિયોગ.
પરિદેવન એટલે સંક્લેશજનક, સ્વ-પર તરફથી ઉપકારની અભિલાષાવાળો અનુકંપાતુલ્ય, એ પરિદેવન'-દિલગીરી-આર્તનાદ.
જો કે શોક વગેરે સઘળા દુ:ખજાતીય જ છે, તો પણ જેમ “ગાય” એમ કહ્યું છતે, વિશેષ જ્ઞાન વગરના જીવમાં તેના પ્રતિપાદન માટે ખંડ-મુંડ-શુકલ આદિનું ગ્રહણ કરાય છે, તેમ “દુ:ખ' એમ કહ્યું છતે વિશેષ અજ્ઞાન હોવાથી કેટલાક વિશેષોના પ્રદર્શનથી તેના વિવેકની પ્રતિપત્તિ માટે શોક આદિનું વચન જાણવું. વળી આ દુઃખ આદિ, કદાચિત ક્રોધ આદિથી ઘેરાયેલો આત્મા, પોતાનામાં અને કદાચિત અધમર્ણ (દવાદાર)ના સમવાય (સમૂહ) હોયે છતે, તે સમુદાયના નિરોધમાં પરાયણ-ઉત્તમર્ણ-લેણદારની ભોજનક્રિયાના અભાવમાં બંને ઠેકાણે ભૂખે કરેલા દુ:ખ વગેરે સંભવે છે. આ બધા અશાતા વેદનીય વિશેષ હેતુઓ છે.