________________
२९८
तत्त्वन्यायविभाकरे
માવત:, कदाचिद्भावतो न द्रव्यतः कदाचिद्द्रव्यतो भावतश्च । कदाचिच्च द्रव्यतो न वा भावत इति । यो हि ज्ञानी श्राद्धः स्वीकृतजीवस्वतत्त्वः कर्मक्षपणार्थं प्रवृत्तचरणसम्पत् काञ्चिद्धर्मक्रियामधितिष्ठन् प्रवचनमातृभिरनुगृहीतः पादन्यासमार्गावलोकितपिपीलिकादिसत्त्वः समुत्क्षिप्तं चरणमक्षेसुमसमर्थः कदाचित् पिपीलिकादेरुपरि पादं न्यस्यति, उत्क्रान्तप्राणश्च प्राणी भवति तदास्यात्यन्तशुद्धाशयस्य दयादत्तावधानविमलचेतसः द्रव्यप्राणव्यपरोपणमात्रान्नास्ति हिंसकत्वम् । द्वितीये व्याधस्य प्रमत्तस्याकृष्टधनुषो लक्ष्यमृगमुद्दिश्य विसर्जितशिलीमुखस्य कदाचिच्छरपातस्थानादपसृते सारङ्गे चेतसोऽशुद्धत्वाद् द्रव्यतोऽविनष्टेष्वपि प्राणिषु व्याधस्य हिंसारूपेण परिणतत्वाद्भवत्येव भावतो हिंसा । तृतीये तत्रैव मृगो यदा म्रियते तदा द्रव्यभावाभ्यां हिंसकत्वम् । चतुर्थे तु शैलेशीकरणवर्तिनस्सिद्धाश्च तेषां योगाभावेन द्रव्यभावहिंसाऽसंभवादतो द्वितीये तृतीय एव कल्पे हिंसकत्वं न प्रथमचतुर्थयोरिति दिक् ॥
હિંસાશ્રવ
ભાવાર્થ - પ્રમાદી પુરુષ જેનો કર્તા છે, એવા પ્રાણીના પ્રાણના વિયોગથી જન્ય આશ્રવ, તે ‘હિંસાશ્રવ.’
-
વિવેચન – જેનો કર્તા પ્રમાદવાળો પુરુષ છે, એવો જે પ્રાણોનો વિયોગ, તેનાથી જન્ય આશ્રવ ‘હિંસાશ્રવ' કહેવાય છે. પ્રમાદી-કષાય-ઇન્દ્રિયવિષય-વિકથા-નિદ્રા-મઘ રૂપ નિમિત્તોથી પ્રમાદમાં ગયેલો ‘પ્રમાદી’ કહેવાય છે.
ત્યાં અનંતાનુબંધી આદિ સોલ પ્રકારના કષાયોમાં પરિણત આત્મા પ્રમાદી, સ્પર્શન આદિ ઇન્દ્રિયના વિષયગત રાગ-દ્વેષપરિણામી આત્મા પ્રમાદી, સ્ત્રી-ભોજન-દેશ-રાજા સંબંધી કથા-વિકથા નિમિત્તે રાગદ્વેષવિવશ મનવાળો આત્મા પ્રમાદી, દર્શનાવરણીયકર્મના ઉદયજન્ય પંચપ્રકારી નિદ્રા રૂપ પરિણામવિશિષ્ટ આત્મા પ્રમાદી, મઘ (મદિરા, શી-શેલડીના રસનો એક દારૂ, દ્રાક્ષનો રસ, મહુડાનો દારૂ)- મદિરાપાન કરે છતે મૂર્છા-વિવલતાને પામેલો આત્મા પ્રમાદી કહેવાય છે.
પ્રમાદિકર્તૃક એટલે પ્રમત્તના વ્યાપારથી જન્ય, પ્રાણો એટલે પાંચ ઇન્દ્રિય, આયુષ્ય, કાય, વચન, મનોબળ, શ્વાસોશ્વાસ-એમ દ્રવ્યપરિણામ રૂપ દશ પ્રકારના પ્રાણો જીવોમાં સંભવ પ્રમાણે રહેલા છે. તે પ્રાણોનો વિયોગ એટલે આત્માથી પ્રાણોને છૂટા કરવા, તે પ્રાણવિયોગ (મરણ) જન્ય આશ્રવ ‘હિંસાશ્રવ’ કહેવાય છે.
પ્રાણવિયોગપદની સાર્થકતા
જીવને સ્વથી અવયવ વગરનો હોવાથી જુદો કરી શકાતો નથી, માટે ‘પ્રાણવિયોગ’ આ પ્રમાણે કહેલ છે. પ્રાણોની સાથે જીવનો સંયોગ કે વિયોગ કર્મના હિસાબે સંભવિત છે, માટે પ્રાણોથી પ્રાણીનો વિયોગ છે એમ સમજવું.