________________
तत्त्वन्यायविभाकरे
૦ જેણે કદી આ સ્થાન (સૂક્ષ્મસંપરાયનું સ્થાન) પૂર્વે પ્રાપ્ત નથી કરેલ, એવા જીવોમાં “અનુત્કૃષ્ટ પ્રદેશબંધઅનાદિરૂપ છે, કેમ કે-નિરંતર અનુત્કૃષ્ટ પ્રદેશો બંધાતા છે.
૦ અભવ્ય જીવોમાં અનુત્કૃષ્ટ પ્રદેશબંધ ધ્રુવ છે. ભવ્ય જીવોમાં અનુત્કૃષ્ટ પ્રદેશબંધ અદ્ભવ છે. ઇતિ. જઘન્ય-અજઘન્ય-ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સાદિ અને અધુવના ભેદે બે પ્રકારનો છે.
(૧) સાદિ ઉત્કૃષ્ટ પ્રદેશબંધ-ઉપર કહેલ સૂક્ષ્મસંપરાયવાળો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સાદિ (આદિવાળો) છે, કેમ કે-તે પ્રથમપણાએ બંધાતો છે.
(૨) અધ્રુવ ઉત્કૃષ્ટ પ્રદેશબંધ-ઉપશાન્ત આદિ અવસ્થામાં ફરીથી અનુત્કૃષ્ટ બંધમાં જવામાં, તે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ અવશ્ય થતો નહિ હોવાથી અધુવ છે.
(૩-૪-૫-૬) જઘન્ય-અજઘન્ય-પ્રદેશબંધનું સાદિ અધુવરૂપે વર્ણન-જઘન્ય પ્રદેશબંધ-પૂર્વે કહેલ આ છ (૬) કર્મોનો જઘન્ય પ્રદેશબંધ, અપર્યાપ્તા-સર્વથી મંદ વીર્યની લબ્ધિવાળા સાત (૭) પ્રકારનો કરનાર, એવો સૂક્ષ્મ નિગોદમાં ભવના પ્રથમ સમયમાં મેળવાય છે, કેમ કે બીજા વગેરે રૂપ સમયમાં તે અસંખ્યાતગુણા વધેલા વીર્યથી આ (જીવનું-નિગોદીઆ જીવનું) વર્ધમાનપણું છે. બીજા વગેરે સમયોમાં આ સૂક્ષ્મ નિગોદવાળો જીવ પણ અજઘન્ય પ્રદેશબંધને કરે છે. વળી ફરીથી સંખ્યાતા કે અસંખ્યાતા કાળ બાદ, પૂર્વે કહેલ જઘન્ય યોગને પામી તે જ જીવ જઘન્ય પ્રદેશબંધને કરે છે, ફરીથી પણ અજઘન્યને બાંધે છે. આવી રીતે જઘન્ય-અજઘન્યરૂપ પ્રદેશબંધમાં સંસારમાં ફરતા પ્રાણીઓના બેય-સાદિ અને અધ્રુવ નામના ભેદો હોય છે.
૦ મોહનીયકર્મમાં અને આયુષ્યકર્મમાં ચાર (૪) પ્રકારના પ્રદેશબંધ પૈકી સાદિ-અધુવના ભેદે એ પ્રકારનો બંધ હોય છે.
૦ મિથ્યાદષ્ટિ કે સમ્યગ્દષ્ટિથી માંડી અનિવૃત્તિ બાદર પર્યન્ત સાત (૭) પ્રકારના બંધકાળમાં ઉત્કૃષ્ટ યોગમાં વર્તતો આત્મા મોહનીયના ઉત્કૃષ્ટ પ્રદેશબંધને કરે છે. વળી ફરીથી અનુત્કૃષ્ટ યોગને પામી અનુત્કૃષ્ટ પ્રદેશબંધને કરે છે. ફરીથી ઉત્કૃષ્ટને અને તે પછી ફરીથી અનુત્કૃષ્ટને કરે છે. આવી રીતે ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ પ્રદેશમાં સંસારમાં ફરતા જંતુઓને બે પણ-સાદિ અને અધુવ બંધ થાય છે.
વળી જઘન્ય-અજઘન્ય નામક આ પ્રદેશબંધ તો સૂક્ષ્મ નિગોદ આદિમાં સંસારમાં (ફરતા) જીવોમાં છ (૬) કર્મોના નિરૂપણમાં ઉપર જ હમણાં વિચારી ગયા તેની માફક અહીં પણ વિચારવા,
૦ આયુષ્યકર્મ તો અધુવબંધી હોવાથી જ, તે આયુષ્યકર્મનો પ્રદેશબંધ ઉત્કૃષ્ટ આદિ ચાર ભેદવાળો પણ સાદિ અને અધુવરૂપે જ બે ભેદવાળો થાય છે. ઇતિ. આવા રૂપે કર્મપુદ્ગલોનું જ પ્રકૃતિ-સ્થિતિ-રસની અપેક્ષા વગરનું દળિયાની સંખ્યાની પ્રધાનતાએ જ જે ગ્રહણ કરે છે, તે પ્રદેશબંધ જાણવો.
૦ ત્યાં પ્રકૃતિરૂપ કાર્ય અને પ્રદેશરૂપ કાર્ય પ્રત્યે યોગ(રૂપ)સ્થાનો કારણ છે, વિશિષ્ટ સ્થિતિરૂપ કાર્ય પ્રત્યે સ્થિતિબંધના અધ્યવસાયસ્થાનો કારણ છે, અનુભાગ0ાનરૂપ કાર્ય પ્રત્યે અનુભાગબંધના અધ્યવસાય સ્થાનો કારણ છે, તેમજ પ્રકૃતિબંધ અને પ્રદેશબંધરૂપ કાર્ય પ્રત્યે યોગ જ પ્રધાન કારણ છે; કેમ કે-મિથ્યાત્વ