________________
३१४
तत्त्वन्यायविभाकरे
। विपरीततत्त्वप्रतिपत्त्यादौ हि अनुमोदनादिकं अयथार्थवस्तुश्रद्धानवानेव करोति कारयति चेति भावः । आतृतीयमसौ ॥
મિથ્યાદર્શનપ્રયિકીભાવાર્થ – અભિગૃહિત-અનભિગૃહિતના ભેદથી યુક્ત, અયથાર્થ વસ્તુવિષયક શ્રદ્ધાજન્ય વ્યાપારવાળી ક્રિયા, તે “મિથ્યાદર્શનખત્યયિકી.”
વિવેચન - વિપરીત તત્ત્વના સ્વીકાર-નિર્ણય રૂપ મિથ્યાદર્શન જે ક્રિયાનું પ્રત્યયનિમિત્તકારણ છે, તે ક્રિયા “મિથ્યાદર્શનપ્રયિકી-એમ વિગ્રહ કરી અર્થ કરવો.
(૧) અભિગૃહીત મિથ્યાદર્શન પ્રત્યયિકી-જીવ આદિના હીન (અંગુઠાની પૂર્વરખા પ્રમાણ, તંદુલ જેવડો આત્મા છે ઇત્યાદિ હીન) અને અધિક (સર્વવ્યાપી આત્મા છે ઇત્યાદિ અધિક) પરિણામ આદિ જણાવનાર દર્શન(દર્શનશાસ્ત્ર)ની અનુમોદના કરનાર પુરુષ સંબંધી.
(૨) અનભિગૃહીત મિથ્યાદર્શન પ્રત્યયિકી-અસંજ્ઞી જીવોને હોય છે. સંજ્ઞા જીવોમાં પણ જે સંજ્ઞા જીવોએ કુતીર્થકમત (મિથ્યાદર્શન) સ્વીકારેલ નથી, તે સંજ્ઞી જીવોમાં અર્થાત આ કુદષ્ટિમતના વિશ્વાસ વગરના જીવવિષયવાળી છે. અભિગૃહીતથી ભિન્ન અનભિગ્રહીત પદથી ત્રીજી સંદિગ્ધ (સંદેહજન્ય) ક્રિયા પણ લેવી, કેમ કે તે શાસ્ત્રના એક આદિ અક્ષર-શબ્દ-વાક્યવિષયક સંશયથી જન્ય છે.
એવંચ જે વ્યાપારનો હેતુ અયથાર્થ વસ્તુનો વિશ્વાસ છે, તેવા વ્યાપારવાળી અને તેવા વ્યાપારની સાથે અભિન્ન વ્યાપારમાં કારણભૂત અનુમોદન આદિ રૂપ ક્રિયા, તે “મિથ્યાદર્શન પ્રત્યયિકી.” -
વિપરીત તત્ત્વના સ્વીકાર આદિ હોયે છતે તો અનુમોદનાદિ ક્રિયા અયથાર્થ વસ્તુની શ્રદ્ધાવાળો કરે છે અને કરાવે છે, એમ ભાવ સમજવો.
આ ક્રિયા, સમ્યકત્વમોહનીય સિવાય દર્શનષક=ચાર અનંતાનુબંધી કષાયો, મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીયના ઉદયથી થતી હોઈ ત્રીજા ગુણસ્થાનક સુધી હોય છે.
अप्रत्याख्यानिकीमाहजीवाजीवविषयिणी विरत्यभावानुकूला क्रियाऽप्रत्याख्यानिकी । २५ ।
जीवाजीवेति । संयमविघातकारिकषायादीनां न प्रत्याख्यानं परिहारो यस्यां साऽप्रत्याख्यानिकी । जीवः प्राणी, अजीवो जीवेतरस्तौ विषयौ यस्याः सा, विस्त्यभावोऽप्रत्याख्यातपापकर्मणस्तदनुकूला क्रियाऽप्रत्याख्यानिकीत्यर्थः । संयमघातिकर्मोदयवशान्निवृत्त्यभावानुकूलक्रियेति भावः । चतुर्थगुणस्थानं यावदेषा ॥ .
અપ્રત્યાખ્યાનિકી ક્રિયાભાવાર્થ - જીવ-અજીવ રૂપ વિષયવાળી વિરતિના અભાવને અનુકૂળ ક્રિયા, તે “અપ્રત્યાખ્યાનિકી.”