________________
३२४
तत्त्वन्यायविभाकरे
રૂપ પ્રકાશથી પ્રકાશયોગ્ય) શુદ્ધ, સમ્યકત્વ આદિના ભાવની વૃદ્ધિ કરાવવામાં હેતુભૂત, એવં દેવ આદિ જન્મ (ભાવ) અને સાતાવેદનીયકર્મના બંધના કારણભૂત સમ્યકત્વ ક્રિયા છે. તે ક્રિયાનો સામાન્યથી સ્વામી સરાગ જીવ હોવાથી અહીં “પ્રેમપ્રત્યયિકી’ કહેલ છે. જો આમ છે, તો મિથ્યાત્વ ક્રિયા તો સમ્યકત્વ ક્રિયાથી વિપરીત અર્થાત્ અભિગૃહીત-અનભિગૃહીત આદિ રૂપ મિથ્યાદષ્ટિ રૂપ સ્વામીવાળી હોઈ અહીં ‘ષપ્રત્યયિકી” કહેલ છે, એમ સમજવું.
આ આશ્રવ સરોવર સમાન આત્માના વિશિષ્ટ પરિણામ રૂપ છે અને કર્મ રૂપી જળ (પાણી)ને પ્રવેશમાં છિદ્ર રૂપ છે. (નાળાં છે, ત્યાં પ્રાણાતિપત (જીવહિંસા) આદિથી નિવૃત્તિ વગેરે, સત્ય વગેરે, અપરિગ્રહપણું અને ધર્મધ્યાન વગેરે શુભ આશ્રવો છે. અર્થાત્ બેંતાલીશ પ્રકારના પુણ્યના આશ્રવો છે. તેના શત્રુભૂત અશુભ આશ્રવો ખ્યાશી પ્રકારના પાપના હોય છે. ક્રિયાનિરૂપણનો ‘ઇતિ એવા પદથી ઉપસંહાર કરે છે. આ પ્રમાણે આશ્રવતત્ત્વને સંક્ષેપથી નિરૂપિત કર્યું છે, એવું સૂચન “ઇતિ' એવું પદ કરે છે.
-: પ્રશસ્તિ - ઇતિ તપોગચ્છનભોમણિ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વર પટ્ટાલંકાર શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વર ચરણકમલમાં સ્થાપિત ભક્તિરસવાળા તેઓશ્રીના પટ્ટધર શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજાએ રચેલ ‘તત્ત્વન્યાયવિભાકર'ની સ્વોપન્ન “ન્યાયપ્રકાશ' નામની વ્યાખ્યા) ટીકામાં “આશ્રવનિરૂપણ' નામનું છઠું કિરણ સમાપ્ત.
તત્ત્વન્યાયવિભાકર ગ્રંથ રચયિતાના પટ્ટધર આ. વિજય ભુવનતિલકસૂરિના શિષ્ય પૂ.આ. શ્રીમદ્ વિજયભદ્રકરસૂરિએ તત્ત્વન્યાયવિભાકરની સ્વોપજ્ઞ ન્યાયપ્રકાશ નામની ટીકાનો સરળ ભાષામાં
છઠ્ઠા કિરણનો ગુજરાતી ભાવાનુવાદ સમાપ્ત.
• ઇતિ છઠું કિરણ •