________________
४२६
तत्त्वन्यायविभाकरे
તેના ઉપશમના સમયમાં જ સં. માયાના બંધ-ઉદય-ઉદીરણાનો વ્યવચ્છેદ થાય છે. તે પછી આ લોભને વેદનારો થયો. લોભવેદન અદ્ધા(કાળ)ના ત્રણ વિભાગો થાય છે. તે આ પ્રમાણે
(૧) અશ્વકર્ણકરણોદ્ધા, (૨) કિષ્ક્રિકિરણોદ્ધા અને (૩) કિટિંવેદનાદ્ધા.
૦ ત્યાં પહેલાંના બે વિભાગોમાં વર્તતો જીવ, સંગલોભની દ્વિતીય સ્થિતિમાંથી દલિકને ખેંચી પ્રથમ સ્થિતિવાળું બનાવે છે અને વેદે છે.
અશ્વકર્ણકરણના અદ્ધા(કાળ)માં વર્તતો, પ્રથમ સમયમાં જ ત્રણ પણ અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનસંજવલન રૂપ લોભને એકીસાથે ઉપશમાવવા માટે આરંભ કરે છે.
૦ વિશુદ્ધિ દ્વારા વધતો અપૂર્વ સ્પર્ધકો કરે છે. સંમાયાનાં બંધ આદિના વિચ્છેદ બાદ સમયોન બે આવલિકામાં સંમાયાને ઉપશમાવે છે. આ પ્રમાણે અશ્વકર્ણકરણ અદ્ધાના ગયા બાદ કિટ્ટિકરણ અદ્ધામાં પ્રવેશ કરે છે.
૦ ત્યાં પૂર્વસ્પર્ધકોમાંથી અને અપૂર્વસ્પર્ધકોમાંથી બીજી સ્થિતિમાં રહેલ દલિકને લઈને સમયે સમયે અનંત કિક્રિઓને કરે છે. ( કિષ્ટિકરણ અદ્ધાના છેલ્લા સમયમાં એકીસાથે અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનાવરણ લોભને ઉપશમાવે છે. તે લોભની ઉપશાન્તિ બાદ તરત જ તે સમયે જ સં. લોભના બંધનો વ્યવચ્છેદ અને બાદર સં લોભના ઉદયઉદીરણાનો વ્યવચ્છેદ થાય છે. ત્યારપછી આ સૂક્ષ્મસંપરાયવાળો થાય છે. તે વખતે જ ઉપરની સ્થિતિમાંથી કેટલીક કિક્રિઓને ખેંચી, સૂક્ષ્મસંઘરાય કાળસમાન કાળવાળી પ્રથમ સ્થિતિને કરે છે અને વેદે છે.
૦ વળી સૂક્ષ્મસંપરાય અદ્ધા, અન્તર્મુહૂર્ત માનવાળી છે અને કિટ્ટિ કરેલ સૂક્ષ્મ દલિક, કે જે સમયોન બે આવલિ પ્રમાણ બાંધેલું શેષ છે તેને ઉપશમાવે છે.
૦ સૂક્ષ્મસંપરાય અદ્ધાના ચરમ સમયમાં સંત લોભ ઉપશાન્ત (ઉપશમ વિષયવાળો) થાય છે, ૦ ત્યારબાદ તરતના સમયમાં જ આ, ઉપશાન્તમોહવાળો થાય છે.
૦ તે ઉપશાન્તમોહ જઘન્યથી એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત સુધી ઉપસ્થિત રહે છે ત્યારબાદ નિયમા આ, પડે છે.
૦ વળી આ પ્રતિપાત બે પ્રકારના છે. (૧) ભવક્ષયથી પ્રતિપાત અને (૨) અદ્ધાલયથી પ્રતિપાત.
(૧) મરણ પામનારને ભવક્ષયથી પ્રતિપાત છે. (જો મરણનો પ્રસંગે ઉપસ્થિત થાય, તો તે સોંપશાન્તિ એક સમય, બે સમય યાવતું સમયોન અન્તર્મુહૂર્ત સુધી હીનાધિક કાળ સુધી રહીને, ત્યારબાદ મરણ પામી તરત જ અનુત્તરમાં ઉત્પન્ન થવાથી ચોથા ગુણસ્થાનયોગ્ય સત્તર મોહનીય પ્રકૃતિઓનો ઉદય શરૂ થાય છે, કે જેથી તે મરણના કારણથી ઉપશાન્તિનું જે પતન થાય છે, તે વિષયથી પ્રતિપાત કહેવાય છે.
(૨) ઉપશાન્ત અદ્ધા (કાળ) સમાપ્ત થયા બાદ અદ્ધાલયથી પ્રતિપાત (જો અગિયારમાં ગુણસ્થાને મરણનો પ્રસંગે ઉપસ્થિત ન થાય, તો આ ગુણસ્થાનનો જે અન્તર્મુહૂર્ત કાળ છે તે સંપૂર્ણ થાય છે. ત્યારબાદ