________________
સૂત્ર - ૪૪, અસમ: વિરપદ
४८१ ૦ ત્યાં ગ્રીષ્મઋતુમાં જઘન્ય તપ તરીકે એક (૧) ઉપવાસ, મધ્યમ તપ તરીકે બે ઉપવાસરૂપ (૨) છઠ્ઠ અને ઉત્કૃષ્ટ તપ તરીકે (૩) ત્રણ ઉપવાસરૂપ અઠ્ઠમ.
૦ કાંઈક સુકર (અનુકૂળ) શિશિરઋતુમાં જઘન્ય તપ (૨) છઠ્ઠ, મધ્યમ તાપ (૩) અઠ્ઠમ, ઉત્કૃષ્ટ તપ (૪) ચાર ઉપવાસરૂપ દશમ હોય છે.
૦ સાધારણ કાળરૂપ વર્ષાઋતુમાં-ચોમાસામાં જધન્ય તપ (૩) અઠ્ઠમ, મધ્યમ તપ (૪) ચાર ઉપવાસરૂપ દશમ અને ઉત્કૃષ્ટ તપ (૫) પાંચ ઉપવાસરૂપ દ્વાદશભક્ત હોય છે. ત્રણેય કાળમાં પારણામાં આયંબીલ હોય.
૦ સંસ્કૃષ્ટ આદિ (સંસૃષ્ટ-અસંસૃષ્ટ-ઉદ્ધત-અલ્પ લેપકૃત-ઉદગૃહીત-પ્રગૃહીત-ઉઝિત ધર્મ-એ સાત પ્રકારો છે. જુઓ પ્રવચનસારોદ્ધાર (ગા. ૭૩૯-૭૪૩)
સાત પ્રકારની ભિક્ષાઓમાં પહેલી બેને છોડીને પાંચ ભિક્ષાઓનું ગ્રહણ, વળી વિવક્ષિત દિનમાં પાંચ ભિક્ષાઓ પૈકી બેનો અભિગ્રહ હોય છે.
૦ ત્યાં વિશિષ્ટ તપને પામનારા નવ (૯) મુનિઓને ગણ-સમુદાય હોય છે. ત્યાં પરિહારી-તપશ્ચર્યા કરનારાઓ ચાર (૪) હોય છે અને અનુપરિહારિઓ તેમની સેવા-વૈયાવચ્ચ કરનારાઓ (૪) મુનિઓ હોય છે. કલ્પસ્થિત એક (૧) વાચનાચાર્ય (ગુસમાન હોય છે. તે સઘળા (૯) મુનિઓ શ્રુત આદિના અતિશય સંપન્ન છે, છતાં તેઓ પૈકી એક, તથા કલ્પ (રૂઢ) હોવાથી કલ્પસ્થિત એક વાચનાચાર્ય તરીકે સ્થાપિત કરાય
૦ પૂર્વકથિત તપને જે મુનિઓ કરે છે, તે પરિહારચારીઓ (નિર્વિશ્યમાનક) કહેવાય છે.
૦ પૂર્વકથિત ભિક્ષા અને અભિગ્રહથી યુક્ત, નિયત (હંમેશાં) આયંબીલ તપ કરનારાઓ “અનુપરિહારીઓ” (નિર્વિષ્ટકાયિક), તે પરિહારીઓની વૈયાવૃત્ય કરનારાઓ હોય છે.
૦ કલ્પસ્થિત પણ એક વાચનાચાર્ય) નિયત (હંમેશાં) આયંબીલ કરનારો હોય છે.
૦ પરિહારીઓ (૬) છ મહિનાઓ સુધી તપ કર્યા બાદ અનુપરિહારીપણાને પામે છે અને અનુપરિહારીઓ નિર્વિશમાનત્વ રૂપી બીજા નામવાળા પરિવારીપણાને છ મહિનાઓ સુધી પામે છે. બાર મહિનાઓ પછી જ્યારે વાચનાચાર્ય પણ એ પ્રમાણે છ મહિનાનો પરિહાર તપ કરે છે, ત્યારે આઠ પૈકી (૭) સાત અનુપરિહારીઓ અને એક કલ્પસ્થિત (વાચનાચાર્ય) થાય છે. આ પ્રમાણેનો આ કલ્પ (૧૮) અઢાર મહિનાઓના પ્રમાણવાળો જાણવો.
૦ ત્યારબાદ તે નવ (૯) મુનિઓ જિનકલ્પને સ્વીકારે છે, અથવા ફરીથી ગચ્છમાં દાખલ થાય છે, અથવા કેટલાક ફરીથી આ જ પરિહારતપ (કલ્પ)ને સ્વશક્તિની અપેક્ષાવાળાઓ સ્વીકારે છે.
૦ ત્યાં જેઓ વ્યવધાન વગર (તરત જ) જિનકલ્પના અનુસારીઓ “યાવકથિક' કહેવાય છે.
૦ બીજા પરિહારવિશુદ્ધિકો “ઈવર' કહેવાય છે. ઈવરોને દેવ-મનુષ્ય-તિર્યંચે કરેલ ઉપસર્ગો, તત્કાળ નાશ કરનારા રોગો, ભયો, અત્યંત અસહ્ય વેદનાઓ પેદા-પ્રગટ થતી નથી, કેમ કે-કલ્પનો પ્રભાવ છે.