________________
સૂત્ર - ૬૪, પશ્ચમ: જિને
२७५
વિવેચન – જે કર્મના ઉદયથી પૃથ્વીકાયિક આદિ ‘એકેન્દ્રિય’ એવી સંજ્ઞાને પામે છે અને એકેન્દ્રિય તરીકે વ્યવહારયોગ્ય બને છે, તેવું કર્મ ‘એકેન્દ્રિય વ્યવહારકારણત્વ વિશિષ્ટ કર્મત્વ' એવું લક્ષણ છે.
[શંકા - વ્યવહાર એટલે શબ્દપ્રયોગ. તથાચ ‘એકેન્દ્રિય આદિ શબ્દપ્રવૃત્તિ નિમિત્તભૂત-જાતિવિપાક વેદ્ય (જ્ઞેય) કર્મપ્રકૃતિ, એકેન્દ્રિય આદિ જાતિ' એવો લક્ષણાર્થ છે. તે ઠીક નથી, કેમ કે- કોઈપણ ઠેકાણે શબ્દપ્રવૃત્તિના નિમિત્તપણાએ ગતિની સિદ્ધિ થતી નથી. જો શબ્દની પ્રવૃત્તિમાં નિમિત્તની અપેક્ષાએ જાતિની સિદ્ધિ માનવામાં આવે, તો હરિ આદિ શબ્દની પ્રવૃત્તિમાં નિમિત્તની અપેક્ષાએ હરિત્વ આદિ રૂપ જાતિની પણ સિદ્ધિ થઈ જાય ! તો પણ એકેન્દ્રિય આદિ શબ્દમાં પ્રવૃત્તિ નિમિત્તની અપેક્ષાએ (તાદશ) તેવી એકેન્દ્રિયત્વ આદિ જાતિના સ્વીકારમાં નારક-દેવ-મનુષ્ય-તિર્યંચ આદિના વ્યવહારના નિયામકપણાએ પંચેન્દ્રિયત્વવ્યાપ્ય (અલ્પદેશવ્યાપી) નારકત્વ આદિ જાતિની સિદ્ધિ થતાં ગતિનામકર્મની વ્યર્થતાની આપત્તિ આવશે જ ને ?
સમાધાન
અપકૃષ્ટ ચૈતન્ય આદિ નિયામકપણાએ એકેન્દ્રિયત્વ આદિ જાતિની સિદ્ધિ છે. શબ્દપ્રવૃત્તિમાં નિમિત્તની અપેક્ષાએ એકેન્દ્રિયત્વ આદિ જાતિની સિદ્ધિ નથી અને તે જાતિ એકેન્દ્રિય જાતિ વ્યવહારનિબંધનભૂત છે. લાઘવની અપેક્ષાએ એકેન્દ્રિય આદિ વ્યવહાર નિબંધનપણાએ જાતિનામ સિદ્ધિ છે.
-
પંચેન્દ્રિયત્વવ્યાપ્ય નારકત્વ આદિ જાતિ રૂપ નથી, (તિર્યક્ત્વ આદિના જાતિપણામાં બાધક સંક૨ છે. પરસ્પર અત્યંત અભાવ સમાન અધિકરણવાળા બંનેનો એક ઠેકાણે સમાવેશ સંકર કહેવાય છે.) કેમ કેતિર્યક્ત્વનું પંચેન્દ્રિયત્વ આદિની સાથે સાંકર્ય છે.
મનુષ્યમાં તિર્યક્ત્વ છોડીને પંચેન્દ્રિયપણું છે. મનુષ્યની અપેક્ષાએ તિર્યંના અભાવનું સામાનાધિકરણ્ય પંચેન્દ્રિયપણામાં છે. એકેન્દ્રિયમાં પંચેન્દ્રિયપણું છોડીને તિર્યક્ક્ત્વ છે. અર્થાત્ એકેન્દ્રિયની અપેક્ષાએ પંચેન્દ્રિયપણાના અભાવનું સામાનાધિકરણ્ય તિર્યક્ત્વમાં છે. તિર્યક્ત્વનું અને પંચેન્દ્રિયપણાનું તિર્યક્ પંચેન્દ્રિયપણાની અપેક્ષાએ તિર્યક્ પંચેન્દ્રિયમાં વિદ્યમાનપણું છે. પરંતુ સુખ-દુઃખવિશેષ ઉપભોગનિયામક વિશિષ્ટ પરિણામ રૂપ નરકત્વ આદિ પર્યાયના નિયામકપણાએ નાક આદિ ગતિ નામની આવશ્યકતા છે.]
‘એકેન્દ્રિય વ્યવહા૨કા૨ણત્વ વિશિષ્ટ કર્મત્વ ‘એકેન્દ્રિય જાતિનામ. (જાતિ હોવાના કારણે પૃથ્વી આદિ ભેદોમાં એકેન્દ્રિયજાતિનામ વ્યાપક છે. એકેન્દ્રિયજાતિનામ સિવાય એકેન્દ્રિય સંજ્ઞાવ્યવહારનો અભાવ જ થઈ જાય.)
પદકૃત્ય-બેઈન્દ્રિયજાતિ આદિના વારણ માટે ‘એક’ એવું પદ મૂકેલ છે. અહીં
(૧) દ્રવ્યેન્દ્રિય, અંગોપાંગ નામ અને ઇન્દ્રિયપર્યાપ્તિ નામના સામર્થ્ય (ઉદય)થી જન્મ થાય છે.
(૨) ભાવેન્દ્રિય, તે તે ઇન્દ્રિયાવરણ ક્ષયોપશમના સામર્થ્યથી જન્મ થાય છે.
(૩) જાતિનામ, તો એકેન્દ્રિય આદિ વ્યવહારનિબંધન બાહ્ય વિશિષ્ટ (વિચિત્ર) સમાન પરિણતિમાં મુખ્ય કારણ છે.