________________
સૂત્ર - ૬૬, સક્ષમ: નિઃ
હવે જ્યોતિષ્ક આદિ દેવભેદોને કહે છે
ભાવાર્થ - ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર-તારા, એમ પાંચ (૫) ‘જ્યોતિષીદેવો' કહેવાય છે. પિશાચ-ભૂતયક્ષ-રાક્ષસ-કિન્ન૨-કિંપુરુષ-મહોરંગ-ગંધર્વ એમ દશ પ્રકારના ‘વ્યંતરદેવો' કહેવાય છે. અસુરકુમારનાગકુમા૨-સુવર્ણકુમાર-વિદ્યુતકુમાર-અગ્નિકુમાર-દ્વીપકુમાર-ઉદધિકુમાર-દિક્કુમાર-પવનકુમારસ્તનિતકુમારના ભેદથી દશ પ્રકારના ‘ભવનપતિદેવો' કહેવાય છે.
५०९
વિવેચન – મેરૂના સમતલ ભૂમિભાગથી (૭૯૦) સાતસોનેવું યોજનપ્રમાણ ઉંચે તારાઓના વિમાનનો પ્રસ્તાર આવે છે ત્યારબાદ દશ (૧૦) જોજન ઉપર સૂર્યવિમાનનો પ્રસ્તાર આવે છે ત્યારબાદ (૮૦) એંશી જોજન ઉ૫૨ (ઉંચે) ચંદ્રવિમાનનો પ્રસ્તાર આવે છે. તેના ઉપર (૨૦) વીશ જોજન ચડ્યા બાદ નક્ષત્રગ્રહોના વિમાનનો પ્રસ્તાર આવે છે. આ વિમાનમાં વર્તનારાઓ પણ ચંદ્ર આદિ કહેવાય છે.
૦ વળી તેઓ મનુષ્યક્ષેત્રવર્તીઓ અને માનુષોત્તર પર્વત પછી સ્વયંભૂરમણ સમુદ્ર સુધી રહેનારા છે.
૦ ત્યાં પહેલાના મનુષ્યક્ષેત્રવર્તી ચંદ્ર આદિ પાંચ જ્યોતિષીઓ મેરૂપર્વતની ચારેય બાજુ પ્રદક્ષિણાગતિરૂપે હંમેશાં ભ્રમણના સ્વભાવવાળા ‘ચર’ છે. બીજાઓ મનુષ્યલોકની બહારના સૂર્ય વગેરે જ્યોતિષ્ક વિમાનો સ્વભાવથી એક જગ્યાએ કાયમ સ્થિર છે, ગતિમાન નથી; એથી જ ઘંટાની માફક સ્વસ્થાનમાં જ સ્થાયીભાવે રહે છે. ‘જ્યોતિષ્કાઃ' ઇતિ=જગતમાં પ્રકાશ કરે છે, તે જ્યોતિ-પ્રકાશ વિમાનરૂપ દેવલોકો ‘જ્યોતિષ્મ’ કહેવાય છે. તે વિમાનોમાં થનાર દેવો પણ ‘જ્યોતિષ્ક’ કહેવાય છે, એમ ભાવ છે.
૦ હવે ત્રીજા દેવના ભેદરૂપ વ્યંતરદેવોને કહે છે. ‘પિશાચ' ઇતિ=દેવોના પેટાભેદરૂપ તે તે નામકર્મના ઉદયથી જન્ય, આ પિશાચ આદિ ભેદવાળા વ્યંતરો, વ્યંતર શબ્દાર્થ=વિવિધ જાતના અંતર=પર્વતોના, ગુફાઓના અને વનોના આંતરાઓરૂપ આશ્રયોમાં વસે છે, માટે તેઓ ‘વ્યંતર' કહેવાય છે; અથવા મનુષ્યોથી અંત૨-ભેદ વગરના છે. કેટલાક વ્યંતરો ચક્રવર્તી-વાસુદેવ વગેરે મનુષ્યોની પણ નોકરની માફક સેવા કરે છે, માટે મનુષ્યોથી અંતર વગરના ‘વ્યંતરો’ કહેવાય છે.
૦ ચોથા દેવભેદ રૂપ ભવનપતિ દેવોને કહે છે. અહીં કુમાર શબ્દ, અસુર આદિ દરેક શબ્દોની સાથે જોડવા. જેમ કે-અસુરકુમાર-નાગકુમા૨ ઇત્યાદિ.
૦ આ ભવનપતિ દેવો, ખરેખર, મનોહર દર્શનવાળા મૃદુ-મધુર-લલિત ગતિવાળા, શૃંગારથી થયેલ રૂપ-સૌન્દર્યસંપન્ન કુમારની માફક ઉદ્ધત રૂપ-વેશ-ભાષા-આભરણ-શસ્ત્ર-ઢાલ-પડવું-જવું વગેરે વહન કરનારા (યાન-૨થ વગેરે વાહનના વાહક), ઉત્કટ રાગવાળા અને ક્રીડાપરાયણ હોઈ ‘કુમાર’ કહેવાય છે.
૦ ‘ભવનપતય:' ઇતિ=ભવનોના પતિઓ ભવનનિવાસી હોવાથી સ્વામીઓ ‘ભવનપતિઓ' કહેવાય છે.
૦ નાગકુમાર વગેરેની અપેક્ષાએ મોટેભાગે ભવનનિવાસીપણું જાણવું. ખરેખર, પ્રાયઃ કરીને મોટેભાગે તેઓ ભવનોમાં-કદાચિત્ આવાસોમાં વસે છે. અસુરકુમારો તો મોટેભાગે આવાસોમાં અને કદાચિત્ ભવનોમાં વસે છે.