________________
४८०
तत्त्वन्यायविभाकरे निककृता उपसर्गास्सद्योघातिन आतङ्का अतीवाविषह्या वेदनाशश्च प्रादुर्भवन्ति, कल्पप्रभावात् । यावत्कथिकानान्तु सम्भवेयुरपि जिनकल्पिकानामुपसर्गादिसम्भवात् । कल्पोऽयं तीर्थंकरपार्वे तत्समीपासेवकस्य पार्वे वा प्रतिपद्यते नाऽन्यस्य पार्वे । तथा चैतेषां यच्चारित्रं तत्परिहारविशुद्धिकमिति । एते परिहारविशुद्धिकाः कस्मिन् क्षेत्रे काले वा सम्भवन्तीत्यत्राह-एते चेति । जन्मतः सद्भावतश्च भरतेष्वैरवतेष्वेव, संहरणाभावान्न महाविदेहादिषु । जन्मतोऽवसर्पिण्यां प्रथमचरमतीर्थपतितीर्थयोः तृतीये चतुर्थे वाऽऽरके, सद्भावतः पञ्चमेऽपि, उत्सर्पिण्यां जन्मतो द्वितीये तृतीये चतुर्थे च, सद्भावतस्तृतीये चतुर्थ आरके, नोत्सर्पिण्यवसर्पिणीरूपे तु चतुर्थारक प्रतिभागकाले न सम्भवन्त्येव, महाविदेहक्षेत्रे तेषामभावादिति भावः । विशेषस्त्वस्मिन् चारित्रेऽन्यतो विज्ञेयः ॥
પરિહારવિશુદ્ધિ ચારિત્રને કહે છેભાવાર્થ - તપોવિશેષથી વિશદ્ધિવાળું ચારિત્ર, એ “પરિહારવિશુદ્ધિ' કહેવાય છે. તે પરિહારવિશુદ્ધક ચારિત્ર પણ નિર્વિશમાનક અને નિર્વિષ્ટ કાયિકરૂપે બે પ્રકારનું છે. નિર્વિશમાનકો, પ્રકાન્તચારિત્રનો ઉપભોગ કરનારાઓ અને નિર્વિષ્ટ કાયિક એટલે ઉપમુક્ત પ્રકાન્ત ચારિત્રવાળા છે. અને આ પરિહારવિશુદ્ધિક ચારિત્રવાળાઓ પહેલા અને છેલ્લા તીર્થંકરના તીર્થના કાળમાં જ હોય છે.
વિવેચન - પરિહારવિશુદ્ધિક=પરિહાર એટલે જીવહિંસાથી વિરમણ (અટકવું), અથવા વિશિષ્ટ તપ. તે વડે વિશિષ્ટ શુદ્ધિ જે ચારિત્રમાં છે, તે ચારિત્ર પરિહારવિશુદ્ધિક'-એમ વિગ્રહજન્ય અર્થ જાણવો. - આ પરિહારવિશુદ્ધક ચારિત્રના ભેદને કહે છે કે તે પરિહારવિશુદ્ધિક ચારિત્રના પણ નિર્વિશમાનકભોગવાતું અને નિર્વિષ્ટ ક્ષાયિક એટલે જેમણે વિશિષ્ટ તપના અનુષ્ઠાન દ્વારા શરીરને ઉપમુક્ત-ભોગવ્યું હોય તે. અર્થાત્ તપોવિશેષના ઉપભોગના કાળવાળું (વાર્તા) ચારિત્ર અને ઉપમુક્ત એવા તપોવિશેષના કાળવર્તી ચારિત્ર, એમ બે પ્રકારનું છે એવો ભાવ જાણવો.
| વિશિષ્ટ તપની સૂચના માટે પૂર્વોક્ત રૂપથી તે બંનેનું સ્વરૂપ કહ્યા વગર, તે તપોવિશેષને કરનાર પુરુષના સ્વરૂપના નિરૂપણ દ્વારા પૂર્વોક્તને પણ સૂચવે છે.
પ્રકાન્ત’ ઇતિ. અર્થાત્ વિશિષ્ટ તપથી સહકૃત એવો અર્થ સમજવો. એ પ્રમાણે આગળ ઉપર સમજવું.
અહીં આ પ્રમાણે સમજવાનું છે કે - આ નિર્વિશમાનક અને નિર્વિષ્ટકાયિક-એમ બંને પ્રકારના પરિહારવિશુદ્ધક ચારિત્રવાળાનો તપ જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટના ભેદથી ત્રણ પ્રકારનો છે. પ્રત્યેક તપ શીતકાળમાં, ઉષ્ણકાળમાં અને વર્ષાકાળમાં થાય છે.
१. अत एव प्रथमतीर्थपतितीर्थे परिहारकल्पोऽयं देशोनपूर्वकोटिद्वयं परम्परयाऽनुवर्तते, चरमतीर्थपतितीर्थे च देशोनवर्षशतद्वयं, न तु तृतीया पूर्वकोटी, न वा तृतीयं वर्षशतमिति ॥