________________
સૂત્ર - ૭૦-૮૦, સનમ: શિર :
५२७
(૨૬) સંજ્ઞાદ્વારભાવાર્થ - સામાયિક-છેદો પસ્થાપનીય-પરિહારવિશુદ્ધિકો સંજ્ઞોપયુક્ત અને નોસંજ્ઞોપયુક્ત હોય છે. સંજ્ઞોપયુક્ત એટલે આહાર આદિમાં આસક્ત, નોસંજ્ઞોપયુક્ત એટલે આહાર આદિમાં આસકિત વગરના કહેવાય છે. સૂક્ષ્મસંપરાય સંયત અને યથાખ્યાત સંયતો તો આહાર આદિ કરનારાઓ છતાં આહાર આદિમાં આસકિત વગરના હોય છે.
વિવેચન - જેના વડે જીવ જણાય છે તે સંજ્ઞા, વેદનીય-મોહનીયના ઉદયને આશ્રિત અને જ્ઞાનાવરણદર્શનાવરણના ક્ષયોપશમને આશ્રિત, કિંચિત આહાર આદિની અભિલાષા આદિરૂપ ક્રિયા; અને તે સંજ્ઞા ઉપાધિના ભેદરૂપ આહાર-ભય-પરિગ્રહમૈથુન-ક્રોધ-માન-માયા-લોભ-ઘ-લોકરૂપ ઉપાધિના ભેદથી દશ (૧૦) પ્રકારની છે.
ત્યાં આહારસંજ્ઞા વેદનીયકર્મના ઉદયથી થાય છે. ભય-પરિગ્રહ-મૈથુન-ક્રોધ-માન-માયા-લોભરૂપ. સંજ્ઞાઓ મોહનીયકર્મના ઉદયથી થાય છે. ઓઘસંજ્ઞા જ્ઞાનાવરણીયના અલ્પ ક્ષયોપશમથી થાય છે. લોક એટલે સ્વચ્છંદ પરિકલ્પિત વિકલ્પરૂપ છે. લોકસંજ્ઞા જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી અને મોહનીયકર્મના ઉદયથી થાય છે.]
સામાયિક ઇતિ=સામાયિક આદિ ત્રણ સંજ્ઞોપયુક્તા=આહાર આદિમાં આસક્ત હોય છે, કેમ કેવેદનીય અને મોહનીયના ઉદય આદિ રૂપ નિમિત્તનો સદ્ભાવ છે.
નોસંજ્ઞોપયુક્તા=આહાર આદિમાં આસક્ત વગરના છે, કેમ કે-સંસારના નિમિત્તોના ઉપશમનો પ્રભાવ છે.
૦ “સરાગપણામાં અનાસકિતનો સર્વથા અભાવ છે'-એવા નિયમનો અભાવ છે.
નોસંશોપયુક્તા” ઈતિ=જ્ઞાનની પ્રધાનતા વિશિષ્ટ ઉપયોગવાળાઓ, આહાર આદિના ઉપયોગમાં પણ તે આહાર આદિમાં અનાસક્ત હોય છે, કેમ કે-રાગરહિતપણું છે.
आहारकद्वारमाह
आहारकद्वारे-सामायिकाश्चत्वार आहारका एव, यथाख्यातस्त्रयोदशगुणस्थानं यावदाहारकश्चतुर्दशगुणस्थाने केवलिसमुद्धाततृतीयचतुर्थपञ्चमसमयेष्वनाहारक इति ८०।
आहारकद्वार इति । औदारिकवैक्रियाहारकपुद्गलादानमाहारस्तं करोतीत्याहारकः । तत्तद्भवयोग्यपुद्गलादानस्यावश्यकत्वात्सामायिकादीनामाहारकत्वमेवेत्यभिप्रायेणाह सामायिका इति, सामायिकत्वादिविशिष्टा इत्यर्थः, यथाख्यातस्सयोग्यन्तमाहारक एवेत्याह यथाख्यात इति । अष्टसामयिके समुद्धाते तृतीयचतुर्थपञ्चमसमयेषु केवलकार्मणयोगयुतत्वेनाहारग्रहणासम्भवादनाहारकः, अयोगिनश्शैलेश्यवस्थायां हूस्वपञ्चस्वरोच्चारणप्रमाणमात्रमानायाञ्च तथेति भावः ॥