________________
२४८
तत्त्वन्यायविभाकरे વગેરે. તે નીચ કુળમાં જન્મના આવિર્ભાવમાં નિદાનભૂત, નિંદા આદિ દ્વારા તિરસ્કારનું ઉત્પાદક જે કર્મ, તે ‘નીચ ગોત્ર' આવો અર્થ છે.
નીચ કુલ જન્મનિદાનત્વે સતિ, તિરસ્કારોત્પાદકત્વે સતિ કર્મત્વ'- એ લક્ષણ છે. વિશેષણ-વિશેષ્ય કૃત્ય પૂર્વની માફક સમજવું.
સામાન્યથી પાપકર્મ માત્ર તિરસ્કારોત્પાદક છે, માટે ‘નીચ કુળ જન્મનિદાનવે સતિ’ એમ કહેલ છે.
કેવળ નીચ ગોત્ર જ નીચ કુળના જન્મમાં કારણ નથી. એમ જો માનવામાં આવે, તો તે નીચ કુળમાં જન્મ થયા બાદ તે નીચગોત્રકર્મના અભાવનો પ્રસંગ આવવાથી, તે નીચ ગોત્રના તે વખતે સંક્રમણઉદ્વર્તન વગેરે ન થાય ! એથી તિરસ્કારોત્પાદકત્વે સતિ’ એમ કહેલ છે. તેથી આ નીચ ગોત્ર, દંડ આદિની માફક માત્ર નિમિત્તકારણ નથી, કે જેથી સંક્રમણ-ઉદ્વર્તન આદિ ન થાય ! પરંતુ અસમવાયિ કારણ સરખું છે. તેથી નીચ કુળમાં જન્મનારમાં ઉચ્ચ ગોત્રના ઉદયનો વિરોધ (અભાવ) નથી, કેમ કે- તે વખતે નીચ કુળના જન્મના નિદાનભૂત-તિરસ્કાર ઉત્પાદક કર્મનો અભાવ છે. ઉચ્ચ ગોત્રના ઉદયમાં ખરેખર તિરસ્કાર થતો નથી. આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વિશ કોડાકોડી સાગરોપમ. અબાધાકાળ બે હજાર વર્ષ. જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્ત. અબાધાકાળ અંતર્મુહૂર્ત. असातवेदनीयं लक्षयति
दुःखविशेषोपलब्धिकारणं कर्मासातवेदनीयम् । १८ ।। दुःखविशेषेति । दुःखं जन्मजरामरणप्रियवियोगानिष्टसंयोगव्याधिबन्धादिजन्यं शारीरिक बहुविधं मानसं वाऽतिदुस्सहं परिणतिविशेषरूपं तदुपलब्धेः कारणं यत्कर्म तदसातवेदनीयमित्यर्थः । विशेष्यविशेषणदलप्रयोजनं स्फुटम् । दुःखविशेषपदेन च वैलक्षण्यबोधकेन दुःखं प्राणिनां केवलपुण्यापकर्षमात्रजनितं न भवति किन्तु स्वानुरूपकर्मप्रकर्षजनितं वेदनाप्रकर्षानुभवरूपत्वात्, अन्यथा दुःखमिदं पुण्यसम्पाद्येष्टाहारापचयमात्रादेव भवेत्, न तु पापोपचयसम्पाद्यानिष्टाहारादिरूपविपरीतबाह्यसाधनप्रकर्षमपेक्षतेति, दुःखविशेषानुभूतेः सकलपापकर्मसाधारण्येऽपि वेदनीयोत्तरप्रकृतेरेव साक्षात्तद्धेतुत्वमिति च सूच्यते । त्रिंशत्सागरोपमकोटीकोट्योऽस्य परा स्थितिः, जघन्या सागरोपमस्य त्रयस्सप्तभागाः पल्योपमासंख्येयभागेन न्यूनाः, सूक्ष्मसंपराये जघन्या द्वादश मुहूर्ताः ॥
અસતાવેદનીયનું લક્ષણભાવાર્થ- વિશિષ્ટ દુ:ખની પ્રાપ્તિમાં કારણભૂત કર્મ “અસતાવેદનીય.”
વિવેચન- દુઃખ એટલે જન્મ-જરા-મરણ-ઈષ્ટવિયોગ-અનિષ્ટસંયોગ-વ્યાધિ-બંધન આદિ જન્ય શરીર સંબંધી અનેક પ્રકારનું અથવા અત્યંત દુઃસહ, પરિણતિવિશેષ રૂપ માનસિક દુઃખ, તે વિશિષ્ટ દુઃખની પ્રાપ્તિમાં કારણભૂત જે કર્મ, તે “અસાતવેદનીય છે.