________________
२१६
तत्त्वन्यायविभाकरे
તીર્થકર નામકર્મને જણાવે છેભાવાર્થ-આઠ મહાપ્રાતિહાર્ય આદિ રૂપ અતિશયોના પ્રાદુર્ભાવમાં નિમિત્તભૂત કર્મ ‘તીર્થકરના.”
વિવેચન- અશોક વૃક્ષ, સુરોએ કરેલ પંચવર્ણની પુષ્પવૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, ચામર, સંપાદપીઠ ઉજજવલ સિંહાસન, મસ્તકની પાછળ સૂર્યમંડલની શોભા કરતાં પણ ચઢીયાતું સુંદર ભામંડલ, દુંદુભિનો અવાજ થયા કરે, ત્રણ છત્ર-એમ તીર્થંકર-જિનેશ્વરોના સાચા-વિદ્યમાન આઠ પ્રાતિહાર્યો છે. અર્થાત્ આઠ પ્રાતિહાર્ય આદિ (સહજના ચાર, કર્મક્ષયજન્ય અગીઆર અને દેવકૃત ઓગણીશ મળીને ચોત્રીશ અતિશયો તથા વાણીના પાંત્રીશ ગુણો રૂપ અતિશયો) અતિશયોના પ્રાદુર્ભાવમાં નિમિત્તત્ત્વ વિશિષ્ટ કર્મત્વ, એ લક્ષણ સમજવું.
વિશિષ્ટ ઋદ્ધિવાળા ચક્રવર્તી આદિના ઉચ્ચ ગોત્રમાં અતિવ્યાપ્તિના વારણ માટે “અષ્ટવિધપ્રાતિહાર્ય આદિ– આ પ્રમાણે અતિશયનું વિશેષણ છે.
ગણધરપણું તો, શ્રુતજ્ઞાનાવરણ ક્ષયોપશમજન્ય હોવાથી (ક્ષાયોપથમિક હોઈ) ઉદયનિમિત્ત તીર્થકર નામકર્મની માફક ગણધરનામકર્મની (ગણનાની) પ્રાપ્તિ નથી.
શંકા- તીર્થંકર પ્રત્યે પણ શ્રુતજ્ઞાનાવરણ ક્ષયોપશમ અથવા ચક્રવર્તી આદિની માફક વિશિષ્ટ ગોત્ર રહો !-એમ કહીએ તો શો વાંધો?
સમાધાન- તીર્થપ્રવર્તન રૂપ કાર્ય પ્રત્યે તીર્થકર નામકર્મ કારણ છે, એમ સ્વીકારેલ છે. અર્થાત્ તીર્થ પ્રવર્તન રૂપ કાર્યત્વેન તીર્થંકર નામકર્મવેન કાર્ય-કારણભાવ અહીં સમજવો. આ તીર્થકર નામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સાગરોપમ કોટાકોટીની અંદર સાંતઃ સાગરોપમ કોટાકોટી. અબધાકાળ અંતર્મુહૂર્ત. જધન્ય સ્થિતિ સાંત સાગરોપમ કોટાકોટીથી કાંઈક ન્યૂન.
આ તીર્થકર નામકર્મ, વીસ સ્થાનકોની આરાધનાથી સમ્યક્ત્વથી સમલંકૃત ઉત્તમોત્તમ પુરુષ વડે મનુષ્યગતિમાં જ ત્રીજા ભવમાં નિકાચિત કરાય છે. કેવલજ્ઞાનની ઉત્પત્તિ બાદ આ તીર્થંકર નામકર્મનો વિપાક રૂપ ઉદય છે. આ તીર્થંકર નામકર્મ ગ્લાનિ વગર ધર્મના ઉપદેશ વગેરેથી ભોગવાય-અનુભવાય છે.
तदेवं द्विचत्वारिंशद्विधानि पुण्यकर्माण्यभिधायतद्धेतूनामध्यवसायविशेषप्रभवसुपात्रदानादीनामपि पुण्यफलदत्वेन पुण्यरूपत्वमित्यभिमन्यमानः पुण्यस्य द्वैविध्यमादर्शयति
पुण्यमिदं कार्यकारणभेदेन द्विविधम् । एतानि कर्माणि कार्यरूपाणि जीवानुभवप्रकाराणि । एतेषां हेतवस्तु सुपात्रेभ्यो निरवद्यान्नवसतिवासोजलसंस्तारकादीनां प्रदानं, मनसश्शुभसंकल्पः, वाक्काययोश्शुभव्यापारः, जिनेश्वरप्रभृतीनां नमनादय इति दिक् । इति पुण्यनिरूपणम् । २९ ।
पुण्यमिदमिति । पवित्रीकरणनिदानं पुण्यमिदमित्यर्थः । एतानीति सातादिद्विचत्वारिंशद्विधानि कर्मप्रकृतिग्रन्थानुसारीणि कर्माणि भूतव्रत्यनुकम्पादिफलकानि कार्यरूपाणि जीवैः