________________
સૂત્ર - ૨૧, નવમ: નિ:
६१९
આદિ છે, કેમ કે-આત્માને આઠ પ્રકારના કર્મની સાથે જોડે છે. અથવા (૧) મન-વચન-કાયાના પ્રવર્તક (પ્રવૃત્તિમાં હેતુભૂત) દ્રવ્યો અને (૨) મન-વચન-કાયાના પરિસ્કંદરૂપ યોગ, એ ‘દ્રવ્યયોગ’ છે.
આ બે યોગના હેતુરૂપ અધ્યવસાય, એ ‘ભાવયોગ’ છે. ત્યાં દ્રવ્યયોગ શુભ-અશુભ-શુભાશુભ ભેદે હોય છે. વ્યવહારનય માત્રની અપેક્ષાએ વિધિનું ઉલ્લંઘન કરી દાનાદિ દેવાના ચિંતનરૂપ મનોરથોરૂપી મનોયોગ, તેમજ દાન આદિ ધર્મના ઉપદેશરૂપ વચનયોગ, તેવી જ રીતે શ્રી જિનપૂજા-વંદન આદિરૂપ કાયપરિસ્કંદ કિયારૂપ કાયયોગ ‘શુભાશુભ’ રૂપ મિશ્ર થાય છે. ભાવયોગ તો શુભ અથવા અશુભરૂપ થાય છે, શુભાશુભરૂપ મિશ્રભાવયોગ થતો નથી, કેમ કે-આગમમાં ત્રીજું (૩) શુભાશુભરૂપ અધ્યવસાયનું સ્થાન કહેલ નથી. તે કારણથી જ યોગો ઉપયોગવગરના(પ્રમત) જીવમાં કર્મના બંધ માટે થાય છે અને ઉપયોગવાળા (અપ્રમત) જીવમાં કર્મની નિર્જરા કરનારા થાય છે.
૦ આ યોગ સ્વરૂપની અપેક્ષાએ એક હોવા છતાં મન-વચન-કાયારૂપ સહકારીઓના ભેદથી ત્રણ પ્રકારનો છે.
(૧) મનરૂપી કરણ વડે યોગ (વ્યાપા૨) મનોયોગ, (૨) વચનરૂપી કરણ વડે યોગ વચનયોગ અને (૩) કાયારૂપી કરણ વડે યોગ કલ્પયોગ, એમ સમજવું.
૦ તે વીર્યયોગ, વીર્યાન્તરાયકર્મના ક્ષય કે ક્ષયોપશમથી પેદા થયેલ વિશિષ્ટ લબ્ધિરૂપ નિમિત્તજન્ય અભિસંધિ (ઇચ્છા) કે અનભિસંધિ (અનિચ્છા) પૂર્વક હોઈ, ‘સકરણ' ‘અને અકરણ’ હોય છે.
૦ અકરણ વીર્યયોગ એટલે ત્યાં લેશ્યા વગરના, સમસ્ત જ્ઞેય-દશ્યરૂપ અર્થ માત્રમાં કેવલજ્ઞાન અને કેવલદર્શનરૂપી ઉપયોગવાળા કેવલીને જે આ અપરિસ્કંદ (નિષ્ક્રિય) અપ્રતિહત-વિશિષ્ટ વીર્ય છે, તે ‘અકરણ’ કહેવાય છે. તેનો અહીં અધિકાર નથી, કેમ કે-વીર્યાન્તરાયના ક્ષયોપશમજન્ય વિશિષ્ટ વીર્યરૂપ જ કર્મની સાથે સંબંધ કરાવનાર એવા સકરણ વીર્યયોગનો અધિકાર છે. (૧) ત્યાં ઔદારિક આદિ શરીરવાળા આત્માનો વિશિષ્ટ વીર્યપરિણામ, એ ‘કાયયોગ’ છે. (૨) ઔદારિક-વૈક્રિય-આહારક શરીરના વ્યાપારથી ગ્રહણ કરેલ વચન દ્રવ્યોના સમુદાયની સહાયથી જે જીવનો વ્યાપાર, એ ‘વાગ્યોગ’ છે. (૩) મનરૂપી કરણની સાથે જોડાયેલ જીવનો યોગ-જીવપર્યાય, દુર્બળ (નિર્બળ)ને લાકડીની માફક સહાય કરનારો, ‘એ મનોયોગ' છે.
૦ તે આ મનનો વ્યાપાર અને વચનનો વ્યાપાર પ્રત્યેક સત્ય-અસત્ય-સત્યાસત્ય-અસત્યાકૃષાના ભેદથી ચાર પ્રકારનો હોઈ, બંનેને મેળવવાથી આઠ (૮) પ્રકારનો મન-વચનજન્ય યોગ છે.
૦ અહીં મિશ્રનો અર્થ સત્યમૃષારૂપ અને વ્યવહાર એટલે અસત્યામૃષારૂપ છે.
૦ કાયયોગના ભેદને કહે છે. ત્યાં શુદ્ધ ઔદારિક-વૈક્રિય-આહારક-કાર્યણ શબ્દોની વ્યાખ્યા (વિવેચન) પૂર્વે કરેલ છે.
ઔદારિક મિશ્ર-ઔદારિક જ અપરિપૂર્ણ મિશ્ર કહેવાય છે. જેમ કે-ગોળથી મિશ્રિત દહીં, દહીં પણ ન કહેવાય અને ગોળ પણ ન કહેવાય, પણ મિશ્ર કહેવાય છે; કેમ કે-બંને અપૂર્ણ છે. તેવી રીતે અહીં પણ