________________
સૂત્ર - રૂ૮, સનમ: શિરા:
४६९
તૃણસ્પર્શ પરીષહવિવેચન - ગચ્છમાંથી નીકળેલા અને ગચ્છવાસી સાધુઓને છિદ્ર વગરના તૃણવાળા દર્ભ આદિનાં પરિભોગની અનુજ્ઞા છે. ત્યાં જેઓને શયનની અનુજ્ઞા છે, તેઓ તે દર્ભોને જરા ભીની ભૂમિમાં પાથરી તે દર્ભોની ઉપર સંથારો અને ઉત્તરપટ્ટો કરી (મૂકી) સુવે છે. ચોર ઉપકરણ હરી ગયો હોય અથવા સંથારો અને ઉત્તરપટ્ટો અત્યંત જીર્ણ થઈ ગયો હોય અથવા બહુ પાતળાં થઈ ગયા હોય, તો પણ તે દર્ભ ઉપર સંથારો અને ઉત્તરપટ્ટો મૂકી સુવે છે. તેના ઉપર શયન કરનારને જો કે કઠિન-તીક્ષ્ણ અગ્રભાગવાળા તૃણોથી અત્યંત પીડા પેદા થાય છે, તો પણ તીક્ષ્ણ-કઠોર દર્ભ આદિરૂપ તૃણના સ્પર્શને સહન કરે; અને એમ સહન કરતાં તૃણસ્પર્શ પરીષહ જયરૂપ પરીષહ થાય, એવો ભાવ સમજવો.
પદકૃત્ય - વધપરીષહમાં અતિવ્યાપ્તિના વારણ માટે ” ઈતિ પર્વતનું પદ જાણવું. વેદનીયના ઉદયથી પેદા થનાર હોવાથી તૃણસ્પર્શની વેદનાનો સઘળા ગુણસ્થાનોમાં સંભવ છે, એમ જાણવું.
મલ પરીષહ - હવે મલપરીષહનું નિરૂપણ કરે છે. શરીરમાં રહેલો ઘામથી પરસેવારૂપી જળના સંબંધથી પેદા થનાર ઘન-કઠિન રજના પરાગ જેટલો મેલનો સમુદાય સ્થિર થયેલો, ગ્રીષ્મઋતુના તાપથી આર્દ્ર (ભીનો) બનેલો હોઈ દુર્ગધીવાળો અને ઉગ કરનારો થાય છે. તેને દૂર કરવા માટે કદી પણ જળ આદિના સ્નાનની અભિલાષા નહિ કરવી. આમ થયે છતે જયરૂપ મલપરીષહ થાય, એમ ભાવ છે. લક્ષણ સ્પષ્ટ છે. આ મલપરીષહ વેદનીયના ઉદયથી થતો હોઈ સઘળા ગુણસ્થાનોમાં સંભવિત છે, એમ જાણવું.
આ રોગ-તૃણપરીષહ-મલરૂપ ત્રણ પરીષણો વેદનીયજન્ય થઈ, તે જયરૂપ પરીષહો ચારિત્રમોહનીયના ક્ષયોપશમ આદિથી જન્ય બને છે.
હવે સત્કારપરીષહને કહે છેસત્કારપરીષહ - ભક્તજનોએ કરેલ ભોજન-પાન-વસ્ત્ર-પાત્ર આદિ દ્વારા સત્કારો અને સાચા ગુણની સ્તુતિ-વંદન-અભ્યસ્થાન-આસનદાન વગેરે વ્યવહારો છે. આ સત્કારો અને વ્યવહારોથી અભિમાનનું વહન ન કરે. ઉત્કર્ષ આદિથી આકુળ-વ્યાકુળ ચિત્ત ન કરે. સત્કાર આદિ ન કર્યો હોય તો પણ ખેદને પામે નહિ. તેમ કરવાથી સત્કારનું પરીષહન (જયરૂપ પરીષહ સિદ્ધ) થાય, એવો ભાવ છે.
લક્ષણ - ભક્તજન અનુતિ સત્કાર સંબંધી ગર્વ પરાભુખપણું સત્કાર પરીષહ લક્ષણ છે.
પદકૃત્ય - “ભક્તજન અનુષ્ઠિત ઇતિ પદ સ્વરૂપવિશેષણ વાચકપદ છે. પ્રજ્ઞાપરીષહ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “સંબંધી” પર્યાયપદ છે. સત્કાર સંબંધી માન ચારિત્રમોહનીયના ઉદયથી જન્ય હોઈ નવમા ગુણસ્થાનક સુધી સંભવિત હોઈ, ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી જયરૂપ સત્કારજન્ય થાય છે.
હવે પ્રજ્ઞાપરીષહને કહે છેપ્રજ્ઞાપરીષહ - હવે સમ્યજ્ઞાનરૂપે મોક્ષમાર્ગથી અપતનરૂપ ફળવાળા પ્રજ્ઞાપરીષહને કહે છે. ઉત્કૃષ્ટ બુદ્ધિની પ્રાપ્તિમાં ગર્વનું ઉદ્વહન ન કરે. પ્રજ્ઞાના પ્રતિપક્ષરૂપે બુદ્ધિરહિતપણાએ અપ્રજ્ઞારૂપ પરીષહ થાય છે. હું કાંઈ જાણતો નથી, હું મૂર્ખા સઘળા જનોથી તિરસ્કૃત છું. આ પ્રમાણે પરિતાપને પામેલાને “આ કર્મવિપાક છે–એમ માની તે પરિતાપ (સંતાપ) નહિ કરવાથી અપ્રજ્ઞાજય થાય છે.