________________
२२६
तत्त्वन्यायविभाकरे
सतां मत्यादीनामावारकमसतां वा ? नाद्यः प्राप्तात्मलाभत्वात्, सत्त्वेनैवावरणस्यानुपपत्तेः । नान्त्यः, तथा सति न स्यादेवावरणम्, नहि खरविषाणादिवदसदाव्रियते इति चेन्न,
आदेशवचनात्, कथञ्चित्सतामावरणं कथञ्चिच्चासतामिति । द्रव्यार्थादेशेन हि सतां मत्यादीनामावरणं, पर्यायार्थादेशेन चासताम् । यदि त्वेकान्तेन सतामावरणं तदा क्षायोपशमिकत्वमेषां न स्यात्, अथैकान्तेनासतां तदापि तन्नोपपद्यते, असत्वात् सत एवावरणदर्शनाच्च, नभशो हि सतो मेघपटलादिनाऽऽवरणं दृश्यते, न च कुटीभूतानि मत्यादीनि कानिचित्सन्ति, येषामावरणान्मत्याद्यावरणानामावरणत्वं भवेत्, किन्तु मत्याद्यावरणसन्निधाने जीवो मत्यादिज्ञानपर्यायैर्नोत्पद्यत इत्यतो मत्याद्यावरणानामावरणत्वमिति । देशघातीदम्, अस्योत्कृष्टा स्थितिस्त्रिंशत्सागरोपमकोटीकोट्यः । वर्षसहस्रत्रयञ्चाबाधाकालः । बाधाकालस्तु यत्प्रभृति ज्ञानावरणादिकर्मोदयावलिकाप्रविष्टं यावच्च निःशेषमुपक्षीणं तावद्भवति । तच्च कर्मबन्धकालादारभ्य त्रिषु वर्षसहस्रेष्वतीतेषूदयावलिकां प्रविशति, स खल्वबाधाकालो यतस्तत्कर्म नानुभूयते तावन्तं कालमिति । जघन्या तु अन्तर्मुहूर्त्तकालः । अबाधाप्यन्तर्मुहूर्तमेव ॥
પાપતત્ત્વ પ્રકરણમાં આગળ કહેવાતા પ્રાણાતિપાત આદિ પાપબંધના હેતુરૂપ યોગ વ્યાપારોથી ઉપાર્જિત અશુભ કર્મ, વ્યાશી પ્રકારો દ્વારા જીવથી અનુભવાય છે. એથી પાપ કર્મ બાશી ભેદોનું ક્રમસર લક્ષણ કરવા માટે પહેલાં “મતિજ્ઞાનાવરણ'નું લક્ષણ કરે છે.
ભાવાર્થ- ઈન્દ્રિય અને મનથી જન્ય, શબ્દની અપેક્ષા વગરનો જે બોધ છે, તેને આવનારું કર્મ મતિજ્ઞાનાવરણકર્મ.”
વિવેચન- ઈન્દ્રિયો એટલે સ્પર્શન-રસન-પ્રાણ-ચક્ષુઃશ્રોત્ર રૂપ ઈન્દ્રિયો. અનિન્દ્રિય એટલે મન અથવા ઈન્દ્રિયભિન્ન, તેમજ ઉભય એટલે ઈન્દ્રિય અને અનિન્દ્રિય.
ઈન્દ્રિયોના આલંબનથી-અનિન્દ્રિયના આલંબનથી, તેમજ ઈન્દ્રિયાનિન્દ્રિયના આલંબનથી જન્ય જે વિશેષવિષયક-શબ્દનિરપેક્ષ બોધ, તે બોધને આચ્છાદન કરનારું જે કર્મ, તે “મતિજ્ઞાનાવરણ.”
(૧) ઈન્દ્રિયોના આલંબને પેદા થતું સ્વસ્વ સ્પર્શાદિ વિષયક જ્ઞાન “ઈન્દ્રિયનિમિત્ત કહેવાય છે. જેમ કે- એકેન્દ્રિય-બેઈજિય-તેઈન્દ્રિય-ચઉરિન્દ્રિય-અસંક્ષિપંચેન્દ્રિયોમાં કેવળ “ઈન્દ્રિયનિમિત્ત' મતિજ્ઞાન હોય છે, કેમ કે- મનનો અભાવ છે.
(૨) અનિન્દ્રિય-મનોનિમિત્તક મતિજ્ઞાન-જેમ કે-સ્મૃતિજ્ઞાન. અહીં ઇતરેન્દ્રિયની અપેક્ષા નથી. સ્મૃતિથી નિશ્ચિતના ધારણા રૂપ મતિજ્ઞાન છે.
(૩) ઈન્દ્રિયભિન્ન, મતિઅજ્ઞાન આવરણીય ક્ષયોપશમજન્ય, સામાન્ય-અપ્રવિભક્ત રૂપ (ભદશૂન્ય) ઓવજ્ઞાન, અનિન્દ્રિયનિમિત્ત બોધ રૂપ છે. જેમ કે વેલડી આદિનું નેવાં આદિ તરફનું ગમન.
(૪) ઈન્દ્રિયાનિન્દ્રિય ઉભયનિમિત્તક મતિજ્ઞાન.