________________
२५४
तत्त्वन्यायविभाकरे पादेनापि स्पृष्टः परो न रुष्यति किन्तु तुष्यत्येवेति व्यभिचार इति न च वाच्यम्, तत्तोषस्य मोहनीयनिबन्धनत्वात् । हुण्डसंस्थानादावतिव्याप्तिवारणाय नाभ्यधोऽवयवेति, हुण्डस्य तु सर्वावयवाशुभत्वप्रयोजकत्वान्नातिव्याप्तिः । पञ्चेन्द्रियवदस्य स्थिती ॥
અશુભનામકર્મનું લક્ષણ---- ભાવાર્થ- નાભિના નીચેના અવયવોમાં રહેલ અશુભત્વનું પ્રયોજક કર્મ ‘અશુભનામ. વિવેચન- લક્ષણ- “નાભિ અધો અવયવ અશુભત્વ પ્રયોજકત્વ વિશિષ્ટ કર્મ7ી એ લક્ષણ છે. ખરેખર, નાભિના નીચે રહેલા પગ વગેરે રૂપ અવયવોથી સ્પર્શ કરાયેલો બીજો માણસ રોષ કરે છે, માટે નાભિના નીચેના અવયવોમાં અશુભત્વ છે એમ જાણવું.
કામિનીના પગથી પણ સ્પર્શ કરાયેલ બીજો, રોષ-ગુસ્સો કરતો નથી પરંતુ ખુશ થાય છે જ, તો વ્યભિચાર આવશે એવું નહિ બોલવું, કેમ કે તેનો આનંદ મોહનીયકર્મજન્ય છે. અહીં વસ્તુસ્થિતિ વિચારાય છે.
હુડકસંસ્થાન આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “નાભિઅધોવયવ એવું પદ મૂકેલ છે, કેમ કેહુડકસંસ્થાન તો સઘળા અવયવમાં અશુભત્વમાં પ્રયોજક હોવાથી તેમાં અતિવ્યાપ્તિ નથી. આ કર્મની પંચેન્દ્રિયની માફક બન્ને સ્થિતિ સમજવી. दुर्भगनामस्वरूपमाह
___ स्वस्य दृष्टमात्रेण परेषामुद्वेगजनकं कर्म दुर्भगनाम । २६ । स्वस्येति । य: प्राणी दृष्टमात्रोऽप्युपकारकृदपि रूपादिगुणोपेतोऽपि परेषामुद्वेजको मनसोऽप्रियो भवति यत्कर्मप्रभावात्तदुर्भगनामेत्यर्थः । सुरूपे सुगुणेऽपि च स्वस्मिन् परस्योद्वेगजनकत्वे सति कर्मत्वं लक्षणम्, हुण्डादिकर्मण्यतिव्याप्तिवारणाय सुरूप इत्यादिदलं भाव्यम् । अस्यापि स्थिती पञ्चेन्द्रियवत् ॥
દુર્ભગનામકર્મભાવાર્થ- પોતાના પ્રત્યે જોતાવેંત જ બીજાઓના ઉદ્ધગમાં જનકભૂત કર્મ “દુર્ભગનામકર્મ.”
વિવેચન- જે પ્રાણી, જે કર્મના ઉદયથી, ઉપકાર કરનાર પણ, રૂપ આદિ ગુણસંપન્ન પણ જોનારા બીજાઓને ઉગના કારણ-મનને અપ્રિય થાય છે, તે “દુર્ભગનામ' એવો અર્થ સમજવો.
સુરૂપવાળા-સુગુણવાળા પોતાના વિશે, બીજાના ઉગમાં કારણપણાથી વિશિષ્ટ કર્મત્વ એ લક્ષણ છે. હુંડક આદિ કર્મમાં અતિવ્યાપ્તિના વારણ માટે “સુરૂપે' ઇત્યાદિ દલ જાણવું. આ કર્મની પંચેન્દ્રિયની માફક બન્ને સ્થિતિ છે.