________________
४१८
तत्त्वन्यायविभाकरे
૦ વળી અનિવૃત્તિકરણ અદ્ધાના સંખ્યાતા ભાગ વ્યતીત થાય, ત્યારે ત્યાનદ્ધિ ૩, નરકાદ્ધિક ૨, તિર્યંચદ્ધિક ૨, (ગતિ આનુપૂર્વી રૂપ બે) એક-દ્વિ-ત્રિ-ચતુરિન્દ્રિય જાતિરૂપ ચાર, સ્થાવર-આતપ-ઉદ્યોતસૂક્ષ્મ-સાધારણ એ ૧૬ પ્રકૃતિઓની ઉવલના સંક્રમ વડે ઘટતાં પહેલાં પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલી સ્થિતિ રહે છે. ત્યારબાદ એ ૧૬ પ્રકૃતિઓને, બંધાતી સ્વસંક્રમયોગ્ય પ્રકૃતિઓમાં ગુણસંક્રમ વડે સમયે સમયે ફેંકી ફંકી, સંક્રમાવી સંક્રમાવી સંપૂર્ણરૂપે ક્ષીણ કરે છે.
૦ અહીં પ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનાવરણ રૂપ આઠ કષાયોને પહેલાં જ ખપાવવા માટે આરંભ કરેલ પરંતુ તે હજુ સુધી ક્ષીણ થયા નથી. ફક્ત વચમાં જ પૂર્વકથિત સોળ ૧૬ પ્રકૃતિઓ ખપાવી નાંખી, પછીથી તે આઠ કષાયોને અન્તર્મુહૂર્તમાં ખપાવે છે એવું સૂત્રનું વચન છે. કેટલાક તો કહે છે કે-સોળ ૧૬ કર્મોને જ પહેલાં ખપાવવા માટે આરંભે છે, ફક્ત વચમાં આઠ કષાયોને ખપાવે છે, પછીથી સોળ કર્મોને ખપાવે છે.
ત્યારબાદ અન્તમુહૂર્તમાં નવ-નોકષાય અને ચાર સંજવલનોનું અંતરકરણ કરે છે. (જેથી એ દરેકને પ્રથમ સ્થિતિ અને દ્વિતીયા (ઉપર) સ્થિતિ-એમ બે વિભાગવાળી સ્થિતિ થાય છે અને એ બે વિભાગ વચ્ચે કર્મપ્રદેશરહિત અન્તર્મુહૂર્ત જેટલી સ્થિતિ હોય છે.) તે અંતરકરણ કરીને ઉપરી (બીજી) સ્થિતિમાં રહેલ નપુંસકવેદ દલિકને ઉદ્વલન વિધિ વડે ખપાવવા માટે આરંભ કરે છે. તે નપુંસકવેદ દલિક અન્તર્મુહૂર્તમાં પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલું થાય છે, ત્યારથી માંડી બંધાતી પ્રકૃતિઓમાં ગુણસંક્રમ વડે તે નપુંસકવેદ દલિકને ફેંકે છે, સંક્રમાવે છે અને તે આ પ્રમાણે ફેંકાતું, અન્તર્મુહૂર્તમાં સઘળું ખપાવી દીધેલ છે.
૦ અને નીચેની (પ્રથમ) સ્થિતિના દલિકને નપુંસકવેદ ક્ષપકશ્રેણીમાં ચઢેલો ત્યારબાદ અનુભવથી ખપાવે છે. અન્યથા નપુંસકવેદે શ્રેણીમાં નહિ ચઢેલો જો હોય તો અર્થાત્ અન્યવેદે આરંભી હોય તો, માત્ર આવલિકા જેટલી જ બાકી રહી હોય છે, તેને સ્તિબુકસંક્રમ વડે ઉદયવતી પરપ્રકૃતિમાં સંક્રમાવી આવલિકા જેટલા કાળમાં સર્વથા ક્ષય કરે છે. ઇતિ નપુંસકવેદ ક્ષયઃ.
૦નપુંસકવેદનો ક્ષય કર્યા બાદ અન્તર્મુહૂર્ત માત્રામાં સ્ત્રીવેદનો ક્ષય પણ નપુંસકવેદની ક્ષયની પદ્ધતિએ જ કરે છે.
૦ સ્ત્રીવેદનો ક્ષય કર્યા બાદ ૬ નોકષાયનો ક્ષય, એકીસાથે આરંભે છે, ત્યાંથી આરંભી તે છના ઉપરની સ્થિતિમાં રહેલ દલિકને પુરુષવેદમાં સંક્રામવતો નથી, પરંતુ સંજવલન ક્રોધમાં જ સંક્રમાવે છે.
૦૭ નોકષાયો પણ પૂર્વકથિત વિધિ વડે સંક્રમાવાતા અન્તર્મુહૂર્તમાં સઘળા ક્ષીણ થાય છે અને તે જ સમયમાં પુરુષવેદના બંધ-ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થાય છે. (જેથી પુરુષવેદની પ્રથમ સ્થિતિનો સર્વથા ક્ષય થયો, પરંતુ દ્વિતીયા સ્થિતિમાં સમયોન બે આવલિકા સુધીની પૂર્વબદ્ધ સ્થિતિઓ વિદ્યમાન છે.) શેષ સર્વ સ્થિતિઓ ક્ષય પામી છે. એ સમયોન બે આવલિકાબદ્ધ સ્થિતિ દલિકને છોડી સઘળા દળિયાંનો ક્ષય કરે છે. એ સમયોન બે આવલિકાબદ્ધ સ્થિતિ દલિકો સં૦ ક્રોધના ગુણસંક્રમ વડે સંક્રમતાં જાય છે. (આ પ્રકાર પુરુષવેદે શ્રેણીપ્રારંભક આશ્રયી કહ્યો. પરંતુ જો શ્રેણીપ્રારંભક નપુંસકવેદ હોય, તો પ્રથમ સ્ત્રીવેદ નપુંસકવેદનો સમકાળે ક્ષય કરે છે અને ક્ષય સમયે પુરુષવેદના બંધાદિ વિચ્છેદ પામે છે. ત્યારબાદ પુરુષવેદ હાસ્યાદિ છે એ સાતનો સમકાળે ક્ષય થાય છે. જો શ્રેણીપ્રારંભક સ્ત્રી હોય, તો પ્રથમ નપુંસકવેદનો ક્ષય કરી