________________
तत्त्वन्यायविभाकरे
શંકા- પુણ્યના પર્યાય રૂપ સુખ અને પાપના પર્યાય રૂપ દુઃખ કેવી રીતે ?
સમાધાન- સુખ પ્રત્યે જીવ અને પુણ્યનો સંયોગ, તેમજ દુઃખ પ્રત્યે જીવ અને પાપનો સંયોગ (પરિણામીકારણ-સમવાયીકારણ જીવ અને નિર્વર્તક પુણ્ય-પાપના સંયોગ રૂપ અસમવાયીકારણ) હેતુ હોઈ, सुख-दुःख पुण्य-पापना पर्याय छे.
२२४
તથાચ જેમ સુખ-શુભ-શિવ, કલ્યાણ આદિ શબ્દોથી વ્યવહાર કરાય છે, તેમ પુણ્ય પણ શુભ આદિ શબ્દોથી બોલાવાય છે. જેમ દુઃખ અશુભ-અશિવ-અકલ્યાણ આદિ શબ્દથી વ્યવહાર વિષયભૂત થાય છે, તેમ પાપ પણ અશુભ આદિ શબ્દોથી વ્યવહૃત થાય છે. આ પ્રમાણે પુણ્યથી પૃથક્ પાપ છે એમ સાબિત थाय छे.
ननु किं दुःखस्यात्मपरिणामविशेषस्यामूर्त्तत्वेन पापमिदमप्यमूर्त्तं स्यात्पापपर्यायत्वाद्दुःखस्य, किंवा पापस्य बन्धकत्वेन मूर्त्तत्वात्तत्पर्यायभूतं दुःखमपि मूर्त्तं स्यादित्याशङ्कायामाहपौद्गलिकमेतत् । इदमेव द्रव्यपापमुच्यते । द्रव्यपापनामककर्मोत्पत्तिकारणात्मा शुभाध्यवसायो भावपापम् । २ ।
पौद्गलिकमेतदिति । एतद् दुःखोत्पत्तिप्रयोजकभूतं कर्मेदमित्यर्थः, पौगलिकं मूर्त्तमेवेत्यर्थः । तथा च मूर्त्तपापपर्यायत्वेऽपि दुःखस्य न मूर्त्तत्वं जीवस्यापि तत्र हेतुत्वात्, जीवो हि तत्र परिणामिकारणममूर्त्तश्चातस्तत्परिणामभूतं दुःखमप्यमूर्त्तमेवेति भाव:, ननु कर्मबन्धेन नियतो हेतुर्योगः, स; मनोवाक्काययोगात्मकश्शुभोऽशुभो वा भवेत्, तत्राशुभकर्मबन्धेऽशुभो योगो हेतुश्शुभकर्मबन्धे च शुभो योगो हेतुः, योगश्च मनोवाक्कायानां परिस्पन्दो द्रव्ययोगरूप:, तथा चाध्यवसायविशिष्टेनात्मना परिस्पन्दद्वारा कर्म बध्यते, तस्मात् कर्मपरिस्पन्दयोर्निबन्धनं जीवाध्यवसायः, स च भावयोगरूपस्तस्य शुभत्वे भावपुण्यत्वमशुभत्वे भावपापत्वमित्याशयेनाह - इदमेवेति, पौद्गलिकपापकर्मेत्यर्थः एवशब्दो भिन्नक्रमः, तथा च पौद्गलिकं पापकर्म द्रव्यपापमेवोच्यत इत्यर्थ:, तेन क्रियात्मकद्रव्ययोगस्य पापत्वेऽपि न क्षतिः । अथ भावपापमाह - द्रव्यपापेति, स्पष्टम् ॥
"
શંકા- શું વિશિષ્ટ આત્મપરિણામ રૂપ દુઃખ અમૂર્ત હોઈ આ પાપ પણ અમૂર્ત થશે ને ? કેમ કે - દુઃખ પાપનો પર્યાય છે, તો શું પાપકર્મ બંધકારક-મૂર્ત હોઈ તે પાપના પર્યાયભૂત દુઃખ પણ મૂર્ત થશે ને ?
સમાધાન- આવી ઉપરોક્ત શંકાના સમાધાન માટે કહે છે કે
ભાવાર્થ- આ પાપકર્મ પૌદ્ગલિક છે. આ જ ‘દ્રવ્યપાપ' તરીકે કહેવાય છે. દ્રવ્યપાપ નામવાળા કર્મની ઉત્પત્તિમાં કારણસ્વરૂપ શુભ અધ્યવસાય ‘ભાવપાપ' કહેવાય છે.