________________
तत्त्वन्यायविभाकरे
(જે સાધુ-સંતમાં મન-વચન-કાયની શુદ્ધિ હોય, તે ભાવથી પણ હિંસા કરતો નથી તેમજ દ્રવ્યથી પણ હિંસા કરતો નથી. આ કથન શુદ્ધિની પ્રધાનતાને લક્ષીને ‘ધર્મપરીક્ષા' શાસ્ત્રમાં કરેલ છે.) (કેટલાક સ્થાન ઉપર શરીરધારી પ્રાણીઓને આ ભંગ-પ્રકાર અશક્ય છે એમ પણ કહેલ છે.) અર્થાત્ બીજા અને ત્રીજા ભાંગામાં હિંસકપણું છે તથા પ્રથમ અને ચોથા ભાંગામાં હિંસકપણું નથી, એમ સમજવું.
असत्याश्रवं लक्षयति
३००
अयथावद्वस्तुप्रवृत्तिजन्याश्रवोऽसत्याश्रवः । ९ ।
अयथावदिति । अयथावद्वस्तुप्रवृत्तिर्नाम - ये पदार्था यथार्थो न भवन्ति तेषु यथार्थतया वाक्कायमनसां प्रवर्त्तनम्, तज्जन्य आस्रव इत्यर्थः । अत्र प्रवृत्तिग्रहणेन कायजन्यानां पाणिनेत्रौष्ठपादाद्यवयवक्रियाणां अलीकानां परवञ्चनोपयुक्तानां वाग्जन्यानां असद्वचनानां, मनोजन्यानामसद्विचाराणाञ्च सङ्ग्रहः । ज्ञानग्रहणेन वचनग्रहणेन वाऽन्यतमस्य सङ्ग्रहः स्यान्न तु सर्वेषाम् । नास्त्यात्मा, नास्ति परलोकः, इत्यादिवचनानि, श्यामाकतन्दुलप्रमाणोऽङ्गुष्ठपर्वमात्रप्रमाणो वा आदित्यवर्णो निष्क्रियो वाऽयमात्मेत्यादिवचनानि, अश्वं यो गां ब्रवीति गामश्वमेतादृशान्यपि वचनानि हिंसापारुष्यारुन्तुदवचांसि च शास्त्रगर्हितत्वेनायथावद्वस्तुविषयकाण्येवेति न क्वाप्यव्याप्तिरप्रशस्तार्थत्वादिति ॥
અસત્યાશ્રવ
ભાવાર્થ - અસત્ પદાર્થોમાં સદ્ગુદ્ધિ-પ્રવૃત્તિજન્ય આશ્રવ, તે ‘અસત્યાશ્રવ.’
વિવેચન – પ્રમત્તયોગથી જે પદાર્થો સદ્ભૂત નથી, તેઓમાં સદ્ગુદ્ધિથી મન-વચન-કાયાની પ્રવૃત્તિજન્ય આશ્રવ ‘અસત્યાશ્રવ' કહેવાય છે.
અહીં પ્રવૃત્તિના ગ્રહણથી કાયથી જન્ય હાથ, આંખ, હોઠ, પગ રૂપ અવયવો પરને ઠગવામાં ઉપયોગી હોઈ જુદી ક્રિયાઓનો, વચનજન્ય જુઠ્ઠા વચનોનો અને મનોજન્ય જુટ્ઠા વિચારોનો સંગ્રહ સમજવો.
જ્ઞાનના ગ્રહણથી કે વચનના ગ્રહણથી કોઈ એકનો સંગ્રહ છે, સઘળાનો સંગ્રહ નથી. અવ્યાપ્તિના અભાવની ચર્ચા
‘આત્મા નથી’ (કેટલાક શુભાશુભ કર્મોનો કર્તા, અનુભવ, સ્મરણ આદિ ક્રિયાઓના આધારભૂત વિદ્યમાન આત્માનું મોહથી નાસ્તિત્વ સ્વીકારે છે.), ‘પરલોક નથી’ (પરલોકી આત્માના અભાવથી પરલોકનો અભાવ છે. અર્થાત્ શુભાશુભ કર્મ, તેનો ઉપભોગ અને દાનફળના અભાવનો સંગ્રહ સમજવો.) વગેરે વગેરે વચનો. (અહીં ભૂતનિનવ સમજવો.) (૧)
આ આત્મા સામોધાન્યના તંદુલ જેવડો છે. આ આત્મા અંગુઠાના પર્વ (પેરવા) જેટલો આત્મા છે.