________________
સૂત્ર - ૨૮-૨૧, પશ્ચમ: વિને
२४९
વિશેષ્ય અને વિશેષણ દલનું પ્રયોજન સ્પષ્ટ છે. વિલક્ષણતા (અપૂર્વતા) બોધક દુ:ખવિશેષ પદથી પ્રાણીઓનું દુઃખ કેવળ પુણ્યના અપકર્ષ માત્રથી (જઘન્ય પુણ્ય) જન્ય નથી, પરંતુ સ્વ અનુરૂપ કર્મ પ્રકર્ષથી જન્ય છે, કેમ કે- ઉત્કૃષ્ટ વેદનાના અનુભવ રૂપ છે.
જો સ્વાનુરૂપ કર્મ પ્રકર્ષજન્ય દુઃખ નહિ માનવામાં આવે, તો આ દુઃખ, પુણ્યજન્ય ઇષ્ટ આહાર આદિના અપચય (હાનિ) માત્રથી જ થાય ! પરંતુ પાપના પૂંજથી જન્ય અનિષ્ટ આહાર આદિ રૂપ વિપરીત બાહ્ય સાધનના પ્રકર્ષની અપેક્ષા ન કરે !
વિશિષ્ટ દુઃખનો અનુભવ, સકલ પાપકર્મ સાધારણ હોવા છતાં વેદનીયની ઉત્તરપ્રકૃતિ રૂપ અસાતવેદનીયજ સાક્ષાત્ (અવ્યવહિત) દુઃખવિશેષ પ્રત્યે હેતુ છે. આમ સૂચન થાય છે.
આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કોડાકોડી સાગરોપમ. જઘન્ય સ્થિતિ સાગરોપમના ત્રણ સપ્તમ ભાગો, પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન. સૂક્ષ્મ સંપરાયમાં જઘન્ય બાર મુહૂર્તની છે.
अथ मिथ्यात्वमोहनीयमाख्याति
तत्त्वार्थश्रद्धाप्रतिबन्धकं कर्म मिथ्यात्वमोहनीयम् । १९ ।
तत्त्वार्थेति । मिथ्यात्वं नाम दर्शनाख्यस्य मोहनीयस्य त्रिभेदस्य मिथ्यात्वसम्यक्त्व मिश्ररूपस्यैको भेदः, तच्च सर्वज्ञप्रणीततत्त्वार्थेषु श्रद्धावैमुख्यकारित्वेन बन्धकत्वेन च मोहनीयम् । सम्यक्त्वमिश्रभेदौ त्वध्यवसायविशेषेण शोधितस्य तस्यैव परिणामविशेषौ, तन्मिथ्यात्वमाभिग्रहिकानाभिग्रहिकसांशयिकादिभेदेनानेकविधमपि यथावस्थितवस्तुतत्त्वश्रद्धाननिरोधकत्वेनैकरूपतया विवक्षितम् । अस्य परा स्थितिः सप्ततिसागरोपमकोटीकोट्यः, अबाधाकालस्सप्तवर्षसहस्राणि जघन्या तु सागरोपमस्य सप्तभागाः पल्योपमासंख्येयभागेन ન્યૂના:, ગવાધા વાન્તર્મુહૂર્તમ્ ॥
મિથ્યાત્વમોહનીયનું લક્ષણ
ભાવાર્થ- તત્ત્વાર્થશ્રદ્ધા પ્રતિબંધક કર્મ ‘મિથ્યાત્વમોહનીય.'
વિવેચન- મિથ્યાત્વ એ મિથ્યાત્વ, સમ્યક્ત્વ અને મિશ્ર રૂપ ત્રણ ભેદવાળા દર્શનનામક મોહનીયનો એક ભેદ રૂપ છે. વળી તે મિથ્યાત્વ, શ્રી સર્વજ્ઞભગવંતે કહેલ તત્ત્વભૂત અર્થો પ્રત્યે શ્રદ્ધાથી વિમુખતા (અભાવ) કરનાર હોઈ અને બંધ રૂપ હોઈ મોહનીયમિથ્યાત્વમોહનીય છે. અધ્યવસાયવિશેષથી શોધાયેલ તે મિથ્યાત્વમોહનીયના વિશિષ્ટ પરિણામ રૂપ સમ્યક્ત્વ-મિશ્ર રૂપ બે ભેદો છે.
[એક રૂપવાળા મિથ્યાત્વ પુદ્ગલો બંધાયેલા હોતા કર્તા વડે (આત્મા વડે) પોતાના વિશિષ્ટ અધ્યવસાયથી સર્વથા શુદ્ધ કરાયેલા, મિથ્યાત્વપણાના પરિણામના ત્યાગને પમાડાયેલા અથવા સમ્યક્ત્વપરિણામની પ્રાપ્તિને પામેલા સમ્યક્ત્વના વ્યવહા૨ને ભજનારા થાય છે, તેમજ અર્ધ (થોડા) શુદ્ધમિશ્ર-સમ્યગ્ મિથ્યાત્વના વ્યવહારવાળા થાય છે. આ બે બંધાતા નથી. એક મિથ્યાત્વમોહનીય બંધાય છે.]