________________
સૂત્ર - ૨૪, સનમઃ શિરઃ
४१९ સ્ત્રીવેદનો ક્ષય કરે અને સ્ત્રીવેદના ક્ષય સમયે જ પુરુષવેદનો બંધ વિચ્છેદ પામે છે ત્યારપછી પુરુષવેદ હાસ્યાદિ છ એ સાતનો સમકાળે ક્ષય થાય છે.) ત્યારબાદ આ હવે અવેદક થયો.
૦ ક્રોધને અનુભવતા (ઉદયવાળા) પુરુષવેદીના ક્રોધ અદ્ધાના ત્રણ વિભાગો થાય છે. જેમ કે-(૧) અશ્વકર્ણકરણાદ્ધા, (૨) કિષ્ટિકરણ અદ્ધા અને (૩) કિષ્ટિવેદનાદ્ધા.
૦ અશ્વકર્ણકરણકાળમાં વર્તતો જીવ, ચારેય સંજ્વલન કષાયોની અંતરકરણથી ઉપરની સ્થિતિમાં સમયે સમયે અનંત અનંત અપૂર્વ સ્પર્ધકો કરે છે.
૦ સ્પર્ધક કયી ચીજ છે ? તેના જવાબમાં સ્પર્ધકનું સ્વરૂપવર્ણન કરાય છે. અહીં અનંત અનંત પરમાણુઓથી બનેલા સ્કંધોને જીવ કર્મરૂપે ગ્રહણ કરે છે અને ત્યાં એક એક સ્કંધમાં જે સર્વ જઘન્ય રસવાળો પરમાણુ છે, તે પરમાણુનો પણ રસ, કેવલિના જ્ઞાન વડે છેદાતો (ભેરાતો) સર્વ જીવો કરતાં અનંતગુણા એવા રસભાગોને આપે છે. (કરે છે.) બીજો પરમાણુગત રસ, તે રસભાગોને પણ એકથી અધિકોને આપે છે. ત્રીજો તો બેથી અધિકોને આપે છે. એ પ્રમાણે એક ઉત્તર વૃદ્ધિ વડે ત્યાં સુધી લઈ જવું કે-ઠેઠ છેલ્લો પરમાણુ, અભલો કરતાં અનંતગુણા, સિદ્ધો કરતાં અનંતભાગે અધિક રસભાગોને આપે છે. ત્યાં જે કોઈ જઘન્ય રસવાળા પરમાણુઓ છે, તેઓનો સમુદાય સમાન જાતિવાળો હોઈ એક “વર્ગણા' તરીકે, એક અધિક રસભાગવાળા અન્ય પરમાણુઓનો સમુદાય બીજી “વર્ગણા' તરીકે અને બે અધિક રસભાગવાળા બીજા પરમાણુઓનો સમુદાય “ત્રીજી વર્ગણા' તરીકે કહેવાય છે. આ પ્રમાણેની દિશા વડે એક એક રસભાગની વૃદ્ધિવાળા પરમાણુઓના સમુદાયરૂપ વર્ગણાઓ અને સિદ્ધોના સમુદાયરૂપ વર્ગણાઓ સિદ્ધોના અનંતમાં ભાગ સરખી અભવ્યોથી અનંતગુણી કહેવી.
૦ વળી આ બધી વર્ગણાઓનો સમુદાય “સ્પર્ધક' કહેવાય છે.
૦ આનાથી ઉપર (આગળ) એકોત્તર નિરંતર (અનૂટિત) વૃદ્ધિથી વધતો રસ મેળવાતો નથી. પરંતુ સર્વ જીવો કરતાં અનંતગુણા જ રસભાગોથી રસ મેળવાય છે. તેથી જ તે ક્રમથી ત્યારથી માંડી બીજું સ્પર્ધક આરંભે છે. એ પ્રમાણે જ ત્રીજું.
૦ એ પ્રમાણે ઠેઠ અનંત સ્પર્ધકો કરે છે. આ સ્પર્ધકોથી જ હમણાં પ્રથમ આદિ વર્ગણાઓ લઈને વિશુદ્ધિના પ્રકર્ષના વશે અનંતગુણહીન રસવાળી વર્ગણાઓ કરીને પૂર્વની માફક સ્પર્ધકો કરે છે. આવાં પહેલાં કદિય નહિ કરેલાં હોઈ અપૂર્વ કહેવાય છે. (પૂર્વ-સ્પર્ધકોમાં જે રસ છે તેમાં પ્રતિસમય કેટલાક સ્પર્ધકોમાં અત્યંત હીનરસ કરવો-ઘટાડવો, કે જે રસ અનાદિકાળમાં જીવે કદી પણ એવો અત્યંત હીન રસ કર્યો નથી. એવા અતિ હીનરસવાળા નવા બનાવેલાં સ્પર્ધકો તે અપૂર્વ સ્પર્ધકો કહેવાય છે.) આ પ્રથમ અશ્વકર્ણકરણમાં પૂર્વસ્પર્ધકો અને અપૂર્વ સ્પર્ધકો-એમ બંને પ્રકારના સ્પર્ધકો વિદ્યમાન છે.
૦ ત્યાં પહેલાં અશ્વકર્ણકરણ કાળમાં વર્તતો જીવ, ચારેય સંજ્વલન કષાયોની ઉપરની દ્વિતીયા સ્થિતિમાં પ્રતિસમય અનંત અનંત અપૂર્વ સ્પર્ધકો કરે છે. તે સાથે પુરુષવેદને ગુણસંક્રમ વડે બંધાતા સંવ ક્રોધમાં સંક્રમાવે છે. તે સમયોન બે આવલિકા જેટલા જ તુલ્યકાળમાં સર્વ સ્થિતિઓ સંક્રાન્ત થઈ જાય છે અને તેમાં છેલ્લા સમયે ગુણસંક્રમથી નહિ પરંતુ સર્વ સંક્રમથી સર્વ પુરુષવેદ સક્રાન્ત થઈ જાય છે, જેથી પુરુષવેદનો સર્વથા ક્ષય સંઇ ક્રોધના પહેલા વિભાગમાં (અશ્વકર્ણકરણ કાળમાં) થાય છે.