________________
४५६
तत्त्वन्यायविभाकरे
શંકા - “પરિષદયો’ –આવી કર્મવ્યુત્પત્તિ દ્વારા વ્યુત્પન્ન અને બાહુલકઘ નામક પ્રત્યય અંતવાળા પરીષહ શબ્દથી ક્ષુધા આદિ જ પરીષહનો અર્થ (સહનવિષય ક્ષુધા આદિ રૂપ અથે) કેમ વાચ્ય ન થાય? શો વાંધો?
સમાધાન - વિષય સાધ્યભૂત) સુધા આદિમાં સંવરરૂપપણાનો અભાવ હોઈ પરીષહવાચ્ય સુધા આદિ ન બની શકે, કેમ કે-સુધા આદિના જયમાં જ સંવરરૂપપણું છે, માટે સંવરરૂપ જ પરીષહવાચ્ય છે.
એથી જ સઘળા મૂલમાં જયપર (પર્યવસિત) પણાએ જ પરીષહો લક્ષિત (લક્ષણ વિષયભૂત) છે.
હવે અત્યંત દુસહ હોવાથી સુધાવેદનાના સહનરૂપ સુત્પરીષહને આરંભમાં લક્ષિત કરે છે કે – “સત્યમવતિ ' અર્થાત્ અનશન-માર્ગ-રોગ-તપ અને સ્વાધ્યાયશ્રમ વેળાનો અતિક્રમ-ઉનોદરિતાઅસતાવેદનીયના ઉદય આદિના કારણોથી જઠર અને આંતરડાને બાળનારી, શરીર-ઇન્દ્રિય-હૃદયમાં ખળભળાટ કરનારી સુધાની વેદના પ્રગટ થયે છતે, તે સુધાવેદનાનું સહન કરવું, તે “યુત્પરિષહ' કહેવાય છે.
પદકૃત્ય - ક્રોધ આદિથી જન્ય સુધાના સહનમાં પરીષહપણાના વારણ માટે “સવિધિ (વિધિ પ્રમાણે) ભોજન આદિનો અલાભ હોવા છતાંય-એમ કહેલ છે. આ કથનદ્વારા સામ્યતાનો લાભ હોવાથી સમતાજન્ય સુધાનું ઉપસહનપણું જ લક્ષણનો અર્થ હોઈ ક્રોધ આદિ જન્ય ફુધાના ઉપસહનમાં ક્રોધજન્યપણું જ હોવાથી અતિવ્યાપ્તિ નથી. એમ આગળના લક્ષણોમાં પણ વિચારણા કરવી. અર્થાત્ શાસ્ત્રમાં પ્રતિપાદિત ભોજનદ્વારા તે સુધાવેદના શમાવનારને અને અનેષણીય (અશુદ્ધ)ને પરઠવનારને (અશુદ્ધ ભોજન ત્યાગીને) સુત્પરીષહ છે.
લક્ષણ - વિધિસર ભોજન આદિની અપ્રાપ્તિમાં પણ સુધાનું ઉપસહનપણું જ “યુત્પરીષહનું લક્ષણ છે, એમ સમજવું.
૦ સુધીનો પણ ચૌદ (૧૪) ગુણસ્થાનોમાં સંભવ છે, કેમ કે તે “સુધાના કારણભૂત વેદનીયનો સંભવ છે.
૦ સુધાથી પીડિતને પિપાસાનો સંભવ હોવાથી તે પિપાસાના જયરૂપ પિપાસાપરીષહને કહે છે. સ્નાન-જળના અવગાહન દ્વારા જળસિંચનના ત્યાગીને, અતિ ખારા-ચિકણા-લૂખા એવા આહાર વિરુદ્ધ આહાર, તડકો-ભોજનનો અભાવ-પિત્તવર આદિ કારણોથી પ્રકટ થયેલ, શરીર અને ઇન્દ્રિયને શોષ કરનારી, સુધાભિન્ન સામર્થ્યવાળી પિપાસા તરફ અનાદર કરનારને ઉનાળામાં પણ વિહાર આદિમાં, નજીકના જળાશયોમાં પણ અપૂકાય જીવોના પરિજ્ઞાનથી જળને નહિ ગ્રહણ કરનારને, ભિક્ષાના કાળમાં પણ અનેષણીય (અશુદ્ધ) જળની ઇચ્છા નહિ કરનારને પિપાસાનું સહન થાય છે.
લક્ષણ - નિર્દોષ જળ આદિના અભાવમાં પણ તૃષાનું પરીષહપણું પિપાસાપરીષહનું લક્ષણ છે. પદકૃત્ય અહીં વિચારવું. ૦ આ પિપાસા સઘળાય ગુણસ્થાનોમાં સંભવિત છે.