________________
६२०
तत्त्वन्यायविभाकरे
ઔદારિકમિશ્ર ઔદારિકરૂપે કાર્યણરૂપે કહેવાતા નથી પરંતુ મિશ્રરૂપે કહેવાય છે. એ પ્રમાણે વૈક્રિયમિશ્ર અને આહારકમિશ્ર પણ સમજવા. અથવા શુદ્ધ (એકલા) ઔદારિક વગેરે યોગો પર્યાપ્ત અવસ્થાવાળાને અને મિશ્રયોગો અપર્યાપ્ત અવસ્થાવાળાને હોય છે, એમ જાણવું.
૦ ત્યાં ઉત્પત્તિમાં ઔદારિક કાય, કાર્મણ સાથે અને ઔદારિક શરીરવાળાને વૈક્રિય કરવાના અને આહારક કરવાના કાળમાં વૈક્રિય આહારકની સાથે મિશ્ર થાય છે, એમ ઔદારિકમિશ્ર જાણવો.
૦ દેવ આદિની ઉત્પત્તિમાં કામણની સાથે વૈક્રિયમિશ્ર અને વૈક્રિય કરનારને ઔદારિક પ્રવેશના કાળમાં ઔદારિકની સાથે વૈક્રિયમિશ્ર થાય છે.
૦ આહારકમિશ્ર તો, આહારક કાયના કાર્યને સાધનાર, ફરીથી ઔદારિકના પ્રવેશમાં ઔદારિકની સાથે આહારકમિશ્ર થાય છે.
૦ કર્મયોગ તો વિગ્રહગતિમાં (અંતરાલગતિમાં-વક્રગતિમાં) અને કેવલી સમુદ્ધાતમાં હોય છે.
આ યોગોથી જન્ય વ્યાપારો સાત (૭) કાયના વ્યાપારો છે. એમ મળીને પંદર (૧૫) યોગો થાય છેહોય છે.
શંકા - મન-વચનના યોગો કાયયોગના ભેદો જ છે, કેમ કે-શરીરધારીઓની કોઈ પણ અવસ્થામાં કાયયોગનો અભાવ નથી. શરીર વગરના શરીરીઓમાં જ કાયયોગના અભાવનો સ્વીકાર છે. તો મનવચનના યોગો તે કાયયોગથી જુદા નથી ને?
સમાધાન - એક જ કાયયોગના ઉપાધિ(વિશેષણ-ધર્મ-વિષય આદિ રૂપ ઉપાધિ)ના ભેદથી તથા પ્રકારનો વ્યવહાર છે. તે આવી રીતે-જેમ કે-જે કાયયોગ વડે મન-વચનના દ્રવ્યોનું ગ્રહણ કરે છે, તે કાયયોગ.” જે સંદર્ભ (જે કાયયોગની વેગવિશિષ્ટ ક્રિયા) વડે વચનના દ્રવ્યોને મૂકે છે, તે “વાયોગ.” જેના વડે મનના દ્રવ્યોને ચિંતનમાં ઉપયોગ કરે છે, તે “મનોયોગ.”
શંકા - જો આમ છે, તો મન-વચનના યોગો કાયયોગરૂપ જ થયા, કેમ કે-કાયાથી જ મન-વચનના દ્રવ્યોનું ગ્રહણ છે. જેમ પ્રાણાપાન (શ્વાસોશ્વાસ) તથાપિ શ્વાસોશ્વાસરૂપ વ્યાપાર કાયા વડે જ તેના દ્રવ્યના ગ્રહણથી કાયિક ભોગથી ભિન્ન થતો નથી, તેમ મન-વચનના બે યોગો પણ જાણવા. જો આમ ન માનો, તો પ્રાણાપાનયોગ પણ બીજા (ચોથા) યોગ તરીકે જાય ! આ તો ઇષ્ટ નથી. તેથી શ્વાસોશ્વાસ કાયયોગરૂપ છે. તેની માફક મન-વચનયોગ પણ કાયયોગરૂપ છે ને? તથાચ મન-વચન-યોગની માફક પ્રાણાપાન વ્યાપાર કેમ રહ્યો નથી ? કેમ કે-કાયયોગ કરતાં પ્રાણાપાન વ્યાપારમાં ભેદ નથી. જો કાયયોગ કરતાં પ્રાણાપાન વ્યાપારમાં ભેદ નથી માટે જુદો કહ્યો નથી, તો ઉપાધિભેદથી પણ તે મન-વચનરૂપ બે યોગો તેમજ હોઈ જુદા ન કહેવા જોઈએ. અન્યથા જો એમ ન માનો, તો ઉપાધિભેદથી મન-વચન-કાય-પ્રાણાપાનરૂપ (૪) ચાર યોગો જ કહેવા વ્યાજબી છે ને?
સમાધાન - લોકમાં અને લોકોત્તરમાં રૂઢ બનેલ વ્યવહારની સિદ્ધિઓ માટે તે મન-વચનરૂપ બે યોગો કહેલ છે. ખરેખર, લોકમાં કાયાના વ્યાપારથી ભિન્નરૂપે વચનનો વ્યાપાર અને મનનો વ્યાપાર સ્પષ્ટપણે દેખાય છે. જેમ કે-વાણીનો. સ્વાધ્યાયનું આચરણ-પરને પ્રતિબોધનું દાન વગેરે વ્યાપાર છે અને મનનો