________________
२४४
तत्त्वन्यायविभाकरे
શુભ કર્મ માત્ર સામાન્યથી આત્માની સુખપ્રબોધયોગ્ય અવસ્થાનું જનક હોઈ, શુભ કર્મ માત્રમાં સુખપ્રબોધયોગ્ય અવસ્થાના સંશયના વ્યવચ્છેદ માટે “ચૈતન્યાવિસ્પષ્ટતા આપાદકત્વે સતિ એવું વિશેષણ દલ મૂકેલ છે, કેમ કે- શુભ કર્મ ચૈતન્યાવિસ્પષ્ટતા આપાદક નથી માટે દોષ નથી.
જો કે પાપકર્મ ચૈતન્યની અવિસ્પષ્ટતાને કરનારું છે, તો પણ નિદ્રા સિવાય તે પાપકર્મ સુખપ્રબોધયોગ્ય અવસ્થાજનક છે, માટે દોષ નથી,
આ નિદ્રા રૂપ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કોડાકોડી સાગરોપમ. અબાધાકાળ ત્રણ હજાર વર્ષ. જઘન્ય સ્થિતિ સાગરોપમના ત્રણ સાતીયા (સપ્તમ) ભાગો, પલ્યોપમના અસંખ્યાતભાગે ન્યૂન. અબાધાકાળ અંતર્મુહૂર્ત.
નિદ્રાનિદ્રાનું લક્ષણ કહે છેચૈતન્યની અવિસ્પષ્ટતા આપાદત્વે સતિ, દુઃખપ્રબોધયોગ્ય અવસ્થા જનકલ્વે સતિ કર્મત્વ, એ લક્ષણનો અર્થ છે. દુઃખપ્રબોધયોગ્ય અવસ્થા આપાદક હોઈ, ચૈતન્ય અવિસ્પષ્ટતાજનક હોઈ મિથ્યાત્વમોહનીય આદિ કર્મોમાં અતિવ્યાપ્તિના વારણ માટે ‘દુઃપ્રબોધયોગ્ય સ્વાપ અવસ્થા આપાદત્વે સતિ કર્મત્વ, એ રૂપ લક્ષણની વિવલા હોઈ, “ચૈતન્યાવિસ્પષ્ટતા આપાદકત્વે સતિ' આવું પદ મૂકવું નહિ. બીજા પદનું પ્રયોજન પૂર્વની માફક સમજવું.
નિદ્રાનિદ્રા શબ્દની સિદ્ધિ-નિદ્રાથી ચઢીયાતી નિદ્રા- “નિદ્રાનિદ્રા' અહીં મધ્યમ પદલોપી સમાસ છે. (શાકપ્રિયઃ પાર્થિવઃ શાકપાર્થિવની માફક મૂયરબંસક આદિ રૂપ તત્પરુષો નિપાતસિદ્ધ છે.) આની બંને સ્થિતિ નિદ્રાવત્ છે.
अथ प्रचलामाह___उपविष्टस्योत्थितस्य वा चैतन्याविस्पष्टतापादकं कर्म प्रचला । १४ ।
उपविष्टस्येति । प्रचलयत्यात्मानमिति प्रचला, स्वापावस्थाविशेषोऽयम् । अवस्थायाष्मस्यामुपविष्ट ऊर्ध्वस्थितो वा प्रचलयति विघूर्णयत्यात्मानं, अत्र चैतन्यस्याविस्पष्टता च विनिवृत्तेन्द्रियत्वत्प्रीतिलवमात्रनिदाना नेत्रगात्रक्रियाफला विज्ञेया, ईदृशविपाकप्रापकं कर्मापिप्रचलेत्युच्यते तथा चोपवेशनोत्थानकालावच्छिन्नस्थितिमत्पुरुषसम्बन्धिस्वापप्रयुक्तचैतन्याविस्पष्टतापादकत्वे सति कर्मत्वं लक्षणम् । निद्रादावतिव्याप्तिवारणाय सम्बन्ध्यन्तम् । प्रचलाप्रचलादावतिव्याप्तिवारणाय स्थितिमदिति । निद्रादावतिव्याप्तिवारणायोपवेशनोत्थानकालावच्छिनेति । निद्रायां निद्रानिद्रायां च पुरुषो हि शेते । शोकश्रममदादिप्रभवेयं प्रचला । स्थिती निद्रावत् ॥