________________
सूत्र - २५-२६-२७, षष्ठ किरणे
३१५
વિવેચન - અપ્રત્યાખ્યાનિકીનો વ્યુત્પતિલભ્ય અર્થ એ છે કે-સંયમનો વિઘાત કરનારા કષાય આદિનું પ્રત્યાખ્યાન (પરિહારત્યાગ-પચ્ચકખાણ) જે ક્રિયામાં નથી, તે “અપ્રત્યાખ્યાનિકી' કહેવાય છે.
જીવ એટલે પ્રાણી અને અજીવ એટલે જીવથી બીજો, તે બે વિષય જે ક્રિયાના છે, તે જીવાજીવવિષયણી. વિરતિનો અભાવ એટલે નહિ પચ્ચકખાણ કરેલ પાપકર્મવાળાને અનુકૂળ ક્રિયા, એ અપ્રત્યાખ્યાનિકી” એવો અર્થ સમજવો.
સંયમના ઘાતકર્મના ઉદયના વશે નિવૃત્તિના અભાવને અનુકૂળ ક્રિયા “અપ્રત્યાખ્યાનિકી' છે, એમ ભાવ જાણવો. ચોથા ગુણસ્થાનક સુધી આ પ્રસ્તુત ક્રિયા હોય છે.
दृष्टिकी निरूपयतिप्रमादिनो जीवाजीवविषयदर्शनादरात्मिका क्रिया दृष्टिकी । २६ ।
प्रमादिन इति । दृष्टिरेव दृष्टिकी, रागादिकलुषितस्य जीवाजीवावलोकनम् । जीवाजीवास्तुरङ्गस्यन्दनप्रभृतयस्तद्विषयकं यदर्शनं तत्रादरात्मिका प्रमादिनः क्रियेत्यर्थः । प्रमादिन इतिपदेनाप्रमादिकर्तृकदर्शनादरस्य व्युदासः, तथा च प्रमादप्रयुक्तजीवाजीवविषयक दर्शनादरक्रियात्वं लक्षणम् । न चेन्द्रियाश्रवे गतार्थत्वादस्याः पृथग्ग्रहणं निरर्थकमिति वाच्यम्, पूर्वत्रेन्द्रियविज्ञानग्रहणात्, इह तु तत्पूर्वकपरिस्पन्दग्रहणाददोषात् । षष्ठगुणस्थानं यावदसौ ॥
દૃષ્ટિકી ક્રિયાભાવાર્થ – પ્રમાદી જીવની જીવ-અજીવવિષયક દર્શનના આદર રૂપ ક્રિયા, તે દૃષ્ટિકી.” વિવેચન - દૃષ્ટિ એ જ દૃષ્ટિકી. રાગ આદિ દોષથી કલુષિત જીવનું જીવ-અજીવનું અવલોકન, તે દષ્ટિકી' છે. ઘોડા, રથ વગેરે ચિત્રકર્મ આદિ રૂપ જીવ-અજીવવિષયવાળું જે દર્શન છે, તેમાં આદર રૂપ પ્રમાદી જીવની ક્રિયા, એ “દષ્ટિકી” ક્રિયા છે.
લક્ષણ અને પદોનું પ્રયોજન- “પ્રમાદી એવા પદ વડે અપ્રમાદી જેનો કર્તા છે, એવા દર્શન આદરનું નિરાકરણ થાય છે. તથાચ પ્રમાદ(દી)જન્ય જીવ-અજીવવિષયક દર્શન આદર ક્રિયાપણું લક્ષણ છે.
શંકા - આ પ્રસ્તુત ક્રિયાનો અર્થ પૂર્વોક્ત ઇન્દ્રિય આશ્રવમાં આવી જાય છે, તો આ ક્રિયાનું પૃથગુ ગ્રહણ શું નિરર્થક નહિ થાય ને?
સમાધાન - પૂર્વોક્ત ઇન્દ્રિય આશ્રવમાં ઇન્દ્રિયવિજ્ઞાનનું ગ્રહણ હોવાથી આ ક્રિયા નિરર્થક નથી. વળી આ પ્રકૃતક્રિયામાં તો ઇન્દ્રિયવિજ્ઞાનપૂર્વક પરિસ્પંદ-કંપનનું ગ્રહણ હોવાથી દોષ નથી.
આ પ્રસ્તુત કષાયવાળા-ચક્ષુઈન્દ્રિયવાળા પ્રમત્ત જીવને છઠ્ઠા ગુણસ્થાનક સુધી હોય છે. स्पृष्टिकीमभिदधातिसदोषस्य जीवाजीवविषयकं स्पर्शनं स्पृष्टिकी । २७ ।