________________
સૂત્ર - ૨૫, નવમ: વિસરા:
६३३ ૦ તે નામ અને ગોત્રના ભાગની વિશેષ અધિકતા તો નામ-ગોત્રનો સતત (નિરંતર) બંધ હોવાથી છે. ખરેખર, આયુષ્યકર્મ તો કદાચિત્ (એક વખત) બંધવાળું છે, તેથી અલ્પ દ્રવ્યવાળું છે.
૦ વળી જો કે જ્ઞાનાવરણ-દર્શનાવરણ-અંતરાયની અપેક્ષાએ મોહનીયકર્મનો ભાગ સંખ્યાતગુણી સ્થિતિવાળો હોઈ સંખ્યાતગુણપણું પ્રાપ્ત છે, વિશેષ અધિકપણું પ્રાપ્ત નથી. તો પણ કષાયરૂપી ચારિત્રમોહનીયકર્મ ચાલીશ (૪૦) કોટાકોટી સાગરોપમની સ્થિતિવાળું હોઈ, આ અપેક્ષાએ તે મોહનીયનો ભાગ વિશેષાધિક કહેલ છે.
૦ દર્શનમોહનીય દ્રવ્ય તો સર્વઘાતી હોઈ ચારિત્રમોહનીયના દળિયાં કરતાં અનંતમા ભાગમાં જ વર્તે છે, માટે તેથી કાંઈ વધતું નથી એમ સમજવું.
૦ ત્યાં અલ્પતર (અત્યંત અલ્પ) પ્રકૃતિના બંધવાળો=સર્વોત્કૃષ્ટ યોગના વ્યાપારવાળો પર્યાપ્તસંજ્ઞી જીવ ઉત્કૃષ્ટ પ્રદેશના બંધને કરે છે.
૦ બહુતર (અત્યંત બહુ) પ્રકૃતિના બંધને કરનારો, યોગની મંદતાવાળો, અપર્યાપ્તઅસંજ્ઞી જીવ જઘન્ય પ્રદેશના બંધને કરે છે.
૦ તેમજ પ્રદેશબંધ ઉત્કૃષ્ટ-અનુત્કૃષ્ટ-જઘન્ય-અજઘન્યના ભેદથી ચાર (૪) પ્રકારનો છે. (૧) ઉત્કૃષ્ટ પ્રદેશબંધ-સર્વથી બહુ કર્મસ્કંધો જયારે ગૃહિત થાય છે, ત્યારે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ છે.
(૨) અનુત્કૃષ્ટ પ્રદેશબંધ-તેમાંથી સ્કંધહાનિની અપેક્ષાએ જ્યાં સુધી સર્વથી થોડો કમસ્કંધ ગૃહિત થાય, ત્યાં સુધી સઘળોય “અનુત્કૃષ્ટ બંધ' કહેવાય છે.
(૩) જઘન્ય પ્રદેશબંધ-જ્યારે સર્વથી થોડા કર્મસ્કંધનું ગ્રહણ થાય, ત્યારે જઘન્ય પ્રદેશબંધ’ કહેવાય છે.
(૪) અજઘન્ય પ્રદેશબંધ-તેમાં તેના કરતાં એક સ્કંધની વૃદ્ધિની અપેક્ષાએ જ્યાં સુધી સર્વથી બહુ સ્કંધોનું ગ્રહણ થાય, ત્યાં સુધી સઘળો “અજઘન્ય પ્રદેશબંધ' કહેવાય છે.
ત્યાં જ્ઞાનાવરણ-દર્શનાવરણ-વેદનીય-નામ-ગોત્ર-અંતરાયરૂપ છ (૬) મૂળભૂત પ્રકૃતિઓમાં અનુત્કૃષ્ટ જ પ્રદેશબંધ સાદિ-અનાદિ-ધ્રુવ-અધૃવરૂપે ચાર (૪) પ્રકારનો છે.
૦ જ્ઞાનાવરણ આદિ છ (૬) પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ, સર્વોત્કૃષ્ટ યોગમાં વર્તતા સૂક્ષ્મસંપરાયવાળા ક્ષપક કે ઉપશમકમાં એક સમય સુધીનો કે બે સમય સુધીનો પ્રાપ્ત થાય છે, કેમ કે તે સૂક્ષ્મસંપરામાં મોહનીયકર્મનો અને આયુષ્યકર્મનો બંધ નથી. વળી અહીં સૂક્ષ્મસંપરામાં ઉત્કૃષ્ટ યોગથી જ ઉત્કૃષ્ટ પ્રદેશબંધનો લાભ છે. ઉત્કૃષ્ટ યોગના રહેવાના કાળનું માન તેટલું જ હોવાથી એક-બે સમયવાળા ઉત્કૃષ્ટ યોગનું ગ્રહણ કરેલ છે.
તથાચ ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરીને અને ઉપશાન્તમોહની અવસ્થા ઉપર ચડીને, ફરીથી પડીને, અથવા આ ઉત્કૃષ્ટ યોગથી જ પડીને જ્યારે ફરીથી અનુત્કૃષ્ટ પ્રદેશબંધને કરે છે, ત્યારે આ “સાદિ અનુત્કૃષ્ટ પ્રદેશબંધ’ કહેવાય છે.