________________
સૂત્ર - ૨૫, સનમઃ શિRS:
४२७
કાળ સમાપ્તિ થયે છતે અવશ્ય પતન થાય છે. આ પ્રકારનું અવ્યાઘાતી પતન તે અદ્ધાક્ષયથી પ્રતિપાત કહેવાય છે.) કહેવાય છે.
૦ વળી અદ્ધાક્ષયથી જે પ્રકારે-ક્રમે કરી ચઢ્યો તે જ પ્રકારે-ક્રમે કરી પડે છે. (દશમાંથી નવમે, નવમાંથી આઠમે, આઠમાંથી સાતમે અને સાતમાંથી છટ્ટે એમ નીચે પડતો પડતો પ્રમત્ત સુધી આવીને, ત્યાં વિસામો લઈને, પ્રમત્ત-અપ્રમત્ત ગુણસ્થાનના ઘણા હજારો સુધી પરાવર્તનો કરી, કોઈ દેશવિરત-અવિરત સમ્યગ્દષ્ટિ રૂ૫ બે સ્થાનને પણ પ્રાપ્ત કરે છે.) અર્થાત્ પડતો પડતો પ્રમત્તગુણસ્થાન સુધી પડે છે-ટકે છે. કોઈ તો તેનાથી નીચેના બે ગુણસ્થાનોને પામી ટકે છે. કોઈ તો (જેઓના મતે અનંતાનુબંધીઓની ઉપશમના થાય છે, તેઓના મતે સાસ્વાદન ભાવને પણ પામે છે.) સાસ્વાદનપણાને પણ પામે છે. (કોઈ બીજે ગુણસ્થાને આવી મિથ્યાદષ્ટિ પણ થાય.)
૦ વળી ભવક્ષય રૂપ પ્રકારથી જે પડે છે, તે નિયમા (દવના આયુષ્યને છોડી બીજા આયુના બંધમાં ઉપશમશ્રેણિમાં ચઢી નહિ શકાતું હોવાથી) અનુત્તર વિમાન રૂપ સર્વાર્થસિદ્ધવાસીઓમાં ઉત્પન્ન થાય છે. વળી ઉત્પન્ન થયેલો, પ્રથમ સમયમાં જ સઘળાય બંધન આદિ કરણો પ્રવર્તાવે છે. આવો વિશેષ છે. આ પ્રમાણે ઉપશમશ્રેણિ સમાપ્ત થાય છે.
૦ અપૂર્વકરણ નામક આઠમા ગુણસ્થાનમાં જીવને અપૂર્વકરણના પહેલા ભાગમાં (અપ્રમત્તમાં કહ્યા શ્રમણે) ૫૮ પ્રકૃતિનો બંધ છે ત્યારબાદ ૨ નિદ્રાદ્રિકનો બંધ વિચ્છેદ થયેથી બીજા, ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા ભાગમાં (૫૬) પ્રકૃતિનો બંધ હોય. ત્યારબાદ ૪-દેવદ્ધિક, ૫-પંચેન્દ્રિય જાતિ, ૬-શુભ વિહાયોગતિ, ૧૫-ત્રણ નવક (૯), ૧૭-વૈક્રિયદ્રિક, ૧૯-આહારદ્ધિક, ૨૦-સમચતુરસ સંસ્થાન, ૨૧નિર્માણ, ૨૨-જિનનામ, ૨૬-વર્ણચતુષ્ક, ૨૭-અગુરુલઘુ, ૨૮-ઉપઘાત, ૨૯-પરાઘાત, ૩૦-ઉચ્છવાસ, ૩૧-તૈજસ્, ૩૨-કાશ્મણ, એમ બત્રીસ (૩૨) પ્રકૃતિઓનો વિચ્છેદ થવાથી (સાતમા ભાગે) (૨૬) પ્રકૃતિઓનો બંધકર્તા હોય છે.
૦ છેલ્લા ત્રણ સંઘયણોનો અને સમ્યક્ત્વમોહનીયના ઉદયનો વિચ્છેદ થતાં (૭૨) કર્મપ્રકૃતિઓના ઉદયવાળો હોય છે.
૦ ૧૩૮ કર્મપ્રકૃતિની સત્તાવાળો હોય છે. अधुना नवमं गुणस्थानमाचष्टे -
अन्योऽन्याध्यवसायस्थानव्यावृत्त्यभावविशिष्टसूक्ष्मसम्परायापेक्षस्थूलकषायोदयवत्स्थानमनिवृत्तिकरणगुणस्थानम् । अन्तर्मुहूर्त्तकालमेतत् । अत्रस्थोऽपि द्विविधः क्षपक उपशमकश्चेति । क्षपकश्रेणिस्थः क्षपकः, अयं दर्शनावरणीयप्रकृतित्रिकं नामप्रकृतित्रयोदशकं मोहनीयप्रकृतिविंशतिञ्चात्र क्षपयति । उपशमश्रेणिस्थ उपशमकः । मोहनीयप्रकृतिविंशतिमेवोपशमयत्ययम् । २५ ।