________________
४७०
तत्त्वन्यायविभाकरे
લક્ષણ - વિજ્ઞાનજન્ય મદનું નિરાસપણું (અભાવ) લક્ષણ છે.
સત્કારપરીષહમાં અતિવ્યાપ્તિના વારણ માટે કહે છે કે વિજ્ઞાન પ્રયુક્ત તિ' પદ છે. આવી પ્રજ્ઞા, જ્ઞાનાવરણીય ક્ષયોપશમને આધીન હોઈ, બારમા ગુણસ્થાનક સુધી સંભવિત હોઈ, તે જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ થતાં માન અભાવથી જન્ય તે જયરૂપ પરીષહ થાય છે.
અજ્ઞાનપરીષહ - હવે અજ્ઞાનપરીષહને કહે છે. અર્થાત બુદ્ધિ એટલે ઉપાંગ સહિત ચૌદ પૂર્વ અને એકાદશ (૧૧) અંગરૂપ શ્રત (જ્ઞાન), તેનાથી રહિતપણાથી મનમાં માલિન્ય (ખેદ) ન કરે, કેમ કેકેવલજ્ઞાનાવરણીયના ઉદયથી આ બનેલ છે. આ પોતે કરેલા કર્મના પરિભોગથી અથવા તપશ્ચર્યાના અનુષ્ઠાનથી દૂર (ક્ષીણ) થાય છે. આમ ભાવનાવાળાને અજ્ઞાનપરીષહનો જય થાય. એવો ભાવ છે.
લક્ષણ - બુદ્ધિની શૂન્યતાજન્ય ખેદનું અગ્રહણપણું અજ્ઞાનપરીષહનું લક્ષણ છે. અજ્ઞાન જ્ઞાનાવરણીયના ઉદયથી જન્ય હોઈ, બારમા ગુણસ્થાનક સુધી સંભવિત હોઈ, તે જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી અજ્ઞાનપરીષહનો વિજય થાય છે. માટે કહે છે કે
છેલ્લા સમ્યકત્વપરીષહને કહે છેસમ્યકત્વપરીષહ-દર્શનાત્તરીયા(જૈનેતર)ના ચમત્કાર આદિ જોવા છતાં અથવા નિજશાસનદેવના સમીપપણાના અભાવમાં પણ જૈન ધર્મની શ્રદ્ધાથી સર્વથા ચલિત નહિ થવા રૂપ સમ્યકત્વપરીષહ છે.
લક્ષણ - ઇતરદર્શન ચમત્કાર અથવા સ્વશાસનદેવ સાનિધ્યના અભાવથી જન્ય જૈન ધર્મની શ્રદ્ધામાં શિથિલતાનો અભાવ, એ લક્ષણ છે.
અશ્રદ્ધા દર્શનમોહનીયના ઉદયથી જન્ય હોઈ નવમા ગુણસ્થાનક સુધી (નપુંસકવેદ આદિના ઉપશમકાળમાં અનિવૃત્તિ બાદરભંપરાય થાય છે. તેના શમનના અવસરે વિદ્યમાન દર્શનમોહનો પ્રદેશથી ઉદય છે, પણ સત્તા નથી, તેથી તેના નિમિત્તથી જન્ય સમ્યકત્વપરીષહ તેને હોય છે. સૂક્ષ્મસંપરામાં (વે) તો મોહની સત્તા છતાં સૂક્ષ્મ પણ તે દર્શનમોહનો ઉદય નથી, તેથી તે નિમિત્તજન્ય પરીષહનો સંભવ નથી.) સંભવિત હોઈ, તે દર્શનમોહનીય ક્ષયોપશમજન્ય તે સમ્યકત્વપરીષહનો જય છે.
આ સમ્યકત્વપરીષહના સ્થાનમાં આવશ્યકમાં અસમ્યકત્વપરીષહ અને તત્ત્વાર્થમાં “અદર્શનપરીષહ'ના નામરૂપે કહે છે.
૦ સુધા આદિ રૂપ આ પરીષહો જીતવા યોગ્ય છે. ઉત્કૃષ્ટથી એક જીવમાં તત્ત્વાર્થસૂત્રની અપેક્ષાએ ઓગણીશ (૧૯) વર્તે છે, કેમ કે-શીત-ઉષ્ણ એમ એકીસાથે બે કે ચર્યા, શય્યા અને નિષદ્યા-એમ ત્રણ એકીસાથે સંભવતા નથી, પરંતુ શીત-ઉષ્ણમાંથી કોઈ એક અને ચર્યા આદિમાંથી કોઈ એક સંભવે છે. જઘન્યથી એક પરીષહ હોય છે, પરંતુ નવતત્ત્વ પ્રકરણની અપેક્ષાએ ઉત્કૃષ્ટથી વીશ (૨૦) વર્તે છે. શીત કે ઉષ્ણમાંથી એક અને ચર્યા કે નિષદ્યામાંથી એક-એમ અપેક્ષાએ (૨૦) વીસ સમજવા.
૦ આ પ્રમાણે સંકલ્પ વગર ઉપસ્થિત સુધા આદિ પરીષદો સહન કરનારને ચિત્તના સંકલેશનો અભાવ હોઈ, રાગ આદિ રૂપ પરિણામ (ભાવરૂ૫) આશ્રવનો અભાવ થવાથી મહાનું સંવર થાય છે. ઇતિ સમાપ્તિસૂચક છે.