________________
સૂત્ર - ૨૪-૨-૨૬, અમ: શિરો
२४५
પ્રચલાનું નિરૂપણ ભાવાર્થ-બેઠેલાની કે ઉભેલાની ચૈતન્યની અવિસ્પષ્ટતાને કરનારું કર્મ ‘પ્રચલા.” વિવેચન- પ્રચલા એટલે આત્માને નિદ્રા વગેરેથી ઝોકાં ખાતો કરી દે છે. આ વિશિષ્ટ સ્વાપ અવસ્થા છે.
અહીં ચૈતન્યની અવિસ્પષ્ટતા એટલે ઈન્દ્રિયાદિ, પોતપોતાના વિષયોથી નિવૃત્ત હોવાથી, પ્રીતિના લવલેશ માત્ર રૂપ કારણજન્ય, નેત્ર અને શરીરની ક્રિયા રૂપ ફળવાળી ચૈતન્યની અવિસ્પષ્ટતા સમજવી. આવા વિપાકને પમાડનારું કર્મ પણ ‘પ્રચલા' કહેવાય છે.
તથાચ ઉપવેશન (બેસવું) ઉત્થાન (ઉભા રહેવું)ના કાળવિશિષ્ટ સ્થિતિવાળા પુરુષ સંબંધી “વિશિષ્ટ સ્વાપજન્ય ચૈતન્યની અવિસ્પષ્ટતા કારકત્વ વિશિષ્ટ કર્મત્વ' એ લક્ષણ છે.
પદકૃત્ય- નિદ્રા આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “ઉપલેશનોત્થાન કાલાવચ્છિન્ન સ્થિતિ પુરુષ સંબંધી’ રૂપ પદ મૂકેલ છે. પ્રચલાપ્રચલા આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “સ્થિતિમતું' એવું પદ મૂકેલ છે.
નિદ્રા આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે ઉપનિવેશન ઉત્થાન કાલાવચ્છિન્ન” આવું પદ રાખેલ છે, કેમ કે- નિદ્રામાં અને નિદ્રાનિદ્રામાં પુરુષ પલંગ-શપ્યા વગેરેમાં ઊંઘી જાય છે.
શોક-પરિશ્રમ-મદ આદિથી નશાબાજ ચીજ દ્વારા) પેદા થનારી આ પ્રચલા છે. નિદ્રાની માફક બને સ્થિતિ સમજવી. प्रचलाप्रचलामाह
चक्रममाणस्य चैतन्याविस्पष्टतापादकं कर्म प्रचलाप्रचला । १५ । चङ्क्रममाणस्येति । चङ्क्रमणकालावच्छिन्नपुरुषसम्बन्धिस्वापप्रयुक्तचैतन्याविस्पष्टतापादकत्वे सति कर्मत्वं लक्षणम्, कृत्यं स्पष्टम् । स्थिती अपि निद्रावत् ॥
પ્રચલાપ્રચલાભાવાર્થ- ચંક્રમણ કરતા ચાલતા) જીવની ચૈતન્યની અવિસ્પષ્ટતાનું કારક કર્મ ‘પ્રચલામચલા.” વિવેચન- પ્રચલપ્રચલાનું લક્ષણ-ચંક્રમણકાળવિશિષ્ટ પુરુષ સંબંધી સ્વાપજન્ય ચૈતન્ય અવિસ્પષ્ટતાનું કારત્વ વિશિષ્ટકર્મત્વ, એ લક્ષણ છે.
પદકૃત્ય સ્પષ્ટ છે. આ પ્રચલાપ્રચલાની બન્ને સ્થિતિ નિદ્રાની માફક સમજવી. - ત્યાદ્ધિમારં–
जाग्रदवस्थाऽध्यवसितार्थसाधनविषयस्वापावस्थाप्रयोजकं कर्म स्त्यानद्धिः, इति दर्शनलब्ध्यावारकं निद्रापञ्चकम् । १६ ।