________________
२६४
तत्त्वन्यायविभाकरे
વિવેચન- દેશ અને સર્વવિરતિના ભેદથી પ્રત્યાખ્યાન બે પ્રકારનું છે. (૧) પ્રત્યાખ્યાનપચ્ચકખાણ- “હું સર્વ પ્રાણિઓને જીવજીવ સુધી નહિ હણું “ઇત્યાદિ રૂપ ભાવથી આચાર્યની સંનિધિમાં પ્રતિષેધનું કથન. (૨) અપ્રત્યાખ્યાન-અલ્પ ભેદથી પ્રત્યાખ્યાન-અપ્રત્યાખ્યાન દેશવિરતિ રૂપ અપ્રત્યાખ્યાનને આવરે તે.
પ્રત્યાખ્યાનના આવરણભૂત એટલે દેશથી પણ સર્વથા) પ્રત્યાખ્યાનના આવરણભૂત કષાયો, એવો અર્થ સમજવો. આ અપ્રત્યાખ્યાન આવરણભૂત કષાયોના ઉદયમાં વિરતિ માત્ર થતી નથી.
શું આ કષાયો અનંતાનુબંધીની માફક આજન્મ રહેનારા છે? તો જણાવે છે કે – “એક વર્ષ સુધી રહેનારાં છે.' અર્થાત્ જઘન્યથી આઠ માસની અને ઉત્કૃષ્ટતાથી એક વર્ષની સ્થિતિવાળા છે, એવો ભાવ છે.
અનંતાનુબંધી ક્રોધની અપેક્ષાએ મરેલાઓની નરકમાં ઉત્પત્તિ છે. તેવી રીતે અપ્રત્યાખ્યાન-આવરણ ક્રોધની અપેક્ષાએ મૃત્યુ પામેલાની નરકગતિ નથી. પરંતુ ભૂખ-તરસ-ઠંડી-ગરમી-ડાંસ-મચ્છર વગેરે વિવિધ દુઃખપરાધીન તિર્યંચગતિમાં છે. આ કથન પ્રાયિક સમજવું, કારણ કે- અપ્રત્યાખ્યાનાવરણના ઉદયવાળા અવિરત સમ્યગ્યદષ્ટિ તિર્યંચમનુષ્યોની દેવોમાં ઉત્પત્તિ છે, પ્રત્યાખ્યાનાવરણના ઉદયવાળા દેશવિરતોની દેવગતિનું શ્રવણ છે અને અપ્રત્યાખ્યાનાવરણ ઉદયવાળા સમ્યગ્દષ્ટિ દેવોની મનુષ્યગતિનું શ્રવણ છે.
આ અપ્રત્યાખ્યાન કષાયોનું શું કાર્ય છે? તો કહે છે કે - “સર્વદેશવિરતિઘાતી છે. અર્થાત્ દેશથી અને સર્વથી વિરતિને રોકનારા છે, એવો ભાવ છે. एकग्रन्थेन संक्षेपकामोऽप्रत्याख्यानक्रोधमानमायालोभानां स्वरूपाण्युपदर्शयति
एतद्विशिष्टाः पूर्वोक्तस्वरूपाः क्रोधादयोऽप्रत्याख्यानक्रोधादयः । ३९ । एतद्विशिष्टा इति । अप्रत्याख्यानसहिता इत्यर्थः । पूर्वोक्तस्वरूपा इति प्रीत्यभावोत्पादककर्मत्वनम्रताविरहप्रयोजककर्मत्वसरलताभावप्रयोजककर्मत्वद्रव्यादिमू हेतुकर्मत्वरूपाइत्यर्थः । क्रोधादय इति । किन्त इत्यत्राहाप्रत्याख्यानक्रोधादय इति आदिनोभयत्र मानमायालोभानां ग्रहणम् । लक्षणं प्रयोजनञ्च पूर्ववदूह्यम् । स्थिती चानन्तानुबन्धिक्रोधवत् । क्रमेण भूराज्यस्थिस्तम्भमेषविषाणकर्दमरागसदृशा एते ॥
હવે એક ગ્રંથથી, સંક્ષેપની ઇચ્છાવાળા અપ્રત્યાખ્યાન ક્રોધ-માન-માયા-લોભના સ્વરૂપને દર્શાવે છે.
ભાવાર્થ- અપ્રત્યાખ્યાનવિશિષ્ટ-પૂર્વકથિત સ્વરૂપવાળા ક્રોધ વગેરે અપ્રત્યાખ્યાન ક્રોધ આદિ કહેવાય છે.
વિવેચન- એતદ્ વિશિષ્ટ એટલે અપ્રત્યાખ્યાન સહિત, એવો અર્થ છે. પૂર્વોક્ત સ્વરૂપવાળા એટલે પ્રીતિ અભાવ ઉત્પાદક કર્મત્વ-નમ્રતાવિરહ પ્રયોજક કર્મવ-સરલતા અભાવ પ્રયોજક કર્મવ-દ્રવ્યાદિ મૂર્ચ્યુહતુ કર્મત્વ રૂપ સ્વરૂપવાળાઓ, એવો અર્થ છે. એતદ્ વિશિષ્ટ-પૂર્વોક્ત સ્વરૂપવાળા ક્રોધ વગેરે.