________________
सूत्र - ५७, पञ्चमः किरणे
=
નારાચસંહનન
२८१
‘ઉભયથી મર્કટબંધ માત્ર સંવલિત અસ્થિસંધિનિદાનત્વ વિશિષ્ટ કર્મત્વ' એ નારાચસંહનનું લક્ષણ છે. વજ્રર્ષભનારાચ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે ‘માત્ર’ પદ મૂકેલ છે. અર્ધનારાચમાં અતિવ્યાપ્તિ રૂપ વ્યભિચારના વારણ માટે ‘ઉભયતઃ’ આ પ્રમાણે કહેલ છે.
આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ-ચૌદ કોડાકોડી સાગરોપમ. અબાધાકાળ-ચૌદશો વર્ષ. જઘન્ય સ્થિતિપંચેન્દ્રિયની માફક.
આ સંઘયણમાં કેવલ મર્કટબંધ જ છે. ખીલી નથી અને ઋષભસંજ્ઞાવાળો પાટો નથી. તેના કારણભૂત કર્મ ‘નારાચ’ કહેવાય છે.
અર્ધનારાચ
એક પાર્શ્વ માત્રની અપેક્ષાએ મર્કટબંધ વિશિષ્ટ અસ્તિની સંધિનિદાનત્વ વિશિષ્ટ કર્મત્વ' એ
અર્ધનારાચનું લક્ષણ છે. નારાચ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે ‘એક પાર્શ્વ માત્રાવચ્છેદ’ આ પ્રમાણે પદ મૂકેલ છે. એથી જ ‘માત્ર પદ પણ છે.
આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ-સોલ કોડાકોડી સાગરોપમ. અબાધાકાળ-સોલસો વર્ષ. જઘન્ય સ્થિતિપંચેન્દ્રિય મુજબ.
અર્ધનારાચસંઘયણમાં એક બાજુથી મર્કટબંધ અને બીજી બાજુથી ખીલી હોય છે તે અર્ધનારાચ, તે કારણભૂત કર્મ ‘અર્ધનારાય.’
કીલિકા
‘કૈવલ કીલિકાસર્દેશ અસ્થિની સાથે બાંધેલ હાડકાની સંધિ-વિશિષ્ટ રચના પ્રયોજકત્વ વિશિષ્ટ કર્મત્વ’ એ કીલિકાનું લક્ષણ છે. વજ્રર્ષભનારાચમાં અતિવ્યાપ્તિ રૂપ વ્યભિચારના વારણ માટે ‘કૈવલ’ આવું પદ મૂકેલ છે.
આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ-અઢારસો કોડાકોડી સાગરોપમ. અબાધાકાળ-અઢારસો વર્ષ. જધન્ય સ્થિતિપંચેન્દ્રિય મુજબ.
અહીં ખીલી માત્રથી બાંધેલ હાડકાં જ હોય છે. તેનું કારણભૂત કર્મ ‘કીલિકા' કહેવાય છે.
સેવાર્તા
‘પરસ્પર જુદી-અલગ સ્થિતિવાળા હાડકાઓના શિથિલ સંબંધ નિદાનત્વ વિશિષ્ટ કર્મત્વ’ એ સેવાર્તાનું લક્ષણ છે. આ સંઘયણનો ઉદય થવાથી જીવ રોજ તેલમાલીશ વગેરે સેવા ચંપીની ઇચ્છા કરે છે. આ છેવાસંઘયણમાં પરસ્પર છેડાના સ્પર્શ રૂપ સેવાને પામેલ હાડકાં હોય છે. જે સંઘયણ તેલ, ઘી વગેરે દ્રવ્ય સહિતનું ભોજન-તેલથી માલીશ-પગચંપી સેવા રૂપ-વારંવાર અભ્યાસ રૂપ પરિશીલનની અપેક્ષા રાખે છે, સેવાર્દ છે. તેનું કારણભૂત કર્મ ‘સેવાર્ત્ત. આ સેવાર્દનામકર્મનું બીજું નામ ‘સૂપાટિકા' તરીકે તત્ત્વાર્થભાષ્યમાં પ્રસિદ્ધ છે.