________________
२१२
तत्त्वन्यायविभाकरे तृतीये नवमे सप्तविंशेऽवशेषायुर्भागे तद्बजन्ति । तत्रापि पृथिव्यप्तेजोवायुवनस्पतिद्वित्रिचतुरिंद्रियाणां निरुपक्रमायुषाञ्च पञ्चेन्द्रियाणां नियमतस्तृतीये, सोपक्रमायुषाञ्च पञ्चेन्द्रियाणां तृतीये नवमे सप्तविंशे वा भागेऽवशेषेऽवशिष्टान्तर्मुहूर्तायुषि वा बन्धो बोध्यः । इयमेव भवस्थितिः । एवञ्च देवभवनिवासे हेतुभूतं यदायुः तत्प्रापकं कर्म देवायुर्नामेत्यर्थः । देवभवनिवासहेत्वायुःप्रापकत्वे सति कर्मत्वं लक्षणार्थः, मनुष्यायुरादौ व्यभिचारवारणाय हेत्वन्तं देवपदमप्यत एव । अस्य परा स्थितिस्त्रयस्त्रिंशत्सागरोपमा, पूर्वकोटित्रिभागोऽबाधा, जघन्या च दशवर्षसहस्राणि, अबाधा त्वन्तर्मुहूर्तम् । आयुषोऽबाधायां भङ्गचतुष्टयं पूर्वकोट्यायुष्को मनुजस्त्रिभागावशेषे आयुष्युत्कृष्टस्थितिकमागामिदेवभवायुर्यदा बध्नाति तदोत्कृष्टस्थित्युत्कृष्टाबाधात्मकः प्रथमो भङ्गः । स एव जघन्यमध्यमायुष्को वा मनुजोऽन्तर्मुहूर्तावशिष्ट आयुष्युत्कृष्टस्थितिकमागामिदेवभवायुर्बध्नाति यदा तदोत्कृष्टस्थितिजघन्याबाधात्मको द्वितीयः । पूर्वकोट्यायुष्को मनुजो यदा पूर्वकोटित्रिभागावशेष आयुषि दशसहस्रप्रमाणं जघन्यस्थितिकं देवायुर्बध्नाति तदा देवायुरपेक्षया जघन्यस्थित्युत्कृष्टाबाधात्मकस्तृतीयः । जघन्यायुष्कोऽन्तर्मुहूर्तावशेष आयुषि दशवर्षसहस्रात्मकं यदा देवायुर्बध्नाति तदा जघन्यस्थितिजघन्याबाधात्मको भङ्गश्चतुर्थ इति ।
वना आयुष्य- लक्षण - ભાવાર્થ- દેવભવના નિવાસમાં કારણભૂત આયુષ્યને પ્રાપ્ત કરાવનાર કર્મ ‘દેવાયુ” કહેવાય છે.
વિવેચન- દેવ-મનુષ્ય-તિર્યંચ-નરકના ભેદથી ચાર ગતિ રૂપ સંસાર તે ‘ભવ’ કહેવાય છે. ત્યાં ભવના નિવાસ પ્રત્યે આંતરિક કારણ આયુષ્ય છે. જે આયુની વિદ્યમાનતાથી આત્માનું જીવન કહેવાય છે અને જે આયુના અભાવથી જ મરણ કહેવાય છે, તે “આયુ” કહેવાય છે. અથવા વાયુના સંનિધાનમાં શેષ કર્મપ્રકૃતિઓનો ઉપભોગ અને આયુના અસંનિધાનમાં શેષ કર્મપ્રકૃતિઓના ઉપભોગનો અભાવ છે. તે આયુષ્ય સોપક્રમ અને નિરૂપક્રમના ભેદથી તે પ્રકારનું છે અને પૌદ્ગલિક છે.
વળી તે આયુષ્ય, આગમશાસ્ત્રમાં કહેલ (તીવ્ર રાગ આદિ રૂપ) અધ્યવસાય આદિ ઉપક્રમો (વિશિષ્ટ નિમિત્તો)થી ઘણા લાંબા કાળ સુધી ભોગવવા યોગ્ય પણ જે આયુ, થોડા કાળમાં (અંતર્મુહૂર્તકાળમાં) ભોગવાઈ જાય, તે સોપક્રમ (અપવર્તનીય) આયુઃ “લોકમાં અકાળે મૃત્યુ-એમ કહેવાય છે.' અર્થાત્ કાળ રૂપ આયુષ્ય-કાલાયુષ્ય પૂરું ન થાય, પરંતુ આયુષ્યકર્મના દળિયાં રૂપ દ્રવ્ય આયુષ્ય પૂરું थाय छे.
તે સોપક્રમ (અપવર્તનીય) આયુષ્ય પૂર્વભવમાં બંધનના સમયમાં શિથિલ બાંધેલ હોઈ (અનિકાચિત) ઉપક્રમ દ્વારા અપવર્તનાની શક્યતાવાળું છે. (જેઓ અપવર્ણનીય આયુષ્યવાળા છે, તેઓનું આયુષ્ય ઉપક્રમ-ઝેર, શસ્ત્ર, અગ્નિ આદિ તેમજ ભૂખ, તરસ આદિથી અપવર્તના (અલ્પતા) વિષયવાળું થાય છે,