________________
સૂત્ર - ૨૪, સાતમઃ શિર :
४१७
૦ જો અહીં જેણે આયુષ્ય બાંધ્યું છે એવો ક્ષપકશ્રેણીનો આરંભ કરે, તો અનંતાનુબંધી ક્ષય પછી મરણ સંભવ હોઈ અટકી જાય છે.
૦ ત્યાર બાદ કદાચિત્ મિથ્યાત્વના ઉદયથી ફરીથી પણ અનંતાનુબંધીઓને બાંધે છે, સંચિત કરે છે, કેમ કે – અનંતાનુબંધીઓનું બીજભૂત મિથ્યાત્વના વિનાશનો અભાવ છે.
૦ જેણે મિથ્યાત્વ ક્ષણ કર્યું છે, એવો તો અનંતાનુબંધીઓને સંચિત કરતો નથી, કેમ કે - મિથ્યાત્વનો અભાવ છે.
૦ પૂર્વે જેણે આયુષ્ય બાંધ્યું છે, એવો ક્ષીણસપ્તક પૂર્વે બાંધેલ આયુષ્યના અનુસાર સર્વ ગતિને ભજનારો થાય છે.જો તિર્યંચ અથવા મનુષ્ય થાય, નો અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળામાં જ (યુગલિકોમાં જ) પેદા થાય છે.
૦ બાંધેલ આયુષ્યવાળો પણ તે વખતે કાળ ન કરે તો પણ ક્ષીણ સપ્તકમાં જ રહે છે, પરંતુ ચારિત્રમોહનને ખપાવવા માટે પ્રયત્ન કરતો નથી. હવે ક્ષીણસપ્તકવાળો બીજી ગતિમાં જતો, કેટલામાં ભાગમાં મોક્ષે જાય છે? - આવા પ્રશ્નના જવાબમાં કહેવાય છે કે – ત્રીજે ભવે કે ચોથે ભવે મોક્ષમાં જાય છે. (અહીં મનુષ્યભવમાં ક્ષાયિક સમકિત પામીને દેવગતિમાં અથવા નરકગતિમાં જાય. ત્યાંથી નીકળીને પુનઃ મનુષ્ય થઈ મોક્ષે જતાં ત્રીજે ભવે મોક્ષે જાય. જેમ શ્રેણિક આદિ. તથા તિર્યંચમાં અથવા મનુષ્યમાં જાય તો અવશ્ય યુગલિકોમાં જ જાય. ત્યાંથી દેવ થઈ, ત્યાંથી મનુષ્ય થઈ, મોક્ષે જતાં ચોથે ભવે મોક્ષે જાય. કૃષ્ણ મહારાજા નરકાયુ બાંધી ક્ષાયિકસમકિત પામી નરકે ગયા છે. ત્યાંથી નીકળી મનુષ્ય થઈ, ત્યાંથી પાંચમા કલ્પમાં દેવ થઈને મનુષ્યભવમાં આવી, બારમા અમમ તીર્થંકર થઈ મોક્ષે જવાના છે. એ અપેક્ષાએ પ્રાયિક પાંચ ભવ.) તેવી રીતે ક્ષીણસપ્તક આત્મા, પૂર્વે આયુષ્યના બંધવાળા પણ જો તે વખતે કાળ ન કરે, તો કોઈ એક વૈમાનિકમાં જ બાંધેલ આયુષ્યવાળો, ચારિત્રમોહનીય કર્મના ઉપશમ માટે પણ પ્રયત્ન કરે છે. શેષ ભવ ગતિઓના બાંધેલ આયુષ્યવાળો ચારિત્રમોહના ઉપશમ માટે પ્રયત્ન કરતો નથી
ચારિત્ર મોહનીયના ક્ષયનો ક્રમજો કે જેણે આયુષ્ય નથી બાંધ્યું એવો જીવ, ક્ષપકશ્રેણીનો આરંભ કરે છે ત્યારે સપ્તકનો ક્ષય થયા બાદ નિયમો અવિરત પરિણામવાળો જ, ચારિત્રમોહનીયને ખપાવવા માટે પ્રયત્ન કરે છે. પ્રયત્ન કરનાર ત્યાં યથાપ્રવૃત્તિ આદિ ત્રણ કરણો કરે છે.
૦ યથાપ્રવૃત્તિકરણ સાતમા અપ્રમત્ત ગુણસ્થાનમાં કરે છે. અપૂર્વકરણ આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનમાં કરે છે. અનિવૃત્તિકરણ નવમા અનિવૃત્તિ બાદરસપરાયમાં કરે છે.
૦ ત્યાં અપૂર્વકરણમાં સ્થિતિઘાત આદિ પાંચ પદાર્થો શરૂ થાય છે. ત્યાં પ્રથમ સમયથી જ સ્થિતિઘાતાદિ એવી રીતે પ્રવર્તે છે, કે જેથી અપૂર્વના પર્વત તથા અનિવૃત્તિકરણ અદ્ધાના પ્રથમ સમયમાં અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનાવરણ રૂપ આઠ મધ્યમ કષાયો છે. તેઓની સ્થિતિ સત્તા (પ્રથમ અન્તઃ કો૦ કો૦ સા) હતી તે ઘટીને) જેવી રીતે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી શેષ રહે, તેવી રીતે તે કષાયોને ખપાવે છે.