________________
२१४
(૪) ખાડા વગેરેમાં પડી જવાથી.
(૫) પર આઘાતથી.
तत्त्वन्यायविभाकरे
(૬) ઝેરી સર્પ વગેરેના ડંસથી.
(૭) વિકૃત શ્વાસોશ્વાસના જોરથી ચાલવાથી તે રોકવાથી મૃત્યુ થાય છે.)
આ પ્રમાણે દેવભવના નિવાસમાં હેતુભૂત જે આયુષ્ય, તેની પ્રાપ્તિમાં કારણભૂત કર્મ ‘દેવાયુ:’ કર્મ છે એમ સમજવું. દેવભવ નિવાસહેતુ આયુઃ પ્રાપકત્વ વિશિષ્ટ કર્મત્વલક્ષણનો અર્થ છે. મનુષ્યના આયુ: આદિમાં વ્યભિચાર રૂપ અતિવ્યાપ્તિના વારણ માટે ‘દેવ ભવનિવાસહેતુ' એવું આયુષ્યનું વિશેષણ મૂકેલ છે. દેવપદ પણ આ જ હેતુથી મૂકેલ છે.
આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપગમ. અબાધાકાળ ક્રોડ પૂર્વનો ત્રીજો ભાગ. જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષ. અબાધાકાળ, અંતર્મુહૂર્ત.
અહીં આયુષ્યવિષયક અબાધામાં ચાર ભાંગા (પ્રકારો) છે.
(૧) પૂર્વક્રોડના આયુષ્યવાળો મનુષ્ય, ત્રીજો ભાગ આયુષ્યનો બાકી રહ્યુ છતે, ઉત્કૃષ્ટ સ્થિતિવાળું આગામી દેવભવના આયુષ્યને જ્યારે બાંધે છે, ત્યારે ઉત્કૃષ્ટ સ્થિતિ-ઉત્કૃષ્ટ અબાધા રૂપ પહેલો ભાંગો છે. (૨) તે જ મનુષ્ય, જઘન્ય મધ્યમ આયુષ્યવાળો, જ્યારે અંતર્મુહૂર્તપ્રમાણ આયુષ્ય બાકી રહે, ત્યારે ઉત્કૃષ્ટ સ્થિતિવાળું આગામી દેવભવના આયુષ્યને બાંધે છે. તે ઉત્કૃષ્ટ સ્થિતિ-જઘન્ય અબાધારૂપ બીજો ભાંગો છે.
(૩) ક્રોડપૂર્વના આયુષ્યવાળો મનુષ્ય, જ્યારે પૂર્વક્રોડના આયુષ્યનો ત્રીજો ભાગ બાકી રહે, ત્યારે દશ હજાર વર્ષપ્રમાણ જઘન્ય સ્થિતિવાળું દેવાયુષ્ય બાંધે છે. તે દેવાયુની અપેક્ષાએ જધન્ય સ્થિતિ-ઉત્કૃષ્ટ અબાધા રૂપ ત્રીજો પ્રકાર છે.
(૪) જઘન્ય આયુષ્યવાળો મનુષ્ય આદિ, અંતર્મુહૂર્તપ્રમાણ આયુષ્ય બાકી રહે છતે દશ હજાર વર્ષનું દેવાયુષ્ય બાંધે છે. તે જઘન્ય સ્થિતિ-જધન્ય અબાધા રૂપ ચોથો પ્રકાર છે.
अथ मनुजायुराह—
मनुजभवनिवासनिदानायुः प्रापकं कर्म मनुजायुः । तिर्यग्भवनिवासहेत्वायुःप्राप्तिजनकं कर्म तिर्यगायुः । २७ ।
मनुजभवेति । स्पष्टं लक्षणम्, त्रिपल्योपमा परा स्थिति: । जघन्या तु क्षुल्लकभवप्रमाणा, अबाधाऽन्तर्मुहूर्त्तकालः । तिर्यगायुराह - तिर्यगिति लक्षणं स्पष्टम् । यावत्स्वायु:परिसमासिं कदापि मृत्युसमीहाभावादिदमाह्लादजनकत्वाच्छुभम् । तिर्यग्गतितिर्यगानुपूर्व्यं तु संक्लिष्टाध्यवसायैरात्मसात्क्रियमाणत्वेनाशुभत्वात्पापात्मके इति । परा स्थितिः त्रिपल्योपमा, अपरा चान्तर्मुहूर्तम् ॥
,