________________
४७२
तत्त्वन्यायविभाकरे
પરીષહો છે. પ્રમાદની નિવૃત્તિ માટે યતિધર્મો છે. પરીષહ (જયરૂપ પરીષહ)નો અનુકૂળતાએ ભાવનાઓ છે અને કર્મની નિર્જરા માટે ચારિત્રો છે, એમ જાણવું. તથાચ પ્રમાદનિવૃત્તિ દ્વારા યતિધર્મોનું મોક્ષમાર્ગ પ્રત્યે અનુકૂળપણું (જનકપણું) જાણવું. જો કે સઘળા જ ગુપ્તિ આદિ કર્મનિર્જરારૂપ પ્રયોજનવાળા છે, તો પણ ચારિત્ર હોવે છતે તે પ્રમાણે છે. આથી ચારિત્રનું જ ત્યાં પ્રાથમિક હેતુપણું કહેલ છે. આગળ ઉપર કહેવાશે એટલે “સમ્યફચરણ'ના નિરૂપણમાં કહેવાશે.
શંકા - ક્રોધ આદિની ઉત્પત્તિનો અભાવ ક્ષમા આદિ વિશિષ્ટ ગુણોના અવલંબનથી થાય છે. ત્યાં કયા કારણથી ક્ષમા આદિનું અવલંબન છે? આવી શંકામાં કહે છે કે__ननु क्रोधाद्यनुत्पत्तिः क्षमादिविशेषगुणानामवलम्बनाद्भवति तत्र कस्मात्क्षमादीनामवलम्बनमित्याशङ्कायामाह
मोक्षप्रवृत्त्यत्तेजकं चिन्तनं भावना । अनित्याशरणसंसारैकत्वान्यत्वाशचित्वाऽऽश्रवसंवरनिर्जरालोकस्वभावबोधिदुर्लभधर्मस्वाख्यातभेदाद् द्वादशधा सा । एतल्लक्षणान्यप्यग्रे वक्ष्यन्ते । ४०। ___मोक्षप्रवृत्तीति । मोक्षप्रवृत्तौ मोक्षानुकूलप्रवृत्तौ उत्तेजकं प्रतिबन्धकसमवधानकालीनकार्यजनकं यच्चिन्तनं-अनित्यत्वादिरूपेण द्वादशधाऽनुचिन्तनं सा भावनेत्यर्थः । मोक्षानुकूलप्रवृत्त्युत्तेजकत्वे सति चिन्तनत्वं लक्षणम् । असत्प्रवृत्तिचिन्तनव्युदासाय सत्यन्तम् । समित्यादौ स्थितस्यापि कदाचिद्रव्यक्षेत्रकालभावेभ्यो मोक्षप्रवृत्तेर्मालिन्यतायां संजातायामियमुत्तेजिका भवतीति भाव्यम् । अस्याः प्रकारभेदान् प्रकटयति-अनित्येति । एषामपि स्वरूपाणि सम्यक्चरणनिरूपणे प्रोच्यन्त इत्याह एतदिति ॥
ભાવાર્થ - મોક્ષની પ્રવૃત્તિમાં ઉત્તેજક ચિંતન, એ ભાવના. તે ભાવના અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિત્વ, આશ્રવ, સંવર, નિર્જરા, લોકસ્વભાવ, બોધિદુર્લભ અને ધર્મસ્વાખ્યાતના ભેદથી બાર પ્રકારની છે. આના લક્ષણો પણ આગળ કહેવાશે.
વિવેચન – મોક્ષની પ્રવૃત્તિમાં મોક્ષને અનુકૂળ (જનક) પ્રવૃત્તિ પ્રત્યે ઉત્તેજક-પ્રતિબંધકના સમવધાન (હાજરીના) કાળમાં કાર્યનું જનક, જે ચિંતન અનિત્યત્વ આદિરૂપે બાર પ્રકારનું અનુચિંતન, તે “ભાવના' કહેવાય છે.
લક્ષણ - મોક્ષને અનુકૂળ પ્રવૃત્તિ ઉત્તેજકપણું હોય છતે ચિંતનપણું લક્ષણ છે. પદકૃત્ય - અસત પ્રવૃત્તિના ચિંતનમાં અતિવ્યાપ્તિના નિવારણ માટે “સતિ અન્ત' સુધીનું પદ છે.
સમિતિ આદિમાં રહેવાની પણ કદાચિત્ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવોથી મોક્ષ પ્રવૃત્તિમાં મલિનતા (અતિચાર) પેદા થયે છતે, આ ભાવના ઉત્તેજિકા થાય છે એમ વિચારવું.
આ પ્રકારભેદોના પણ લક્ષણો સમ્યક્મરણના નિરૂપણમાં કહેવાશે.