________________
६५४
तत्त्वन्यायविभाकरे
૦ ઉદયાવલિકા-ઉદયવાળી કે ઉદય વિનાની પ્રકૃતિઓની ઉદય સમયથી માંડી માત્ર આવલિકાવાળી સ્થિતિ ‘ઉદયાવલિકા' છે, એમ જાણવી.
૦ તે બધા અપવર્ત્તના વિષયરૂપ સ્થિતિવિશેષો, જ્યાં સુધી બંધાવલિકાહીન સંઘળી કર્મસ્થિતિ છે, ત્યાં સુધી મેળવાય છે.
૦ ઉદયાવલિકાની ઉપરની જે માત્ર સમયવાળી સ્થિતિ છે, તેના દલિકનું અપવર્તન કરતો, ઉદયાવલિકાના ઉપરના સમયન્યૂન બે વિભાગોનું અતિક્રમણ કરી નીચેના સમય અધિકવાળા ત્રીજા ભાગમાં નિક્ષેપ કરે છે-અપવર્તાય છે. આ જધન્ય નિક્ષેપ અને જધન્ય ‘અતીત્થાપના' કહેવાય છે.
૦ વળી જ્યારે ઉદયાવલિકાની ઉપરની બીજી સ્થિતિ અપવર્તનાનો વિષય બને છે, ત્યારે પૂર્વોક્ત પ્રમાણવાળી અતીસ્થાપના સમયથી અધિક બને છે અને નિક્ષેપ તો તેટલા પ્રમાણવાળો જ છે.
૦ આ પ્રમાણે અતીસ્થાપના સમયે સમયે ત્યાં સુધી વધારવી, કે જ્યાં સુધી આવલિકા પૂરાય છે અને નિક્ષેપ વિષયવાળી સ્થિતિઓની સમયથી અધિક આવલિકાનો ત્રીજો ભાગ જ અનુવર્તે છે. તે પછી અતીસ્થાપના સઘળે ઠેકાણે તેટલા પ્રમાણવાળી જ પ્રવર્તે છે.
૦ નિક્ષેપ તો જ્યાં સુધી બંધાવલિકા અતીત્થાપના-આવલિકારહિત અને અપવર્ત્તના વિષયરૂપ સ્થિતિ સમયરહિત સઘળીય કર્મસ્થિતિ વધે છે ત્યાં સુધી.
૦ આ પ્રમાણે નિર્વ્યાઘાતરૂપ અપવર્ઝના જાણવી.
૦ સવ્યાઘાત અપવર્તના, ઉર્દના અને અપવર્તનાનું પરસ્પર (સંયોગથી) અલ્પ-બહુપણું કર્મપ્રકૃતિ આદિ ગ્રંથોથી જાણવું.
એ પ્રમાણે અનુભાગના ઉર્જાના-અપવર્તના વગેરે પણ તે ગ્રંથોથી જ જાણવું.
૦ સ્થિતિ અને અનુભાગના આશ્રયભૂત ઉર્જાના અને અપવત્તના સંક્રમના ભેદરૂપ જ છે. આ પ્રમાણે વિસ્તારથી સર્યું.
सम्प्रत्युदीरणामाह -
अनुदितकर्मदलिकस्योदयावलिकाप्रवेशनिदानमात्मवीर्यमुदीरणा |२३|
अनुदितेति । येन योगसंज्ञकवीर्यविशेषेण कषायसहितेन तद्रहितेन वोदयावलिकाबहिर्वर्त्तिनीभ्यरस्थितिभ्यः परमाण्वात्मकं दलिकमपकृष्योदयावलिकायां प्रक्षिप्यते स एष वीर्यविशेष उदीरणेत्यर्थः । सापि प्रकृतिस्थित्यनुभागप्रदेशभेदतश्चतुर्धा । प्रत्येकमपि मूलोत्तरप्रकृतिविषयत्वाद्विविधम् । अष्टधा च मूलप्रकृतिविषया, बन्धनादीनां पृथगविवक्षितत्वे द्वाविंशत्यधिकशतमुदयसमकक्षतयोत्तरप्रकृतीनां भवति, पृथक् तद्विवक्षायान्तु अष्टपञ्चाशदधिक शतभेदास्तासाम् । ज्ञानावरणदर्शनावरणनामगोत्रान्तरायाणां मूलप्रकृतीनां अनादित्वं