________________
સૂત્ર - ૨૧-૬-૧૭, સતપ: શિર :
४९३
तीर्थद्वारमाह
तीर्थद्वारे-तीर्थेऽप्यतीर्थेऽपि सामायिको भवेत् । अतीर्थे तु तीर्थंकरः प्रत्येकबुद्धश्च स्यात् । छेदोपस्थापनीयपरिहारविशुद्धिको तीर्थ एव । सूक्ष्मसंपराययथाख्यातौ સામાયિતિ પદ્દા तीर्थद्वार इति । स्पष्टम् ।।
(૯) તીર્થદ્વારભાવાર્થ - તીર્થમાં પણ-અતીર્થમાં પણ સામાયિક સંયત હોય છે. અતીર્થમાં તો તીર્થકર ભગવાન અને પ્રત્યેકબુદ્ધ હોય, એમ જાણવું.
છેદોપસ્થાપનીય સંયત અને પરિહારવિશુદ્ધિક સંયત તીર્થમાં જ હોય છે. સૂક્ષ્મસંપરામાં સંયત અને યથાખ્યાત સંયત, સામાયિક સંયતની માફક તીર્થમાં પણ અને અતીર્થમાં પણ હોઈ શકે છે.
लिङ्गद्वारमाह -
लिङ्गद्वारे-सामायिकच्छेदोपस्थापनीयसूक्ष्मसंपराययथाख्याता द्रव्यतस्स्वलिङ्गे ऽन्यलिङ्गे गृहिलिङ्गेऽपि । भावतस्तु स्वलिङ्ग एव भवेयुः । परिहारविशुद्धिकस्तु द्रव्यतो भावतश्च स्वलिङ्ग एवेति । ५७ ।
लिङ्गद्वार इति । लिङ्गं द्विधा, द्रव्यभावभेदात्, भावलिङ्ग ज्ञानादि, द्रव्यलिङ्गं तु द्विधा स्वपरलिङ्गभेदात्, स्वलिङ्गं रजोहरणादिकं, परलिङ्गं द्विविधं कुतीर्थिकलिङ्गं गृहस्थलिङ्गञ्चेति । स्पष्टमन्यत्॥
(૧૦) લિંગદ્વારભાવાર્થ - સામાયિક સંયત, છેદોપસ્થાપનીય સંયત, સૂક્ષ્મસં૫રાય સંયત અને યથાખ્યાત સયતો, દ્રવ્યની અપેક્ષાએ સ્વલિંગમાં, અન્ય લિંગમાં અને ગૃહસ્થલિંગમાં પણ હોય છે; ભાવની અપેક્ષાએ તો
સ્વલિંગમાં જ હોય છે; પરિહારવિશુદ્ધિક તો દ્રવ્યથી અને ભાવથી સ્વલિંગમાં જ હોય છે.” (નિયમથી આ, દ્રવ્ય અને ભાવલિંગ રૂપી ઉભયમાં વર્તે છે. એકના પણ અભાવમાં વિવક્ષિત કલ્પને ઉચિત સામાચારીના યોગનો અભાવ છે.).
વિવેચન - અહીં દ્રવ્ય અને ભાવના ભેદમાં લિંગ બે પ્રકારનો છે. ભાવલિંગ તો જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ છે. દ્રવ્યલિંગ તો સ્વ અને પરરૂપ લિંગના ભેદથી બે પ્રકારનો છે. સ્વલિંગ એટલે રજોહરણ (ધર્મધ્વજઓઘો) અને મુખવત્રિકા. પરલિંગ તો કુતીર્થિકલિંગ અને ગૃહસ્થ આદિ લિંગના ભેદથી બે પ્રકારનો છે. બીજું બધું સ્પષ્ટ છે.
१. नियमेनोभयत्र वर्त्तते, एकेनापि विना विवक्षितकल्पोचितसामाचार्ययोगादितिभावः ॥