________________
સૂત્ર - ૩૦-૩૨-૨૨, પઝમ: શિરો
२५७
नरकानुपूर्वीलक्षणमाह
बलान्नरकनयनानुगुणं कर्म नरकानुपूर्वी । इति निरयत्रिकम् । ३२ । बलादिति । प्रकृष्टं पापफलमुपभोक्तुं नरान्-गुरुपापकारिणः प्राणिनः कायन्ति शब्दयन्तीति नरकास्तद्गतौ व्रजतो जीवस्य द्विसमयादिना विग्रहेण अनुश्रेणिनियता गमनपरिणतिर्यतस्सा नरकानुपूर्वीति भावः । स्पष्टमन्यत् । उत्कृष्टा स्थितिः पञ्चेन्द्रियवत् । जघन्या तु नरकगतिवत् । इमान्येव विभागवाक्ये निरयत्रिकपदेनोक्तानीत्याहेतीति ।
નરકગતિનામભાવાર્થ- નારકપણા રૂપ પર્યાયની પરિણતિમાં પ્રયોજકભૂત કર્મ ‘નરકગતિ.”
વિવેચન- “નારકપણા રૂપ પર્યાયપરિણતિ પ્રયોજક કર્મત્વ' એ લક્ષણ છે.પદકૃત્ય મનુષ્યગતિની માફક સમજવું.
આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ-પંચેન્દ્રિય મુજબ. જઘન્ય સ્થિતિ-હજાર સાગરોપમના બે સપ્તમ ભાગ, પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન. અબાધાકાળ-અંતર્મુહૂર્ત.
નરકાયુભાવાર્થ- પોતાને યોગ્ય આયુની પૂર્ણતાપર્યત નરકસ્થિતિ હેતુભૂત કર્મ “નરકાયુઃ. વિવેચન- ‘પોતાને યોગ્ય આયુની પૂર્ણતા સુધી નરકસ્થિતિ હેતુત્વવિશિષ્ટ કર્મત્વ' એ લક્ષણ છે. નરક એટલે તીવ્ર (ઉત્કૃષ્ટ) ઠંડી, ગરમી આદિની પીડા કરનારું સ્થાન. નરકગતિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “થાવત્ સ્વયોગ્ય ભાયુ: પૂત્વઆવું પદ મૂકેલ છે, કેમ કે- આયુની પૂર્ણતા થવા છતાં નરકગતિ સત્તામાં વર્તમાન છે, માટે દોષ નથી.
નરકાયુઃ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરોપમ. અબાધાકાળ-પૂર્વક્રોડ વર્ષનો ત્રીજો ભાગ. જઘન્ય સ્થિતિ-દશ હજાર વર્ષ. અબાધાકાળ-અંતર્મુહૂર્ત.
નરકાનુપૂર્વીભાવાર્થ- બલાત્કારથી નરકમાં લઈ જવા અનુકૂળ કર્મ “નરકાનુપૂર્ણી.” આ પ્રમાણે નરકત્રિક કહેવાય છે. વિવેચન- ઉત્કૃષ્ટ પાપના ફળ ભોગવવા માટે નરોને-ભારે પાપ કરનારા પ્રાણીઓને બોલાવે છે, માટે નરક કહેવાય છે.
તે નરકગતિમાં જતા જીવની ક્રિસમય આદિ રૂપ વિગ્રહ (વક્રગતિ દ્વારા) શ્રેણી અનુસાર નિયત -ગમનપરિણતિ જેનાથી થાય છે, તે નરકાનુપૂર્વી. આમ ભાવ સમજવો. બીજું સ્પષ્ટ છે.
ઉત્કૃષ્ટ સ્થિતિ-પંચેન્દ્રિય મુજબ. જઘન્ય સ્થિતિ-નરકગતિ મુજબ. આ પ્રમાણે વિભાગવાક્યમાં નરકગતિ-નરકાયુ-નરકાનુપૂર્વી રૂપ ત્રણ જ નિયત્રિક પદથી કહેલ છે.