________________
सूत्र - ३९-४०, षष्ठ किरणे
३२३ शुद्धसम्यक्त्वादिभावसंवर्धनहेतुर्देवादिजन्मसद्वेद्यबन्धकारणं सम्यक्त्वक्रिया । सा च सामान्येन सरागजीवस्वामिकत्वादत्र प्रेमप्रत्ययिकीत्युक्ता । मिथ्यात्वक्रिया तु सम्यक्त्वक्रिया विपरीताऽभिगृहीताभिनिविष्टादिमिथ्यादृष्टिस्वामिकत्वेनात्र द्वेषप्रत्ययिकीति प्रोक्तेति ध्येयम् । सोऽयमास्रवः सरस्तुल्यस्यात्मनः परिणामविशेषः कर्मोदकप्रवेशे रन्धं तत्र प्राणातिपातादिनिवृत्त्यादयः सत्यादयोऽपरिग्रहत्वं धर्मध्यानादयश्च शुभा आस्रवाः द्विचत्वारिंशद्विधस्य पुण्यस्य, तत्प्रत्यनीकाश्चाशुभाश्रवा द्वयशीतिविधस्य पापस्य भवन्ति । क्रियानिरूपणं निगमयतीतीति । आस्रवतत्त्वं समासतो निरूपितमित्याशयेनाह समाप्तमिति ॥
___ इति तपोगच्छनभोमणिश्रीमद्विजयानन्दसूरीश्वरपट्टालङ्कार
श्रीमद्विजयकमलसूरीश्वरचरणनलिनविन्यस्तभक्तिभरेण तत्पट्टधरेण विजयलब्धिसूरिणा विनिर्मितस्य तत्त्वन्यायविभाकरस्य स्वोपज्ञायां न्यायप्रकाशव्याख्यायामास्रवनिरूपणोनाम षष्ठः किरणस्समाप्तः ॥
ઇર્યાપથિકી ક્રિયાભાવાર્થ - અપ્રમત સાધુ, વીતરાગ છદ્મસ્થ અથવા કેવલીને ઉપયોગપૂર્વક ગમન આદિ કરતા જે સૂક્ષ્મ ક્રિયા, તે “ઇયપથિકી.”
વિવેચન - ઈર્યાપથ એટેલ ઇય-ગમન (ગતિ) પંથ-માર્ગ (પ્રવેશક ઉપાય) છે જે કર્મનો (કર્મબંધનો), તે ઇર્યાપથ (કર્મ) કહેવાય છે. અર્થાત્ ગમન આદિ દ્વાર(નિમિત્ત)વાળું (જન્ય) કર્મ છે.
૦ બંધાતા કે વેદાતા (અનુભવાતા) તે કર્મની નિમિત્તભૂત જે ક્રિયા, તે નિમિત્ત (કારણ) નિમિત્ત(કાય)ના અભેદ ઉપચાર રૂપ નયની અપેક્ષાએ “ઇર્યાપથિકી.” કહેવાય છે.
૦ તે ક્રિયા કેવલ યોગ રૂપ નિમિત્તજન્ય બંધહેતુ રૂપ છે.
૦ શૈલેશી અવસ્થાના પૂર્વકાળવાર્તા કેવલીઓને (ક્ષીણમોહને) અને છદ્મસ્થ વીતરાગ એટલે ઉપશાન્ત મોહ (અગિયારમા ગુણસ્થાનસ્થને) આ પ્રસ્તુત ક્રિયા હોય છે. અર્થાત્ આ ક્રિયા તેરમા સયોગી ગુણસ્થાનક સુધી હોય છે. - આ બધી ક્રિયાઓ વિભાગવાક્યમાં “ક્રિયાપંચવિંશતિ' પદથી કહેલ છે. તે વાતને કહે છે કે- ઇતિ' એવા પદથી આ સર્વ ક્રિયાઓમાં પ્રેમપ્રત્યયાષપ્રત્યયા ક્રિયાના સ્થાનમાં સમ્યકત્વ-મિથ્યાત્વ રૂપ બે ક્રિયાઓ શ્રી તત્ત્વાર્થભાષ્યકારે કહેલ છે. વળી તે સમ્યકત્વ અને મિથ્યાત્વ રૂપ બે ક્રિયાઓમાં શુદ્ધ કરેલ મિથ્યાત્વમોહનીયકર્મના દળિયાના અનુભવથી પ્રવર્તેલ, શમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા અને આસ્તિક્ય રૂપ ચિન્હોથી ગમ્ય (જાણી શકાય) એવી જીવ આદિ પદાર્થ (તત્ત્વ) વિષયક શ્રદ્ધા (નિશ્ચય) રૂપ શ્રી અરિહંતસિદ્ધ-આચાર્ય-ઉપાધ્યાય-સાધુજન આદિ પ્રત્યે યોગ્યતા પ્રમાણે પુષ્પ-ધૂપ-દીપ-ચામર-છત્ર-નમસ્કાર-વસ્ત્રઆભરણ-અન્ન-પાન-શયા આદિનું દાન ઈત્યાદિ અનેક (નાનાવિધ) વૈયાવૃત્યસેવાથી અભિવ્યંગ્ય (સેવા