________________
२७६
तत्त्वन्यायविभाकरे
[જાતિનામકર્મનું કાર્ય અનન્ય સાધ્ય એકેન્દ્રિયાદિ વ્યવહારકારણ પરિણતિ રૂપ છે. અર્થાત્ જાતિનામકર્મના ઉદયથી જ એકેન્દ્રિય આદિની સમાન જાતિવાળા બીજા જીવોની સાથે સરખી બાહ્ય વિશિષ્ટ પરિણતિ, એકેન્દ્રિય આદિ શબ્દવાચ્ય છે, એમ અવશ્ય માનવું જોઈએ.]
આ જાતિ કેવી ઇન્દ્રિયવાળાના વ્યવહારમાં પ્રયોજક છે? તો કહે છે કે- “એકેન્દ્રિય જાતિનામ પ્રયુક્ત (જન્ય) સ્પર્શનેન્દ્રિય જ છે, એવો અર્થ સમજવો. કેવળ સ્પર્શનેન્દ્રિયની અપેક્ષાએ જે આ એકેન્દ્રિય વ્યવહાર છે, તેમાં આ પ્રયોજક કર્મ છે, આવો ભાવાર્થ સમજવો.
ઉત્કૃષ્ટ સ્થિતિ-પંચેન્દ્રિય માફક, જઘન્ય સ્થિતિ-દેવગતિ મુજબ. द्वीन्द्रियादिजातिनाम लक्षयति
द्वीन्द्रियव्यवहारकारणं कर्म द्वीन्द्रियजातिः । स्पर्शरसने । त्रीन्द्रियव्यवहारसाधनं कर्म त्रीन्द्रियजातिः । स्पर्शरसनघ्राणानि । चतुरिन्द्रियव्यवहारनिदानं कर्म चतुरिन्द्रियजातिः । स्पर्शरसनघ्राणचढूंषि । ५५ ।
द्वीन्द्रियेति । द्वीन्द्रियव्यवहारकारणत्वे सति कर्मत्वं लक्षणम् । कृत्यं पूर्ववत् । कीदृशेन्द्रियव्यवहारे प्रयोजकमित्यत्राह-स्पर्शरसने इति, अस्या इत्यनुषज्यते, शिष्टं स्पष्टम् । अस्या उत्कृष्टा स्थितिरष्टादशसागरोपमकोटीकोट्यः, अष्टादशवर्षशतान्यबाधा, जघन्या तु देवगतिवत् । त्रीन्द्रियजातिनामाचष्टे-त्रीन्द्रियेति । लक्षणं कृत्यञ्च पूर्ववदेव । अस्या व्यवहारे निबन्धनानीन्द्रियाण्याह स्पर्शेति, अस्या इत्यनुषज्यते । स्थिती चास्या द्वीन्द्रियजातिवत् । चतुरिन्द्रियजातिनामाख्याति-चतुरिन्द्रियेति । स्पष्टं लक्षणं कृत्यञ्च । अस्या व्यवहारे निबन्धनानीन्द्रियाण्याह स्पर्शरसनेति । स्थिती च द्वीन्द्रियजातिवत् ॥
બેઈન્દ્રિય આદિ જાતિનામલક્ષણભાવાર્થ – બેઈન્દ્રિયવ્યવહારમાં કારણ રૂપ કર્મ “બેઈન્દ્રિયજાતિ.” બેઈન્દ્રિયજાતિ નામજન્ય સ્પર્શન અને રસન” બે ઈન્દ્રિયો છે. તેઈન્દ્રિયવ્યવહારમાં સાધનભૂત કર્મ ‘તેઈન્દ્રિયજાતિ.” તેઈન્દ્રિયજાતિ નામજન્ય “સ્પર્શન-રસન-ધ્રાણ એમ ત્રણ ઇન્દ્રિયો છે. ચતુરિન્દ્રિયવ્યવહારમાં નિદાનભૂત કર્મ ‘ચતુરિન્દ્રિયજાતિ.” આ ચતુરિન્દ્રિયજાતિનામજન્ય “સ્પર્શન-રસન-પ્રાણ-ચક્ષુ' એમ ચાર ઇન્દ્રિયો છે.
વિવેચન - બેઈન્દ્રિયવ્યવહાર કારણત્વ વિશિષ્ટ કર્મત્વ એ લક્ષણ છે. પદકૃત્ય પૂર્વની માફક છે. કેવી ઇન્દ્રિયવાળાના વ્યવહારમાં પ્રયોજક છે? તો કહે છે કે- “સ્પર્શન રસની બે ઇન્દ્રિયો-બેઈન્દ્રિયજાતિજન્ય છે, એમ સમજવું. બાકી સ્પષ્ટ છે.
ઉત્કૃષ્ટ સ્થિતિ-૧૮ કોડાકોડી સાગરોપમ. અબાધાકાળ-૧૮૦૦ વર્ષ. જધન્ય સ્થિતિ-દેવગતિ મુજબ. ૦ તેઈન્દ્રિયવ્યવહાર કારણત્વ વિશિષ્ટ કર્મત્વ' તેઈન્દ્રિય જાતિનું લક્ષણ છે અને પદકૃત્ય પૂર્વ મુજબ