________________
सूत्र - ३६-३७-३८, पञ्चमः किरणे
२६३
અનંતાનુબંધી લોભભાવાર્થ- આવી દ્રવ્યાદિની મૂચ્છહેતુભૂત કર્મ ‘અનંતાનુબંધી લોભ.” વિવેચન- આવી એટલે અનંતાનુબંધી, એવો અર્થ કરવો. જેના ઉદયથી અનંતાનુબંધી ઉપકારપરાયણ દ્રવ્ય આદિ વિષયક અભિકાંક્ષાના આવેશ (અહંકાર) રૂપ, અસંતોષ નામક જીવના વિશિષ્ટ પરિણામ રૂપ લોભને પામે છે, તે કર્મ ‘અનંતાનુબંધી લોભ.'- આવો ભાવ છે. “અનંતાનુબંધિત્વે સતિ દ્રવ્યાદિ મૂચ્છ (ઉત્કૃષ્ટ મોહવૃદ્ધિ) આદિ હેતુત્વે સતિ કર્મત્વ' એ લક્ષણ છે. પદકુત્ય પૂર્વની માફક છે.
આ અનંતાનુબંધી રાગ રૂપ લોભ લાક્ષારાગ સરખો અને કરમજી રંગથી રંગેલ રેશમી વગેરે વસ્ત્રના રંગ સરખો કોઈ પણ રીતે દૂર થઈ શકે નહિ, એવો “અનંતાનુબંધી લોભ' છે. આ લોભ સંતોષથી હણાય છે. આ લોભની બન્ને સ્થિતિ પૂર્વના ક્રોધની માફક સમજવી.
सम्प्रत्यप्रत्याख्यानक्रोधाद्यभिधानायाऽप्रत्याख्यानस्वरूपमाह
प्रत्याख्यानावरणभूता वर्षावधिभाविनस्तिर्यग्गतिदायिनस्सर्वदेशविरतिघातिनश्चाप्रत्याख्यानाः । ३८ । ___प्रत्याख्यानावरणभूता इति । देशसर्वविरतिभेदतः प्रत्याख्यानं द्विविधं । प्रत्याख्यानं नाम प्रतिषेधस्याचार्यसन्निधावाख्यानं भावतः, न हन्मि यावज्जीवं सर्वान् प्राणिन इत्यादिरूपतः । अल्पं प्रत्याख्यानमप्रत्याख्यानं देशविरतिरूपं तदप्यावृण्वन्तीत्यप्रत्याख्यानावरणास्त एवात्राप्रत्याख्यानशब्देनोक्ताः । तदेवाह प्रत्याख्यानावरणभूता इति देशतोऽपि प्रत्याख्यानस्यावरणभूता इत्यर्थः । एषामुदये हि विरतिर्न भवत्येव । किमेतेऽनन्तानुबन्धिवदाजन्मभाविन इत्यत्राह वर्षावधिभाविन इति । जघन्येनाष्टमासस्थितिका उत्कर्षण वर्षस्थितिका इति भावः । न चानन्तानुबन्धिक्रोधमनुसृत्य मृतानां नरकेषूत्पत्तिरिवाप्रत्याख्यानावरणक्रोधमनुसृत्य मृतानां, किन्तु क्षुत्पिपासाशीतोष्णदंशमशकादिविविधव्यसनवशीकृततिर्यग्र्गतावेवेत्याह तिर्यग्गतिदायिन इति । किमेषां कार्यमित्यत्राह सर्वदेशविरतिघातिन इति । देशतस्सर्वतश्च विरतिं निरुन्धन्तीति भावः ॥
અપ્રત્યાખ્યાન ક્રોધ આદિ કહેવા માટે અપ્રત્યાખ્યાન સ્વરૂપ વર્ણન
ભાવાર્થ- પ્રત્યાખ્યાનમાં આવરણભૂત, વર્ષ સુધી રહેનારા અને તિર્યંચગતિ આપનારા સર્વ-દેશ રૂપ વિરતિના ઘાતક “અપ્રત્યાખ્યાન કષાયો છે.
१. प्रायोवादापेक्षयेयमुक्तिः, अप्रत्याख्यानावरणोदयवतामविरतसम्यग्दृशां तिर्यड्मनुष्याणाञ्च सुरेषूत्पत्तेः प्रत्याख्यानावरणोदयवताञ्च देशविरतानां देवगतरेप्रत्याख्यानावरणोदयवताञ्च सम्यग्दृष्टिदेवानां मनुजगतेश्च श्रुतेः ॥