________________
सूत्र - २६, चतुर्थ किरणे
२१३ જલ્દી (ગુંચળું વાળેલી દોરી જેમ જલ્દી જળી-બળી જાય તેમ) કર્મફળનો ઉપભોગ અંતર્મુહૂર્તમાં થઈ જાય છે. તેથી કર્મમાં કૃત-નાશ-અકૃત અભ્યાગમનો પ્રસંગ નથી.)
નિરૂપક્રમ (અનાવર્તનીય) આયુઃ જે પૂર્વભવમાં બંધનના કાળમાં નિકાચિત બાંધેલું, ક્રમસર (કાળના ક્રમે) ભોગવવાયોગ્ય ફળ (વિપાક ઉદય) વાળું, અપવર્તનાની શક્યતા વગરનું અને અધ્યવસાય આદિ ઉપક્રમો (નિમિત્તો)ની અસર વગરનું છે, તે (કાળ આયુષ્ય પૂર્ણ કરના) નિરૂપક્રમ કહેવાય છે. - ત્યાં અનપવર્ણનીય આયુષ્યવાળા-જેમ કે- ઔપપાતિક એટલે નારકીઓ અને દેવો અન્ય-છેલ્લા શરીરવાળા મનુષ્યો જ સમજવા, બીજા નહિ, કારણ કે- બીજાઓ સિદ્ધિને અયોગ્ય છે. જેઓ તે જ શરીર વડે સકલકર્મક્ષયલક્ષણ મુક્તિને પામે છે, તે ચરમશરીરી સમજવા. (ચરમશરીરી, સોપક્રમ અને નિરૂપક્રમ આયુષ્યવાળા હોય છે. અહીં ઉપક્રમો શ્વાસોશ્વાસનિરોધ, આહારનિરોધ, અધ્યવસાય, નિમિત્ત, વેદના, પરાઘાત અને સ્પર્શ નામની સાત પ્રકારની વેદનાવિશેષો સંભવની અપેક્ષાએ છે, પણ આયુષ્યના ભેદકની અપેક્ષાએ નથી. કેટલાક સંભવથી નથી માનતા એટલે માત્ર નિરૂપક્રમ આયુષ્યવાળા છે-એમ માને છે.)
ઉત્તમ પુરુષો, તીર્થકરો, ચક્રવર્તીઓ, વાસુદેવો, બળદેવો, ગણધરો વગેરે અનપવર્ઘ આયુષ્યવાળા હોય છે, તેમજ અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યો અને તિર્યંચો પણ અનપવર્ઘ આયુષ્યવાળા હોય છે. બાકીના સંખ્યાત વર્ષવાળા મનુષ્યો અને તિર્યંચો સોપક્રમ છે. એથી જ અપવર્તનીય આયુષ્યવાળા હોય છે અને નિરૂપક્રમ છે. એથી જ અનપવર્ણનીય આયુષ્યવાળા છે.
ત્યાં આયુના બંધકો, મિશ્રદષ્ટિ-સમ્યફ મિથ્યાદષ્ટિ રૂ૫ મિશ્રદષ્ટિ વગરના, મિથ્યાદષ્ટિ (પ્રથમ ગુણસ્થાનક)થી અપ્રમત્ત સંયમ સુધી (સાતમા ગુણસ્થાનક) અર્થાત્ આ ઉપરોક્ત છે: ગુણસ્થાનકોમાં અજઘન્ય ઉત્કૃષ્ટ અધ્યવસાય વિશેષવાળા, વિસ્તૃત કષાયવાળા સાદિ (આદિવાળા) અધુવ આયુના વિકલ્પભેટવાળા અને અપ્રમત્ત ગુણસ્થાનવર્તીઓ તો, સાતમા ગુણસ્થાનકથી આગળના-આઠમા આદિ ગુણસ્થાનકવાળા આયુષ્યનો બંધ કરનારા હોતા નથી, કેમ કે- શુદ્ધ અધ્યવસાય છે.
તથા નારક, દેવ, અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યો અને તિર્યંચો છ મહિનાનું આયુષ્ય જ્યારે બાકી રહે, ત્યારે આગળના ભવનું આયુષ્ય બાંધે છે. બાકીના સોપક્રમી આયુષ્યવાળા, પૃથ્વી-અપ-વાયુતેજસ-વનસ્પતિકાય, બેઈન્દ્રિય-તે ઈન્દ્રિય-ચઉરિન્દ્રિય જીવો અને નિરૂપક્રમ આયુષ્યવાળા પંચેન્દ્રિયો, નિયમથી પોતાના આયુષ્યના ત્રીજા ભાગે આગળના ભવનું આયુષ્ય બાંધે છે. વળી પંચેન્દ્રિયો પોતાના આયુષ્યના ત્રીજા-નવમા-સત્તાવીશમા ભાગે બાકી રહ્યું છતે અથવા છેલ્લું અંતર્મુહૂર્ત બાકી રહે ત્યારે, આગળના ભવનું આયુષ્ય બાંધે છે. આ જ ભવસ્થિતિ (ત ભવનું આયુષ્ય) છે.
(આપણા પોતાથી ઉત્પન્ન થયેલ અધ્યવસાય વગેરે બીજાઓએ પ્રેરેલા વિષ-શસ્ત્ર વગેરે જે આયુષ્યનો નાશ કરનારા છે, તે ‘ઉપક્રમ' કહેવાય છે.
(૧) અધ્યવસાન- અત્યંત સંકલ્પ-વિકલ્પયુક્ત રાગ, સ્નેહ, ભય વગેરેથી. (૨) નિમિત્ત-વિષપાન, શસ્ત્રઘાત, અતિ-અલ્પ-ભારે-લુખ્ખા-વિકારી અને અહિતકારી આહારથી. (૩) શૂલ વગેરે વેદનાથી.