________________
५२८
तत्त्वन्यायविभाकरे
(૨૭) આહારકારભાવાર્થ - સામાયિક આદિ ચાર સંતો આહારક-આહાર કરનારા જ છે. યથાખ્યાત સંયત તેર(૧૩)માં ગુણસ્થાનક સુધી આહારક છે અને ચૌદ(૧૪)માં ગુણસ્થાનમાં કેવલિસમુદ્યાતના-ત્રીજાચોથા-પાંચમા સમયમાં અનાહારક છે.
વિવેચન - ઔદારિક-વૈક્રિય-આહારક શરીરોના પુદ્ગલોનું ગ્રહણ “આહાર’ કહેવાય છે. તે આહારને કરે છે એટલે “આહારક' કહેવાય છે. તે તે ભવને યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ આવશ્યક હોવાથી સામાયિક આદિનું આહારકપણું જ છે.
૦ સામાયિત્વ આદિ વિશિષ્ટ સામાયિક આદિ ચાર સયતો આહારક જ છે. ૦ યથાખ્યાત સંયત સયોગીકેવળી સુધી આહારક જ છે.
૦ આઠ (૮) સમયવાળા કેવલિસમુદ્ધાતમાં ત્રીજા-ચોથા-પાંચમા સમયમાં કેવળ કાર્મહયોગથી સહિતપણું હોવાથી, આહારગ્રહણનો અસંભવ હોવાથી, ચૌદ (૧૪)માં ગુણસ્થાનમાં યથાખ્યાત સંયત અનાહારક છે. અયોગીની પાંચ (૫) હ્રસ્વસ્વરના ઉચ્ચારણ માત્ર પ્રમાણના માનવાળી શૈલેશીરૂપ અવસ્થામાં “અનાહારક' કહેવાય છે.
भवद्वारमाह
भवद्वारे-सामायिको जघन्यतः एकं भवमुत्कृष्टतोऽष्टौ भवान् गृह्णीयात् । एवं छेदोपस्थापनीयोऽपि । परिहारविशुद्धिको जघन्यत एकमुत्कृष्टतस्त्रीन् । एवं यथाख्यातं યાવિતિ ૮૨.
भवद्वार इति । सामायिक उत्कृष्टपरिणामतो यदि क्षपकश्रेणिमारोहेत्तदा तस्मिन्नेव भवे सिद्ध्यतीत्याह जघन्यत इति । यदि तु श्रेणिमनारूढो जघन्येन सामायिकचारित्रं स्पृशेत्तदाऽऽष्टौ भवग्रहणानि तस्य स्युरित्याशयेनाहोत्कृष्टत इति । जघन्यत एकमिति, परिहारविशुद्धिकस्तत्त्वं विहाय छेदोपस्थापनीयत्वमवाप्य विशुद्धिविशेषेण क्षपकश्रेणिमारोहति चेत्तदेदमिति भावः । देवलोकगमनञ्चेद्भवेत्तदा मनुष्यो भूत्वा तेनैव भवेन सिद्ध्यतीत्याशयेनाहोत्कृष्टतस्त्रीनिति । एवमिति यथाख्यातस्तु तद्भाव एव मृत्वाऽनुत्तरदेवत्वविशेषमाप्य पुनर्मनुष्यो भूत्वा यदि सिद्धयेत्तदा भवत्रयं बोध्यम् ॥
(૨૮) ભવદ્વારભવાર્થ – સામાયિક સંયત જઘન્યથી એક ભવને ગ્રહણ કરે છે અને ઉત્કૃષ્ટથી આઠ (૮) ભવોને ગ્રહણ કરે છે. એ પ્રમાણે છેદો પસ્થાપનીય સંયત પણ સમજવો. પરિહારવિશુદ્ધિક સંયત જઘન્યથી એક ભવને અને ઉત્કૃષ્ટથી ત્રણ ભવોને ગ્રહણ કરે છે. આ પ્રમાણે યથાખ્યાત સુધી સમજવું. ઇતિ.