________________
२८०
तत्त्वन्यायविभाकरे
अस्य संहननस्योदये सति जीवो नित्यमेव स्नेहाभ्यङ्गादिरूपां परिशीलनामाकांक्षति । अस्यैव च सृपाटिकेति तत्त्वार्थे नामान्तरम् । विंशतिसागरोपमकोटीकोट्यऽस्य परा स्थितिः । वर्षसहस्रद्वयञ्चाबाधा, जघन्या पञ्चेन्द्रियवत् । इमानि संहननानि औदारिकशरीर एव भवन्ति । विभागवाक्येऽप्रथमसंहननशब्दवाच्यान्येतान्येवेत्याह इतीति ॥ -
| ઋષભનારાચ આદિ સંહનનોના લક્ષણોભાવાર્થ - બે બાજુએ મર્કટબંધથી યુક્ત હાડકાઓના સમુદાયમાં રહેનાર પાટાના બંધ સરખા હાડકામાં પ્રયોજક કર્મ ‘ઋષભનારાચ.”
બે બાજુએ મર્કટબંધ માત્રથી યુક્ત હાડકાના અનુસંધાનમાં કારણભૂત કર્મ “નારાચ. એક બાજુથી મર્કટબંધથી વિશિષ્ટ હાડકાના અનુસંધાનમાં કારણભૂત કર્મ “અર્ધનારાચ.' કેવલ ખીલી સરખા હાડકાની સાથે બાંધેલ હાડકાની વિશિષ્ટ રચનામાં પ્રયોજક કર્મ ‘કીલિકા.”
પરસ્પર જુદી સ્થિતિવાળા હાડકાઓના ઢીલા સંબંધમાં કારણભૂત કર્મ “સેવાર્ત.” આ પ્રમાણે સંહનાનપંચક છે.
વિવેચન - બંને બાજુથી મર્કટબંધથી યુક્ત અસ્થિના સંચયમાં રહેનાર પટ્ટબંધસદશ “અસ્થિપ્રયોજકત્વ વિશિષ્ટ કર્મત્વ' એ ઋષભનારાશનું લક્ષણ છે. અહીં “તાદશ અસ્થિ માત્ર પ્રયોજત્વે સતિ' એમ બોલવું. જો ઉભયતો મર્કટબંધ સંવલિત અસ્થિસંચયવૃત્તિ પટ્ટસદશ અસ્થિપ્રયોજકત્વ વિશિષ્ટ કર્મત્વ-એમ બોલવામાં આવે, તો વજઋષભનારાચમાં અતિવ્યાપ્તિ રૂપ વ્યભિચારની આપત્તિ આવી જાય ! નારાચમાં અતિવ્યાપ્તિના વારણ માટે “પઢબંધ સદશાસ્થિ એવું પદ મૂકેલ છે.
આ સંઘયણમાં માત્ર ખીલી નથી. એ સિવાય બંને બાજુએ મર્કટબંધથી બાંધેલ બે હાડકાઓ પાટાના આકારવાળા ત્રીજા હાડકાથી વીંટાયેલ છે. તે ઋષભનારાચનું પ્રયોજક કર્મ પણ “ઋષભનારાચ' નામ કહેવાય છે.
આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ-બાર કોડાકોડી સાગરોપમ. અબાધાકાળ-બારસો વર્ષ. જઘન્ય સ્થિતિપંચેન્દ્રિય મુજબ.
આ કર્મના સ્થાનમાં વજનો અર્ધભાગ, ઋષભનો અર્થ અને નારાચનો અર્ધ-એમ કરીને “અર્ધવજર્ષભનારાચ' નામ. આવા નામવાળું સંહનન તત્ત્વાર્થભાષ્યકાર કહે છે.
[अर्धवज्रर्षभनाराचनामनु वज्रर्षभनारारचनाम/किल सर्वेषां वज्रस्यार्धं ऋषभस्या) नाराचस्यार्धमिति भाष्यकारमतम् । कर्मप्रकृतिग्रन्थेषुवज्रनाराचनामैवं पट्टहीनं पठितं किमत्र तत्त्वमिति सम्पूर्णानुयोगधारिणः क्वचित् संविद्रते अर्धग्रहणाद् वा ऋषभम हीनं व्याख्येयम् ।]