________________
सूत्र - २-३, पञ्चमः किरणे
२२५ વિવેચન- આ દુઃખની ઉત્પત્તિમાં પ્રયોજક રૂપ કર્મ, એમ અર્થ સમજવો. પૌદ્ગલિક એટલે મૂર્તજ, એમ અર્થ જાણવો. તથાચ મૂર્ત એવા પાપનો પર્યાય હોવા છતાં દુઃખ મૂર્ત નથી, કેમ કે-દુઃખની ઉત્પત્તિ પ્રતિ જીવપરિણામી કારણ અમૂર્ત છે. એથી તે આત્માના પર્યાયપરિણામભૂત દુઃખ પણ અમૂર્ત જ છે ઇતિભાવ છે.
ખરેખર, કર્મબંધ પ્રત્યે યોગ નિયત હેતુ છે. વળી તે યોગ મન-વચન-કાયા રૂપ શુભ કે અશુભ હોય છે. ત્યાં અશુભ કર્મબંધ પ્રત્યે અશુભયોગ હેતુ છે, જયારે શુભ કર્મબંધ પ્રત્યે શુભયોગ હેતુ છે. વળી યોગ એટલે મન-વચન-કાયાનો પરિસ્પદ દ્રવ્યયોગ રૂપ છે. તથાચ અધ્યવસાય વિશિષ્ટ આત્મા વડે પરિસ્પંદ દ્વારા કર્મ બંધાય છે, તેથી કર્મ અને પરિસ્પંદનું મૂળ કારણ જીવનો અધ્યવસાય છે. જે જીવ અધ્યવસાય તે ભાવયોગ રૂપ છે. તે ભાવયોગ રૂપ જીવાધ્યવસાય જ્યારે શુભ વર્તતો હોય ત્યારે એ શુભ ભાવ યોગ ‘ભાવપુણ્ય' કહેવાય છે, જ્યારે અશુભ ભાવયોગ હોય ત્યારે અશુભ ભાવયોગ ‘ભાવપાપ' કહેવાય છે.
આવા આશયથી કહે છે કે-આ પૌલિક પાપકર્મ જ એમ અર્થ થાય છે અહીં એવા શબ્દ ભિન્ન ક્રમવાચક હોઈ પૌલિક પાપકર્મ દ્રવ્યપાપ જ કહેવાય છે- એવો અર્થ છે. તેથી ક્રિયા રૂપ દ્રવ્યયોગ પાપ હોવા છતાં કોઈ ક્ષતિ નથી.
દ્રવ્યાપ રૂપ કર્મની ઉત્પત્તિમાં કારણભૂત અશુભ અધ્યવસાય “ભાવપાપ' કહેવાય છે.
तत्र वक्ष्यमाणप्राणातिपातादिपापबन्धहेतुभिर्योगव्यापरैरजितमशुभं कर्म द्वयशीतिप्रकारैर्जीवेनानुभवनात्तत्प्रकारान् क्रमेण लक्षयितुं मतिज्ञानावरणं प्रथमं लक्षयति
इन्द्रियानिन्द्रियजन्याभिलापनिरपेक्षबोधाऽऽवरणकारणं कर्म मतिज्ञानावरणम् ।३।
इन्द्रियेति । इन्द्रियं चक्षुरादिरनिन्द्रियं मनः, इन्द्रियेतरद्वा, तथा तदुभयमेभिर्जन्या ये बोधा विशेषविषया अभिलापनिरपेक्षास्तेषामाच्छादनकारि यत्कर्म तन्मतिज्ञानावरणमित्यर्थः । यथेन्द्रियनिमित्तो बोधः, मनोरहितानामेकाक्षादीनां, अनिन्द्रियमनोनिमित्तः स्मृतिनिश्चितस्य धारणरूपः, इन्द्रियभिन्नमत्यज्ञानावरणीयक्षयोपशमजन्यमविभक्तरूपमोघज्ञानमनिन्द्रियनिमित्तबोधरूपम्, तथा जाग्रदवस्थाकालीनः चक्षुरादीन्द्रियमनोनिमित्तको रूपरसादिबोध: इन्द्रियानिन्द्रियनिमित्तकः, एवम्भूतानामभिलापनिरपेक्षाणां विशेषबोधात्मकानामावरणकारणं कर्मेति भावः । तथा चेन्द्रियानिन्द्रियजन्याभिलापनिरपेक्षबोधावरणकारणत्वे सति कर्मत्वं लक्षणार्थः । विशेष्यं कालादिवारणाय विशेषणं सातादिवारणाय । श्रुतज्ञानावरणीयेऽतिव्याप्तिवारणायाभिलापनिरपेक्षेति । धारणाज्ञानावरणीयादावव्याप्तिवारणायानिन्द्रियेति । रूपचाक्षुषादिज्ञानावरणीयेऽव्याप्तिवारणायेन्द्रियेति, दर्शनावरणीयादावतिव्याप्तिवारणाय विशेषविषयक ज्ञानवाचिबोधपदम् । अवधिज्ञानावरणीयादावतिव्याप्तिवारणाय जन्यान्तम् । नन्वावरणकर्मेदं