________________
तत्त्वन्यायविभाकरे
(૨૦) લેશ્યાદ્વાર
ભાવાર્થ - સામાયિક-છેદોપસ્થાપનીય સંયતો છ (૬) પ્રકારની લેશ્યાવાળા છે, પરિહારવિશુદ્ધિક સંયત ત્રણ (૩) શુભ લેશ્યાવાળો છે, સૂક્ષ્મસં૫રાય સંયત માત્ર (કેવલ) શુકલલેશ્યાવાળો છે, યથાખ્યાત સંયત તો ૫૨મ શુકલલેશ્યાવાળો છે અને ચૌદ (૧૪)મા ગુણસ્થાનમાં તો યથાખ્યાત સંયત લેશ્યા વગરનો છે. ઇતિ. વિવેચન – કૃષ્ણ-નીલ વગેરે દ્રવ્યોના સાન્નિધ્યથી જન્ય જીવનો વિશિષ્ટ પરિણામ-અધ્યવસાય ‘લેશ્યા’ કહેવાય છે.
५१८
૦ આ લેશ્યા યોગના નિમિત્તથી જન્ય છે, કેમ કે-યોગની સાથે લેશ્માનું અન્વય-વ્યતિરેકનું અનુવિધાન છે. (યોગ હોવે છતે લેશ્યા છે, એમ અન્વય અને યોગના અભાવમાં લેશ્યાનો અભાવ છે, એમ વ્યતિરેકનું અનુવિધાન છે.) ત્યાં પણ યોગવૃત્તિ દ્રવ્યરૂપ છે, પરંતુ યોગમાં નિમિત્ત કર્મદ્રવ્યસ્વરૂપ લેશ્યા નથી, કેમ કેયોગ નિમિત્ત કર્મો ઘાતી કે અઘાતીરૂપ છે. વળી ત્યાં જો ઘાતીસ્વરૂપ લેશ્યા માનવામાં આવે, તો સયોગી (કેવલી) યથાખ્યાત સંયતમાં પરમ શુકલલેશ્યાનો અભાવનો પ્રસંગ આવી જાય ! જો અઘાતીકર્મસ્વરૂપ લેશ્યા માનવામાં આવે, તો ચૌદ(૧૪)મા ગુણસ્થાનકવર્તી યથાખ્યાત સંયતમાં લેશ્યાની વિદ્યમાનતાનો પ્રસંગ આવી જાય ! અર્થાત્ અયોગીમાં યોગજન્ય પરિણામનો અભાવ હોવાથી લેશ્મારૂપ પરિણામનો અભાવ છે, માટે યોગજન્ય પરિણામ જ ‘લેશ્યા’ કહેવાય છે.
૦ વળી યોગમાં વૃત્તિ હોઈ, આ લેશ્યાનું કષાયોના ઉદયમાં ઉપબૃહક-ઉત્તેજકપણું છે અને અનુભાગરસમાં હેતુપણું છે. આ ‘ભાવલેશ્યા’ સમજવી.
૦ દ્રવ્યલેશ્યા તો કૃષ્ણ વગેરે દ્રવ્યરૂપ છે અને તે કૃષ્ણ-નીલ-કાપોત-તેજઃ-પદ્મ-શુકલના ભેદથી (૬) છ પ્રકારની છે.
૦ કૃષ્ણદ્રવ્યના સંબંધથી જન્ય અવિશુદ્ધ પરિણામ ‘કૃષ્ણલેશ્યા’ કહેવાય છે. એ પ્રમાણે નીલદ્રવ્યથી જન્ય નીલલેશ્યા, નીલલોહિતદ્રવ્યજન્ય કાપોતલેશ્યા, લોહિતદ્રવ્યજન્ય તેજોલેશ્યા, પીતદ્રવ્યજન્ય પદ્મલેશ્યા, શુકલદ્રવ્યજન્ય શુકલલેશ્યા, એમ છ દ્રવ્યલેશ્યાઓ વિચારવી.
કૃષ્ણ-નીલ-કાપોતલેશ્યાઓ અશુભ છે. તેજઃ-પદ્મ-શુકલલેશ્યાઓ શુભ છે.
૦ સામાયિક-છેદોપસ્થાપનીય સંયતો છ (૬) પ્રકારની લેશ્યાવાળાઓ છે. અહીં સકષાયની અપેક્ષાએ આ કથન છે.
૦ પરિહારવિશુદ્ધિક-તેજઃ-પદ્મ-શુકલરૂપ શુભ ત્રણ (૩) લેશ્યાવાળો છે.
પૂર્વપ્રતિપન્ન પરિહારવિશુદ્ધિક તો સઘળી લેશ્યાઓમાં પણ કથંચિત્ (અપેક્ષાએ) હોય છે. ત્યાં પણ અત્યંત સંકિલષ્ટ (નીચ) લેશ્યાઓમાં વર્તતો નથી, તથા ભૂત (અશુભ) લેશ્યાઓમાં વર્તતો ઘણા કાળ સુધી રહેતો નથી પણ થોડા કાળ સુધી રહે છે. ત્યાં પ્રવૃત્તિ તો કર્મના વશે કરીને થાય છે.]
૦ આ બધી સંયતો લેશ્માની અપેક્ષાએ પ્રશસ્ત-શુભ છે. યથાખ્યાત સં૰ માં અતિ વિશુદ્ધ પરિણામ હોવાથી શુકલધ્યાનનો જે ત્રીજો ભેદ છે તેમાં આ લેશ્યા ઉપયોગી છે, માટે આ લેશ્યા ‘પરમ શુકલલેશ્યા' તરીકે કહેવાય છે.