________________
सूत्र २२-२३,
सप्तम: किरण:
४०३
૦ કર્મોના પરમાણુઓમાં રહેલ સ્નિગ્ધ લક્ષણવાળા પ્રચુર રસને તે જ અપવર્તનાકરણથી અલ્પ કરવો, એ રસઘાત છે એવો અર્થ છે.
૦ આ અપૂર્વ ગુણસ્થાનમાં વિશુદ્ધિની વૃદ્ધિથી મોટા પ્રમાણ રૂપે હોઈ બંનેને અપૂર્વ જ કરે છે.
૦ ગુણશ્રેણિ સ્વરૂપવર્ણન તે જ અપવર્તનાકરણથી ઉપરની સ્થિતિમાંથી વિશુદ્ધિના વશે કરી ઉતારેલ દળિયાને અન્તર્મુહૂર્ત સુધી ઉદયના ક્ષણથી ઉપર જલ્દી જલ્દી ક્ષય કરવા માટે ક્ષણે ક્ષણે અસંખ્યાતગુણી વૃદ્ધિથી, શુદ્ધિના અપકર્ષથી પૂર્વના ગુણસ્થાનોમાં કાળથી ઘણી લાંબી અને દલિકરચનાની અપેક્ષાએ અલ્પ દલિકના અપવર્તનથી અપૃથુતર ગુણે શ્રેણિને અહીં તો વિશુદ્ધિ હોવાથી, અપૂર્વ એટલે કાળથી હ્રસ્વતર, દલિકરચનાની અપેક્ષાએ અપૃથુતરને બહુતર દલિકના અપવર્તન દ્વારા ફરીથી પૃથુતર રૂપ અપૂર્વ ગુણશ્રેણિને २ये छे.
गुणसंक्रमस्वरूपमाह
बध्यमानशुभप्रकृतिष्वबध्यमानाशुभप्रकृतिदलिकस्य विशुद्धितो नयनं गुण
संक्रमः । २३ ।
बध्यमानेति । गुणेन प्रतिसमयमसंख्येयलक्षणेन गुणकारेण संक्रमो बध्यमानप्रकृतिव्यतिरिक्तप्रकृतिदलिकं बध्यमानासु शुभप्रकृतिषु प्रक्षिप्य बध्यमानप्रकृतिरूपतया तस्य परिणमनं गुणसंक्रमः, अपूर्वकरणादारभ्य षट्चत्वारिंशदशुभप्रकृतीनां संक्रमो भवति, ताश्च प्रकृतयो मिथ्यात्वातपनारकायुर्वर्जा मिथ्यादृष्टियोग्यास्त्रयोदश, अनन्तानुबन्धितिर्यगायुरुद्योतवर्जास्सास्वादनयोग्या एकोनविंशतिः, मध्यमकषायाष्टकास्थिराशुभायशः कीर्त्तिशोकारत्य - सातवेदनीया: । तत्र मिथ्यात्वस्यानन्तानुबन्धिनाञ्चापूर्वकरणादर्वागेव संक्रमः, अत एवाविरतसम्यग्दृष्ट्यादयश्च क्षपयन्ति । आतपोद्योते च शुभे, अशुभप्रकृतीनामेव गुणसंक्रमात् । आयुषाञ्च परप्रकृतौ संक्रमासंभवादिह तद्वर्जनं बोध्यम् । निद्राद्विकोपघाताप्रशस्तवर्णादिनवकहास्यरतिजुगुप्सानां त्वपूर्वकरणे स्वस्वबन्धव्यवच्छेदादारभ्य गुणसंक्रमो भवति तदेतदुक्तं बध्यमानशुभप्रकृतिष्वबध्यमानाशुभप्रकृतिदलिकस्येति ॥
ગુણસંક્રમનું સ્વરૂપ
ભાવાર્થ - બંધાતી શુભ પ્રકૃતિઓમાં નહિ બંધાતી અશુભ પ્રકૃતિઓના દલિકનું વિશુદ્ધિથી લઈ જવું, એ 'गुएासंभ' छे.
વિવેચન - ગુણથી એટલે સમયે સમયે અસંખ્યાત રૂપ લક્ષણવાળા ગુણકારથી, (ગુણાકારથી) સંક્રમ એટલે બંધાતી પ્રકૃતિઓથી, ભિન્ન અબંધાતી પ્રકૃતિઓનું દલિક, બંધાતી શુભ પ્રકૃતિઓમાં ફેંકીને બંધાતી પ્રકૃતિ રૂપે તેનું પરિવર્તન ‘ગુણસંક્રમ’ અપૂર્વકરણથી માંડીને ૪૬ અશુભ પ્રકૃતિઓનો સંક્રમ થાય છે.