________________
६३२
तत्त्वन्यायविभाकरे
सम्परायेषु कषाययोगाभ्यां, उपशान्तमोहक्षीणमोहसयोगिषु योगेन यथायोगं बध्नाति । इति मूलप्रकृत्याश्रयेण सामान्येन बन्धा उक्ताः, उत्तरप्रकृत्याश्रयेण तु कर्मप्रकृत्यादितोऽवसेया इति વિમ્ II
- હવે પ્રદેશબંધને કહે છે- -- -- ભાવાર્થ - પ્રકૃતિ-સ્થિતિ-રસરૂપ ત્રણની અપેક્ષા વગર દળિયાની સંખ્યાની પ્રધાનતાથી કર્મપુદ્ગલોનું ગ્રહણ, તે “પ્રદેશબંધ' કહેવાય છે.
વિવેચન - ત્યાં અષ્ટ પ્રકારના કર્મને બાંધનારે, વિચિત્રતાગર્ભિત-એક અધ્યવસાય વડે ગ્રહણ કરેલા દળિયાના આઠ (૮) ભાગો થાય છે. સાત પ્રકારના બંધના સાત (૭) ભાગો, છ (૬) પ્રકારના બંધના છ (૬) ભાગો અને એક પ્રકારના બંધકને એક ભાગ છે, એમ દલિકોના દળિયાના પ્રદેશોના ભાગો છે.
૦ ખરેખર, ત્યાં જીવ જ્યારે આયુષ્યના બંધકાળમાં અષ્ટ(૮)વિધ બંધક થાય છે, ત્યારે બાકીના કર્મોની સ્થિતિની અપેક્ષાએ આયુષ્ય અલ્પ સ્થિતિવાળું હોવાથી, ગ્રહણ કરેલા તે અનંત સ્કંધસ્વરૂપી કર્મદ્રવ્યનો સર્વથી થોડો ભાગ આયુષ્યનો હોય છે-આયપણે પરિણમે છે.
છે તેના કરતાં આયુષ્યના ભાગની અપેક્ષાએ નામ અને ગોત્રોનો વિશેષાધિક ભાગ છે. સ્વસ્થાનમાં સમાન સ્થિતિવાળા હોઈ નામ અને ગોત્રનો તુલ્ય (સમાન) અંશ-ભાગ છે.
૦તેના કરતાં નામ અને ગોત્રની અપેક્ષાએ જ્ઞાનાવરણ-દર્શનાવરણ-અંતરાયનો ભાગ વિશેષાધિક છે. પોતાના સ્થાનમાં સમાન સ્થિતિવાળા હોઈ ત્રણેયનો ભાગ તુલ્ય છે.
૦ જ્ઞાનાવરણ-દર્શનાવરણ-અંતરાયની અપેક્ષાએ મોહનીયમાં વિશેષાધિક ભાગ છે.
૦ તેના કરતાં વેદનીયનો સર્વથી વિશેષાધિક છે. અહીં એવો પ્રશ્ન થાય છે કે-વેદનીયકર્મની સ્થિતિ તો અલ્પ છે પણ ભાગ તે સર્વથી વિશેષાધિક છે. ત્યાં શું કારણ છે? તેના જવાબમાં કહેવાય છે કે સુખ અને દુઃખને પેદા કરવાનું સ્વભાવવાળું વેદનીયકર્મ છે. વળી તે વેદનીયકર્મપણે પરિણમેલા પુદ્ગલો સ્વભાવથી પ્રચૂર-પુષ્કળ હોતા જ સુખ-દુઃખરૂપ પોતાના કાર્યને પ્રગટ કરવા સમર્થ થાય છે. બાકીના કર્મપુદ્ગલો તો સ્વલ્પ પણ પોતાના કાર્યને કરે છે. વળી પ્રત્યક્ષ સિદ્ધ છે કે-પુદ્ગલોના પોતાના કાર્યને પેદા કરવામાં અલ્પબહુત્વે કરેલ સામર્થ્યની વિચિત્રતા છે. જેમ કે-થોડું પણ ઝેર (વિષ) મારવા આદિ કાર્ય કરે છે. પરંતુ ઢેફાં વગેરે પ્રચૂર-પુષ્કળ દ્રવ્ય તે કાર્ય કરે છે, એમ અહીં પણ ઘટના કરી લેવી.
૦ વેદનીયકર્મ સિવાય બાકીના કર્મોના ભાગની હીનતા અને અધિકતામાં વિશિષ્ટ સ્થિતિ એ જ મૂળ કારણ છે. જેમ કે-નામ-ગોત્ર આદિની આયુષ્ય આદિની અપેક્ષાએ સ્થિતિના અધિકપણામાં નામ-ગોત્રના ભાગની અધિકતા છે અને હીનતામાં હીનતા છે.
૦ જો કે સ્થિતિના અનુરોધથી (અનુસારે) ભાગ થતો છે. આયુષ્યની અપેક્ષાએ નામ-ગોત્રનો ભાગ સંખ્યાતગુણો થાય, તો પણ ગતિ આદિ સમસ્ત કર્મલાપ આયુષ્યના ઉદયરૂપી મૂળવાળા હોઈ, આયુષ્યની પ્રધાનતા હોવાથી તે આયુષ્ય બહુ પુદ્ગલ દ્રવ્યવાળું છે.