________________
६१८
तत्त्वन्यायविभाकरे व्यापारवत्तौ पृथग् न वाच्यावुपाधिभेदेनापि, उपाधिभेदेन योगचतुष्टयस्यैव वक्तव्यत्वौचित्यादितिवाच्यम् लोकलोकोत्तररूढस्य व्यवहारस्य सिद्ध्यर्थं तयोरेवोक्तत्वात् कायव्यापारातिरिक्ततया हि वाग्व्यापारो मनोव्यापारश्च स्पष्टतया दृश्यते लोके, यथा वाचः स्वाध्यायाचरणं परप्रबोधनादिकं मनसश्च धर्मध्यानादिकं व्यापारः, नैवं प्राणापानयोस्तयो स्तनुयोगान्तर्वर्तितयैव व्यवहारात् न च जीवयत्यसाविति प्रतीतिजननादिकं प्राणापानफलमस्तीति वाच्यम्, एवंविधप्रयोजनमात्रस्य सर्वत्र विद्यमानत्वेन धावनवल्गनादिव्यापाराणामपि योगत्वप्रसङ्गात् तस्माद्विशिष्टव्यवहाराङ्गभूतपरप्रत्ययनादिफलत्वाद् वाङ्मनोयोगावेव पृथग्वाच्यौ तदेवं तनुयोगो वाङ्निसर्गविषये व्याप्रियमाणो वाग्योगो मनने व्याप्रियमाणो मनोयोगो भवति वाग्विषयो योगो वाग्योगः मनोविषयो योगो मनोयोग इति व्युत्पत्तेः । यद्वा काययोगगृहीतवाग्द्रव्यसमूहसाचिव्यात्तन्निसर्गार्थं यो जीवव्यापारविशेषस्स वाग्योगो वाचा सहकारिकारणभूतया जीवस्य योगो वाग्योग इति व्युत्पत्तेः, काययोगगृहीतमनोद्रव्यसमूहसहकारेण वस्तुचिन्तनाय योऽयं जीवस्य व्यापारः स मनोयोगो मनसा सहकारिकारणभूतेन जीवस्य योगो मनोयोग इति व्युत्पत्तेः, अस्मिन् पक्षे च मनोवाग्योगौ काययोगाद्भिन्नावेव, वाङ्मनोद्रव्यनिसर्गचिन्तनादिकाले सतोऽपि काययोगस्याविवक्षणादितिदिक् ॥
ચોથા યોગને કહે છેભાવાર્થ - યોગ એટલે મન-વચન-કાયાનો વ્યાપાર. ત્યાં સત્ય-અસત્ય-મિશ્રવ્યવહારના વિષયવાળા મન અને વચનના વ્યાપારો આઠ (૮) છે, તેમજ ઔદારિક-ઔદારિકમિશ્ર-વૈક્રિય-વૈક્રિયમિશ્ર-આહારકઆહારકમિશ્ર અને કાર્મણશરીરથી જન્ય વ્યાપારો સાત (૭) છે. એવી રીતે પંદર યોગો છે.
વિવેચન - જેના વડે જોડાય તે યોગ કહેવાય છે, એ વ્યુત્પત્તિજન્ય અર્થ છે. ત્યાં જો કે બંધમાં (બાંધવામાં) ઈષ્ટ અને નહિ મળેલ વસ્તુની પ્રાપ્તિમાં, મેળવવામાં, સંયોગમાં, શબ્દ આદિના પ્રયોગમાં, સમુદાય શબ્દના અવયવ અર્થની સાથે સંબંધમાં, દ્રવ્યથી બાહ્ય એવા મન-વચન-કાયાના વ્યાપારમાં અને ભાવથી વિશિષ્ટ અધ્યવસાયમાં યોગ શબ્દ પ્રવર્તે છે. તો પણ પ્રકૃતિમાં ઉપયોગી એવા તે યોગના અર્થને સૂચવવા માટે મન-વચન-કાયાનો વ્યાપાર વિવક્ષિત છે. આ યોગ બે પ્રકારનો છે. એક દ્રવ્યયોગ અને બીજો ભાવયોગ.
૦ જીવે નહીં ગ્રહણ કરેલા અથવા ગ્રહણ કરેલા સ્વવ્યાપારની પ્રવૃત્તિના નહીં વિષય બનેલા મન-વચન આદિના દ્રવ્યો ‘દ્રવ્યયોગ' કહેવાય છે. જીવનો વિશિષ્ટ પરિણામ વીર્ય-સ્થાન આદિ શબ્દથી વાચ્ય 'भावयोग' डेवाय छे.
આ ભાવયોગ પણ પ્રશસ્ત અને અપ્રશસ્ત ભેદથી બે પ્રકારનો છે. (૧) ત્યાં પ્રશસ્ત ભાવયોગ સમ્યકત્વ આદિ છે, કેમ કે-આત્માને અપવર્ગ-મોક્ષની સાથે જોડનાર છે. (૨) અપ્રશસ્ત ભાવયોગ મિથ્યાત્વ